________________
તીર્થ સેવાની ઉત્તમ તક છે; વધાવી લો
स्थैर्य प्रभावना भक्तिः, कौशल्यं जिनशासने । तीर्थसेवा च पञ्चास्य, भूषणानि प्रचक्षते ॥
કહો ! શા માટે અહીં ઉપસ્થિત થયા છો ?
સભા : અમારા જીવનનો આ ધન્ય અવસર છે. અમે શ્રાવક અને શ્રાવિકાઓ મળી દોઢસો જેટલી સંખ્યામાં છ'રી પાળતા સંઘ સાથે તીર્થાધિરાજની યાત્રાએ પગપાળા જઈ રહ્યા છીએ. આવા અવસરે, અમને ગુણોની પ્રાપ્તિ થાય અને અમારા દોષોની હાનિ થાય તેવી, કર્તવ્યપ્રેરક હિતશિક્ષા આપવા કૃપા કરો !
સાચે જ તમારા જીવનનો આ ધન્ય અવસર છે. આ અવસ૨ને તમારે શોભાવવાનો છે. યાત્રા –અને તે પણ ઉત્તમ નિયમોના પાલન સાથેની યાત્રા કર્યા બાદ, પ્રત્યેક દિવસે એ યાત્રાપથમાં આવતાં ગામેગામના તીર્થની યાત્રા સહિત, ગિરિરાજની યાત્રાની અનુમોદનાનાં અજવાળાં પથરાતાં રહે તેવું તમારે જીવવાનું છે.
આવી યાત્રાના નિયમોની તો તમને જાણ હશે જ. રાત્રિભોજનનો ત્યાગ હોય જ. હવે યાત્રાના દિવસોમાં ઉકાળેલું પાણી પીવાનો નિયમ પાળવાનો હોય, બરાબર ! જો આટલી મોટી સંખ્યામાં બધા અચિત્ત (ઉકાળેલું) પાણી વાપરવાનું રાખશો તો તમને કેવો ઉત્તમ લાભ મળે ! બધા સાધુ-સાધ્વીજી મહારાજને વિનંતિ કરી શકાય કે ઃ પાણીનો લાભ અમને આપો !
આહાર તો મર્યાદિત વપરાય, જ્યારે પાણીનો લાભ દિવસભરનો મળે.
એક મહત્ત્વની અને મજાની વાત પણ જણાવું : યાત્રાપથ પર ચાલતાં મૌનની મજા માણજો. વાતો તો બહુ બહુ કરી, હવે મૌન ! ક્યારેક કાંઈ બોલવાની ઇચ્છા થાય, ન
૩૦૦: પાઠશાળા
Jain Education International
રહેવાય, તો સ્તવનોનું ગાન મોટે સ્વરે કરજો. સૌ સાથે મળી આમ ખુલ્લે ગળે પ્રભુ ભક્તિ કરશો તો હૃદયમાં એનું સામીપ્ય અને સાંનિધ્ય અનુભવશો ! અને જોજો, સ્થાને પહોંચવાની ઉતાવળ ન કરતા. ઉતાવળને તો અહીં મૂકીને જ જજો. નિરાંત, નિરાંત ને નિરાંત. એ જ મોટી મિરાત !
હવે મારે એક ખાસ વાત કરવી છે. મહત્ત્વની વાત છે. વહીવટદારો અને સંઘપતિઓ મારી આ વાત મન દઈને સાંભળે અને મન પર લે.
તીર્થયાત્રા એ વિહારયાત્રા છે. રસ્તે વિધવિધ જિનમંદિરો આવશે. નવાં અને જૂનાં, નાનાં નાનાં તીર્થો આવશે. તમે જોશો કે આ તીર્થો ભારે સમસ્યામાં સપડાયાં છે. તેના વહીવટદારો ચિંતામાં ડૂબ્યા છે. તેઓ કહેતા હોય છે ઃ
આવાં બધાં તંત્રો અમારે કેવી રીતે ચલાવવાં ? કેવી રીતે નિભાવવા ?
યાત્રીઓની સંખ્યા ઘટી રહી છે. શનિ-રવિમાં બસો ભરી-ભરી લોકો આવે. ટપોટપ દર્શન કરીને રવાના ! ભોજનશાળામાં જમવાનું ઠરાવ્યું હોય તો જમીને, થાળીદીઠ નક્કી કરેલી રકમ ભરીને ચાલતા થઈ જાય છે. શનિ-રવિ સિવાય ખાસ યાત્રીઓ આવે નહીં. આમ ઝટપટ આવી, દર્શન કરી ચાલ્યા જાય તે અમારી પરિસ્થિતિ જાણે નહીં; ખર્ચ થયો હોય તેનાથી અડધી-પોણી રકમ ભરાવે –તે પણ એ દિવસના એક ટંક પૂરતી જ. બાકીના સોમથી શુક્રનું શું?
તીર્થસ્થળ નાનું હોય તો ય શું ? એનો નિભાવખર્ચ તો હોય જ ને ? મહેતા-મુનીમ-રસોઈયા-વૉચમેન-સફાઈ કામદાર અને બીજા બધા કાયમી સ્ટાફનો નિભાવખર્ચ ક્યાંથી કાઢવાનો ?
તમે જાણો છો ? આ બોજાને પહોંચી વળવા
For Private & Personal Use Only
www.jainelibrary.org