________________
એક ઝેનકથા યાદ આવે છે.
એમાં આવતી પ્રાર્થનાના શબ્દો દીવા થઈને મારા ચિત્તના ઓરડામાં ઉજાસ પાથરી રહ્યા છે.
આપણે ઊજવીએ દાન-પર્વનો ઉત્સવ
એ ઉજાસ તમારા સુધી ફેલાવવો છે. વાત આવી છે :
વીસેક સાધુઓની એક મંડળી પ્રવાસમાં છે. સાંજ પડી રહી છે. સૂરજ ડૂબી રહ્યો છે.
સાંજનું ભોજન મળ્યું નથી. ભૂખ્યા રહેવાનું છે. ચાલતાં ચાલતાં રસ્તાની નજીક એક વિશાળ વડલો જોઈ ગુરુએ આદેશ કર્યો.
બસ ! રાત-વિસામો આ વડલા નીચે કરવાનો છે. શાખા-પ્રશાખાથી પથરાયેલા વડલા નીચે બધા સાધુઓએ સ્થાન મેળવી લીધું. હવે રાત પડી હતી. સૂતા પહેલાં ગુરુએ પ્રાર્થના કરી. :
હે પ્રભુ ! તું દયાળુ છે. ઉપકારી છે. આજની આપત્તિ કરતાં પણ ઘણી મોટી આપત્તિમાં અને મુશ્કેલીમાં તું અમને મૂકી શક્યો હોત; પરંતુ તે એમ નથી કર્યું. તારો આભાર !
શિષ્યોના કાને અથડાયેલા આ શબ્દોએ મનમાં વિષાદના વમળ સર્યાં :
ખાવાનું મળ્યું નહીં, ભૂખ્યા રહ્યાં. છતાં પ્રભુનો ઉપકાર ? આભાર ? આ કેવું ? સવાર થતાં આપણે આપણો રસ્તો બદલી લઈશું.
સૌ સૂઈ ગયા. રાત્રે ક્યાંકથી વાદળ ઘેરાયા. ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ઘેઘૂર વિશાળ વડલાના જાડાં પાંદડાંના જથ્થાએ વરસાદનું પાણી એની નીચે ન
૨૪૨: પાઠશાળા
Jain Education International
આવવા દીધું. પાણીનું એક પણ ટીપું નીચે સૂતેલાં સાધુઓ પર ન પડ્યું ! આબાદ રક્ષણ થઈ ગયું. શિષ્યવૃંદ સાચે જ પ્રભુનો ઉપકાર માનતું, વિસ્મય અનુભવવા લાગ્યું. પ્રભુનો પાડ માન્યો ! રસ્તો બદલવાનો વિચાર બદલાઈ ગયો ! આ ઉજાસ મારે ચોતરફ ફેલાવવો છે. કોઈએ આપણું નુકસાન કર્યું. આપણને પાયમાલ તો નથી કર્યા ને ? એ આપણને સાવ પાયમાલ પણ કરી શકતો હતો, છતાં નથી કર્યો.
કોઈએ આપણને કટુ વચનો કહ્યા. એથી પણ કડવા અને કઠોર વચનો કહી હૃદયને ઠેસ પહોંચાડી શક્યો હોત.
શરીર પર પ્રહાર કરીને અપંગ બનાવી શક્યો હોત. તેમ નથી કર્યું માટે તેને હું જતો કરું છું. માફ કરું છું. ભાઈ ! તું તો મારો મિત્ર ગણાયો. મિત્ર સાથે પ્રેમ હોય, વેર ન હોય. તારા કટુ વ્યવહારને હું ભૂલી જાઉં છું. તું પણ ભૂલી જજે. મારે વેર બાંધી દુ:ખી નથી થવું. તું પણ ન થતો.
ગુરુના શબ્દો યાદ આવે છે : હે પ્રભુ ! તું દયાળુ છે. ઉપકારી છે. તે વધુ મોટી આપત્તિમાં નથી મૂક્યા. તારો આભાર !
મારે નિર્મળ થવું છે. હળવા થવું છે. પ્રસન્ન રહેવું છે. તું મને મદદ કરજે.
મારે નથી વેર કદાપિ કોઈથી.
મારે નથી વેર કદાપિ કોઈથી.
મારે નથી વેર કદાપિ કોઈથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org