________________
દીકરાએ કહ્યું તમે તેમને મળો. તેઓ મુંબઈમાં છે. વેપારી મુંબઈ ગયા. મળ્યા. સલીમઅલી કહે : વેપાર- વણજ બધાની વહેંચણી થઈ ગઈ છે. ત્યાંનો વેપાર મોટાભાઈ સંભાળે છે. મને કશી ગતાગમ નથી. હું અહીં પક્ષીઓની દુનિયામાં ખોવાયેલો રહું છું.
કેવી ખાનદાની ! અને કેવી દૂરંદેશી ! કેવી હૃદયની ઉદારતા ! આ બધું પિતાજીના પશે. અને ચોપડો બોલતો નથી એટલે, તમે કહેતા હો તો પણ અમારાથી આ રકમ ન લેવાય તેવી પ્રમાણિકતા દીકરાના પક્ષે. અને મેં લીધા છે એટલે મારે આપવા જ જોઈએ એવી છળ-કપટ વિનાની સચ્ચાઈ વેપારીના પક્ષે !
વળી પાછા પાલનપુર ગયા. પણ એ દીકરાએ રકમને હાથ લગાડવા સુદ્ધા ઈચ્છા ન કરી તે ન જ કરી.
આ કિસ્સો શું કહી જાય છે ? અર્થ-લાલસાના આ યુગમાં આ ઘટનાને કોઈ સાચી માની શકે ખરાં? લોહીના સંબંધો પણ પૈસાની વાત આવે એટલે રેતીના થાંભલા પુરવાર થાય. અડકવા જાઓ કે તરત જમીનદોસ્ત !
આ પ્રસંગને સમજીને આપણે આપણા જીવનનું નિરીક્ષણ કરવાનું છે. દરેકને આવા તેવા પ્રસંગ જીંદગીમાં આવતા જ હોય છે. તે વખતે આપણે અંદરના અવાજને સાંભળવો જોઈએ, તેને આવકારવો જોઈએ પૈસાની લાલચ અને ઘેલછાથી વેગળા રહેવું જોઈએ. તેને પ્રારબ્ધ ઉપર છોડવું જોઈએ.
એક પબ્લિક કેરિયર પાછળ લખેલું વાક્ય, વિહારમાં રસ્તે વંચાયું હતું તે યાદ રાખવા જેવું છે : किसी को वक्त से पहेले और किस्मत से ज्यादा મના હૈ, મિત્રતા હૈ |
વાત એમ બની હતી કે, આબરૂદાર વેપારીને આપેલી રકમ ચોપડે લખાય તો મહેતા-મુનીમના હાથે, નજરે ચડ્યા વિના ન રહે. બજારમાં વાત વહે અને આ વેપારી ભીડમાં આવ્યા છે એટલે વ્યાજે પૈસા લાવ્યા છે એ બધા જાણે. આવું ન થાય તે માટે રકમનું નામનિશાન ચોપડે ચડાવ્યું જ નહીં !
પક્ષી-મિત્ર સલીમઅલી
ખે છે
આર કે લક્ષ્મણ,
કથા-પરિમલ : ૨૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org