________________
2132
બન
alled
આપણે વણકર બન્યા કપર્દી પક્ષનો ઉત્સવ આન્તર ગાંઠ છૂટ્યાની વેળા
વર્તમાનમાં અવગુણના ઓરડા જેવા જણાતા જીવો પણ એકાદ ગુણનું પુષ્ટ આલંબન લઈને, દૃઢપણે તેને વળગી રહીને, દેહની મમતાના વળગાડને ઓળંગી જઈને, ક્ષણિક લાભના વળગણને તરછોડીને, સડસડાટ ઊંચે ને ઊંચે ચડતા હોય છે.
આવું જોવા મળે ત્યારે, એવું લાગે છે કે કોઈ પણ જીવની વર્તમાન વિષમ સ્થિતિ જોઈને તેની નિંદા ન કરવી, પણ તેનામાં રહેલી શ્રેષ્ઠ સંભાવનાની કલ્પનાને જીવતી રાખવી.
ન
જુઓ તો ખરા ! વણકરની જાત ! એને દિવસ-રાત શું કરવાનું ?
ગામના છેવાડે નાનું સરખું એક ઘર. ઘરને ઓટલે બેસી તાણો અને વાણો વણવાના.
રોજ રોજ નાના-મોટા વસ્ત્ર માટે કાપડ વણવાનું
૨૪૪: પાઠશાળા
ચાલે.
રસ્તે જતાં-આવતાં લોકોને ‘કેમ છો ? ભલા છો !’ એમ દિવસ આખો પૂછપરછ ચાલે.
ગામની ભાગોળેથી જ સાધુમહારાજ ખેતર ભણી
Jain Education International
ચૈ
રોજ વડીશંકા નિવારવા જતાં-આવતાં હોય તે બધાને આ વણકર જુએ, મનમાં હરખાય. બોલવાની ઇચ્છા થાય પણ કેમ કરી બોલાવું ? એવી અવઢવમાં રહે. મલકીને અટકી જાય ! એકવાર શુભ સંયોગ રચાઈ ગયો. બગાસુ ખાતાં પતાસુ મોંમાં પડે એવું બન્યું ! મહાપ્રભાવક આચાર્યશ્રી ધર્મઘોષસૂરિ મહારાજ વડના ઝાડ નીચે ઊભા હતા, વણકરના ઓટલાથી થોડે દૂર. પહેલાં આંખથી અને પછી સ્મિતથી કુશળપ્રશ્નની આપ-લે થઈ. પછી પણ, પૂછું ન પૂછુંની દ્વિધામાં અનાયાસે – ભાવિાર્થાનુસારેળ વાયુઋતતિ ખત્વતામ્ । (ભાવિકાર્યાનુસારિણી વાણી ઊછળતી દીસે) - સહજ પૂછ્યું ‘આપે તો ભગવાનનો ભેખ પહેર્યો છે તો આપ તો ભવ તરી જવાના; પણ અમારા જેવા તો રખડી જવાના’આવા મતલબનું બોલ્યા. કરુણાસાગર આચાર્ય મહારાજે કહ્યું : ‘એવું નથી. દરેક જીવોને પોતાના આત્માનું કલ્યાણ થાય એવા રસ્તા છે જ.' આવાં આશ્વાસનભર્યાં વચન સાંભળીને વણકરને ઉત્સાહ આવ્યો. ઓટલેથી ઊભા થઈ મહારાજની પાસે આવીને વિનયાવનત મુદ્રામાં ઊભા રહ્યા. મહારાજે કૃપા કરી, બોધ આપ્યો : ‘તમે પણ ધર્મ કરી શકો છે.’ વણકર કહે : ‘તમે તો કહેશો કે દારૂ, માંસ ત્યજી દો. અમારા જીવનમાં એ તો શક્ય નથી. આપ એવું કહો, જે મારાથી સુખેથી પાળી શકાય.' આચાર્ય મહારાજે જીવદળની કક્ષા જોઈને કહ્યું : ‘તમે ગંઠિસહિયં -નું પચ્ચક્ખાણ કરીને આત્માને કર્મથી હળવો બનાવી શકશો. કપડાના છેડે ગાંઠ વાળી રાખવી. એ ગાંઠ ખોલી ‘નમો અરિહંતાણં ' બોલીને જ આહાર-પાણી લેવાં. આવી પ્રતિજ્ઞાનું પાલન તમે સુખેથી કરી શકશો.' વણકરને આ સલાહ જચી ગઈ. પ્રતિજ્ઞાનું પાલન શરૂ થઈ ગયું. અપ્રમત્તપણે સહેજ પણ ભૂલ્યા વિના લીધેલું સાદું વ્રત પળાય છે. મનમાં દૃઢતા છે, આનંદ પણ છે.
મહિનાઓ અને વરસો વીતી ગયા; વૃદ્ધાવસ્થા પણ આવી. નિયમ અખંડિતપણે નિરપવાદ પળાય છે, ક્યાંય કચાશ નથી. એકવાર રાત્રે રોગનો હુમલો થયો છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org