SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પાણીની તીવ્ર તરસ લાગી છે. પાણી હાજર છે. પણ નિયમ મુજબ ગાંઠ છોડવાની છે. ગાંઠ છૂટે તો મોંમાં પાણી પેસે ! પોતાથી પ્રયત્ન પણ થઈ શકે તેમ નથી. બીજાની મદદથી તો ધારેલી સિદ્ધિના સ્વામી બની શકીએ. પણ ગાંઠ ન છોડાય. એ સ્થિતિમાં પ્રાણ છૂટી ગયા ! પ્રતિજ્ઞાનો વિજય થયો અને પાણીનો પરાજય થયો. બહારની ગાંઠ ન ભેદાઈ, પણ અંદરની ગાંઠ - ગ્રન્થિનો ભેદ છૂટી ગયો. આત્મા કુમનુષ્યમાંથી નીકળીને સુદેવત્વને પામ્યો. તીર્થાધિરાજ શત્રુંજયની રક્ષા-સેવાનું કાર્ય કરવાની અનોખી તક મળી. કપર્દી યક્ષ બન્યા. આચાર્ય મહારાજ શ્રીધર્મઘોષસૂરીશ્વરજી મહારાજ પ્રત્યે ક્ષણેક્ષણ કૃતજ્ઞતાભાવથી સભર બનીને વંદના કરતા રહ્યા. એ મહાપુરુષના પ્રભાવે આ ઊંચાઈ મળી. એમણે દર્શાવેલા નજીવા ધર્મના પ્રતાપે આવી સ્થિતિ મળી. પ્રતિજ્ઞાનું દૃઢતાપૂર્વક પાલન સર્વ ગ્રન્થિથી મુક્ત બનાવ્યા વિના ન રહે. પ્રતિજ્ઞા ભલે નાની રહે, તેનું દૃઢ પાલન મનોબળથી થાય, તો આકાશને આંબે તેવા આંબા ફળે. પ્રતિજ્ઞા Pued Fo D- D His love was the the bis JPH 5 Jain Education International પાલનની આ વિશેષતા છે. તે આપણામાં આવે તો આપણે પણ કસોટીની કપરી વેળાએ પ્રભુકૃપાથી અચળ રહીએ, यः पूर्वं तन्तुवायः कृतसुकृतृलवो पूरितो दुरितौघैः, प्रत्याख्यानप्रभावादमरमृगदशामातिथेयं प्रपेदे । सेवा हेवाकाळी प्रथमजिनपदाभ्भोजयोस्तीर्थरक्षा - दक्षः श्रीयशराजः स भवतु भविनां विघ्नमर्दी कपर्दी | મૂળ પ્રાચીન શ્લોક – સ્તુતિ અને પદ્યાનુવાદ જે પહેલા વસ્ત્ર વણતાં વણકર જીવને, પાપમાં રાચતા’તા, નાનું એક, સાવ નાનું, અડગ મન વડે, અલ્પ સત્કૃત્ય કીધું; પ્રત્યાખ્યાન-પ્રભાવે દુરિત નિજ ઘટ્યું, તીર્થ યક્ષત્વ પામ્યા, સેવામાં સજ્જ એવા નિત, વિઘન હરો હૈ ! કપર્દી અમારા. Baha For Private & Personal Use Only fw fresh PD Pipe f-sale ne RE Ply કથા-પરિમલ : ૨૪૫ www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy