________________
કુટુંબોમાં જઈને નાના સમૂહો સમક્ષ પેલા લખાણોનાં થેલાંમાંથી શ્રોતાઓને અનુરૂપ પારાયણ કરવું.
આપણે વાત એ કરવી છે કે, દરેકે દરેક વ્યક્તિએ પોતાની વય-મર્યાદા સમજી એનો ખ્યાલ કરવો જોઈએ. સંસ્થામાં હોય તેમણે સંસ્થામાંથી, ઘરનાં નાના-મોટા કામ હોય તો તેમાંથી, અમુક હદ આવે ત્યારે તે પ્રવૃત્તિને સ્વેચ્છાએ છોડવી જોઈએ.
એકસરખો બોજો લાંબા સમય સુધી ખેંચે રાખવામાં આવે તો તે કામ ઢસરડો બની જાય છે. અંદરનાં હીર અને સત્ત્વ નિચોવાઈ જાય, જીવનનો રસ ઊડી જાય તેવું ન થવા દેવું જોઈએ.
તે માટે આપણે ત્યાં ઉચિત વ્યવસ્થા હતી જ. દીકરાના લગ્ન થઈ જાય એટલે પોતે ચતુર્થ વ્રત પાળવાનું શરૂ કરે.
વિસર્ગ કાળ અને આદાન કાળ - આવા બે શબ્દ ઋતુઓ માટે આયુર્વેદમાં વપરાયા છે. શિયાળો આદાન કાળ. આદાન એટલે ગ્રહણ કરવું. બાકી વિસર્ગ કાળ. વિસર્ગ એટલે વિસર્જન – વહેંચવું. આ બન્ને શબ્દો જીવનના સંદર્ભમાં આજે જોવા છે.
શૈશવ અવસ્થા એ જીવન-તત્ત્વનો આદાન કાળ છે. બાળક જન્મે ત્યારથી માતાથી શરૂ કરીને કેટકેટલાના વાત્સલ્યના અમીનું આકંઠ પાન તે કરે છે, કરતો રહે છે અને તેનાથી તે પુષ્ટ થાય છે. ‘સ્નેહ નજર નિહાળતાં વાધે બમણો વાન' એ ઉક્તિ મુજબ સ્નેહભીની નજર વાનને-શરીરને વધારે છે અને બાળક વૃદ્ધિ પામે છે. આ કાળ આદાનનો એટલે કે ગ્રહણ કરવાનો કાળ છે. એની વય વધતાં એ વૃદ્ધ થતાં તેનો વિસર્ગ કાળ, એટલે દાન કરવાનો – વિસર્જન કરવાનો કાળ શરૂ થાય છે. જે વાત્સલ્યના અમૃત એણે ખોબે ખોબે પીધાં હતાં; જે રીતે વાત્સલ્યના અમૃતનો ભંડાર ભર્યો હતો, તે હવે લૂંટાવાનો અવસર છે. વૃદ્ધાવસ્થા એ વહાલ વરસાવવાનું ક્ષેત્ર છે. જે જે મળે તેને પ્રેમપૂર્વક હેતપૂર્વક વહાલપૂર્વક બોલાવવા. પૂછવું – કેમ છો ! સારું છે ! અમી નીતરતી આંખે જોઈ, પ્રેમભીની જીભથી વહાલનું દાન
૨૩૬ : પાઠશાળા
વાત્સલ્ય : વૃદ્ધત્વની શ્રેષ્ઠ શોભા
Jain Education International
દીકરો ધંધો સંભાળવા માંડે એટલે પોતે દુકાનના કલાકો ઘટાડી દે. દીકરો પૂછે એની સલાહ સરખી આપે અને સ્વયં આત્માભિમુખ થઈને ધર્મ પ્રવૃત્તિમાં વધુને વધુ ઊતરતા રહે. સાઠ વર્ષની વય થાય એટલે કોઈના પણ લગ્ન-પ્રસંગમાં જવાનું ટાળે, માંદગી-મૃત્યુ જેવા ગંભીર પ્રસંગોમાં પહેલા જઈ ઊભા રહે.
આમ તે તે વયના ધર્મ પાળવા માટે સદા ઉદ્યત બનતાં રહેવું જોઈએ.
આ ‘વયોધર્મ’ ઓળખી લેવો જોઈએ અને તે પાળવો જોઈએ.
કરવાનું. એમ વૃદ્ધત્વને શોભાવવાનું છે. વાત્સલ્યના દાનથી વૃદ્ધત્વ શોભે છે – શાલીન બને છે. આવા વૃદ્ધ-જનને સહુ આવકારે છે. અને આ રીતે તે કરજમુક્તિ - ઋણમુક્તિ અનુભવે છે. ઋણ મુક્તિનો આથી વધુ સારો બીજો મારગ કયો મળે ! જે લીધું તે વ્યાજ સાથે નિર્વ્યાજપણે દીધું. વૃદ્ધત્વ પણ આમ ઊજળું બને છે.
બોખું અને કરચલીવાળું મોં સ્મિતથી મઢ્યું-મસ્સું કેવું નરવું સુંદર અને સોહામણું લાગે ! દાદા દેવસૂરિ મહારાજ છેલ્લા વરસોમાં એ રીતે વાત્સલ્યનો ધોધ વરસાવતા જ રહ્યા. પાત્ર-અપાત્રના ભેદ વિના તેઓએ વાત્સલ્યની ગંગા વહાવી બધાને સ્નેહથી ભીંજવ્યા – નવરાવ્યા.
દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં એટલી પોચી જમીન જોવા મળે છે કે એમાં નાની કાંકરી પણ ગોતી ન મળે. તેમ દાદાના હૃદયમાં કોઈના ય પ્રત્યે કડવાશનું નામનિશાન ન મળે, નબળો ભાવ ન મળે. વૃદ્ધત્વ એમનો શણગાર બની રહ્યું.
વાત્સલ્યના પ્રભાવે તેઓ અનેકના હ્રદય સિંહાસન ઉપર સ્વયં વિરાજીને ચિરકાળ જયવંતા રહેશે.
For Private & Personal Use Only
www.jainelibrary.org