________________
વિતેલી ઘટનાને કઈ રીતે વિચારીશું ?
વિક્રમની અઢારમી સદીમાં, ઉત્તર ગુજરાતના એક ગામમાં બનેલી એક ઘટના છે. જો કે આ ઘટના, કોઈ પણ સાલના, કોઈ પણ દિવસે, કોઈ પણ ગામમાં બની શકે છે.
એ ગામ હતું. સાવ નાનું ગામડું નહીં અને શહેર પણ નહીં એવું એ ગામ. ગામનું બજાર નાનું પણ રોજ સવારથી સાંજ સુધી ધમધમતું રહેતું. આજુ બાજુના કેટલાંયે ગામડાંનું હટાણું હતું. આસપાસના ગામડાના સેંકડો માણસો પોતાના ગામની નીપજ – ચીજવસ્તુ અહીંની બજારમાં વેચવા લાવે. પોતાને જોઈતી ચીજવસ્તુ લેતા પણ જાય. આનું નામ હટાણું.
-
ગામમાં એક જ ઊભી બજાર પણ એના અલગ અલગ ભાગ. ઉગમણેથી ગામમાં પેસતાં પહેલાં જ ઘીની દુકાનો આવે. વચ્ચે ત્રણ ગાડા ચાલી શકે એવો પહોળો રસ્તો. ઘીનું બજાર સોમવારે ભરાય. ગામડેથી ઘીના ગાડવા ભરી અનેક ભરવાડો, રબારીઓ ઘી વેચવા આવે. બજા૨માં સામસામી ઘીના વેપારીઓની દુકાન.
શિયાળાના દિવસો હતા. આજે સોમવાર એટલે સવારથી જ ગામડેથી ભરવાડ વગેરે ઘીના દોણાં, બોઘરણાં લઈને, વધુ હોય તો ગાડવાથી ગાડું ભરીને આવવા લાગ્યાં. સવારનો કૂણો તડકો રેલાયો ને બજાર ઉભરાયું. ખુલેલી ઘીની દુકાનો પાસે રોજીંદા ઘરાકો આવવા લાગ્યા. વેપારીઓ પણ એવા કુશળ; ઘીની પરખ એવી તો કરી જાણે કે ઘીના ગાડવામાંથી ઘીને અડકવું પણ નપડે ! માત્ર નજર પડે ને કહી દે કે આ ચોખ્ખું છે, આમાં ભેગ છે.
પાસેના ગામડાનાં વશરામ અને રુડી, અને એ જ ગામના ભરવાડવાસના, ખોડો અને રતન; બન્ને ઘણીધણીયાણી . ગામમાંથી ઘણા ગાડા નીકળ્યા એટલે ઘીના
Jain Education International
ગાડવા ભરી, પોતપોતાના ગાડા જોડી, સારા શુકન જોઈને પોતે પણ નીકળ્યા. જોતજાતામાં ગામની બજારમાં આવી, વશરામ મીઠાભાઈની દુકાને અને ખોડાભાઈ જીવણભાઈની દુકાને ઊભા રહી ગયા. બન્નેની સામસામી દુકાન. વર્ષોથી એકબીજા પર વિશ્વાસ.
બાઈ માણસ, આ બાજુ રુડી અને સામે દુકાને રતન, ગાડા પાસે ઊભા. અને વશરામ અને ખોડો દુકાનને ઓટલે ઊભા. બન્નેના ગાડામાં વીસ-બાવીસ ગાડવા હતા. ધણીયાણી ગાડામાંથી ગાડવો લઈને ધણીને આપે. અપટલે ઊભેલો ધણી વેપારીને આપે. વેપારી જુએ, ચકાસે; સારૂં લાગે એ રાખે, કાગળમાં ટપકાવે. ઠીક ન લાગે એ બાજુએ રખાવે. આમ ક્રમ ચાલે. બન્ને સામસામી દુકાનોમાં આ સીલસીલો એકસરખો ચાલે.
બાર-તેર ગાડવા તો બરાબર અપાયા, મુકાયા, લખાયા. તે પછી એક ગાડવો રુડીએ લઈ વશરામના હાથમાં મૂક્યો પણ શું બન્યું તે કોઈને ખ્યાલ ન રહ્યો ને ગાડવો । દુકાનના ઓટલાની ધારે જ પડ્યો. તડાક્ દઈને ગાડવો ફૂટ્યો, ને શિયાળાનું જામેલું ઘી અને તેના દડબા ઊડીને પડ્યા.
રુડી શરમાઈ, વશરામનું મોં પણ ઝંખવાયું. એક ક્ષણ કોઈ કંઈ જ ન બોલ્યું. વળતી ક્ષણે જ રુડી બોલી : મારા હાથ સ્હેજ ચીકણાં થઈ ગયેલા એટલે આમ બન્યું.
ન
વશરામ કહે : તે તો આપ્યો પણ મારાથી જરા શરતચૂક થઈ ગઈ ને ગાડવો પડી ગયો. કંઈ નહીં હવે હું બરાબર ધ્યાન રાખીશ.
બન્ને આમ બોલ્યા અને ગાડવા આપવા લેવાનું કામ પૂર્વવત્ ચાલ્યું. ગણતરીની મિનિટોમાં ગાડાનાં
For Private & Personal Use Only
કથા-પરિમલ ઃ ૨૫૧
www.jainelibrary.org