SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ગાડવા દુકાનમાં ઠલવાઈ ગયા, હિસાબ પણ થઈ ગયો. પૈસા ગણીને અપાઈ ગયા. વશરામ અને રુડી ગામમાં બીજી ચીજ વસ્તુ ખરીદવાની હતી તેમાં મન પરોવીને ગાડું આગળ લઈ ગયા. આ બાજુ રતન અને ખોડો મળીને ગાડું ખાલી કરતાં હતાં. રતનના હાથમાંથી ગાડવો છટક્યો, નીચે પડ્યો. ખોડાએ આ જોયું. એનું મગજ છટક્યું, રતનને કહે : ગાડવો આપતાં ખ્યાલ તો રાખીએ, મેં લીધો છે કે નહીં ? બસ, આમ બેધ્યાનપણે આપવાનો ? સામે રતન બોલી : મેં તો બરાબર આપ્યો હતો, પણ તમે જ રસ્તે જતાં લોકો સામે ટીકી ટીકીને જોતાં રહો એમાં હું શું કરું ! બે વચ્ચે ચડભડ થઈ. બન્નેને ઊંચા અવાજે બોલતાં સાંભળી લોક તમાશો જોવા ભેગું થયું. રતન પણ આગળ પાછળની યાદ કરી કરી બોલતી રહી અને ખોડો પણ કાંઈ બાકી રાખે ? બન્ને હાથ લાંબા લાંબા કરી થૂંક ઉડાડતા રહ્યા. ટોળે મળેલા લોકોએ આનો લાભ લઈ, ગાડાના ગાડવા પર હાથ અજમાવવા લાગ્યા ! ફાવે તેમ ઘરભેગું કરવા લાગ્યાં. બોલતાં ને બકતાં બન્ને થાક્યાં ત્યારે દુકાનદાર કહે : ભાઈ !આ બધી ઘરની વાતો ઘરે કરજો. તમારું આ જોણું જોઈને મારા ઘરાક પાછા જાય છે. બંધ કરો. શિયાળામાં યે રતન ખોડાને કપાળે પરસેવો વળેલો જોઈ દુકાનદારે કહ્યું : પાણી પીઓ અને ટાઢા થાઓ. પાણી પીને જેવી રતન ગાડા તરફ વળી ત્યાં તો એના મનમાં ફાળ પડી. ગાડામાં એકેય ગાડવું નહીં ! હેં ! બધા ગાડવા કોણ લઈ ગયું ? દુકાનદારે ભેગાં થયેલા લોકોને ભગાડ્યાં : જાવ ! અહીં કશું નથી. દુકાનદારે હિસાબ કર્યો ઃ તેર ગાડવાના પૈસા આપવાના થયા. વીલે મોઢે પગ પછાડતાં અને બબડાટ કરતાં, ખોડાએ પૈસા ગજવામાં મૂક્યાં : તેવીસ ગાડવા લાવ્યો હતો તેના આટલા પૈસા આવશે, તેમાંથી આવું આવું લઈશું. ૨૫૨ : પાઠશાળા Jain Education International એના ઓરતા ને મનસૂબા બધા ધૂળમાં મળ્યાં ! મન ખાટું થયું ઃ ચાલો, હવે કંઈ બજારમાં જવું નથી. જલદી ગામભેગાં થઈએ. ધોળી પૂણી જેવા મોંએ ગામની વાટ પકડી ઘર ભણી રવાના થઈ ગયા. આ વાત અહીં પૂરી થાય છે. પણ આપણું કામ અહીંથી જ શરું થાય છે. કથા-પ્રસંગ માત્ર કુતૂહલ સંતોષવાના પ્રયોજનથી નથી જોવાનો. જીવનને ઉજમાળ કરતાં બે નરદમ સત્ય અહીં ઉપલબ્ધ થાય છે તેને સમજવાનું આપણું પ્રયોજન છે. જુની વિતક વાતોને ઉખેળીને, બની ગયેલી ઘટનામાં જ અટકીને કે અટવાઈને શું પ્રાપ્ત થાય છે ? ઘટના જેવી બની કે તેની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી, તેમાંથી થયેલી ભૂલ ફરી ન થાય તેની કાળજી રાખવાના વિચારને સ્થિર કરી આગળ વધીએ તો શું પ્રાપ્ત થાય તે આ કથાના સંદર્ભે વિચારવું છે. પ્રથમ એ વિચારવું છે કે આ કથા-પ્રસંગ જેવું આપણા જીવનમાં પણ બનતું હોય છે, ત્યારે આપણી ભૂમિકા વશરામ-રુડીની છે કે ખોડા-રતનની છે ? આત્મ નિરિક્ષણ કરીએ અને આપણા જીવનની ઘટનામાંથી શો બોધ લઈએ ? બનેલા બનાવોમાં આપણી વિચારધારામાં કે દૃષ્ટિકોણમાં ફેરફાર કરીએ છીએ ? આટલા પ્રશ્નો વિચારવા માટે રાખીએ અને પ્રસંગના નિષ્કર્ષને ગાંઠે બાંધી લઈએ. જો આણે આમ કર્યું હોત, જો આમ ન કર્યું હોત; આ બનાવ આ રીતે નહીં પણ આ રીતે બન્યો હોત તો આમ પરિણામ આવત. --આવા હિસાબ કે ગણતરીમાં મન-મગજ-સમય-શક્તિ ખર્ચવા તે માત્ર મૂર્ખતા છે. નુકશાનીના બનાવમાં અટકી જવાથી કે તેને અંગે ચિંતા કરવાથી માત્ર રાગદ્વેષની વૃદ્ધિ જ થાય છે, જે હાથમાં નથી તે ભવિષ્યની વિચારણામાં જ ડૂબેલા રહેવાથી પુરુષાર્થની હાની જ થાય છે. આ બન્ને પ્રકારની વિચારણા વિધેયાત્મક શક્તિનો હ્રાસ કરનારી છે. બની ગયેલી ઘટનાને બળતરા સાથે ઘૂંટવાથી, ઘૂંટી ઘૂંટી ઘેરી બનાવવાથી તે વ્યક્તિ પ્રત્યે દ્વેષ પેદા થાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy