SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરના બજવૈયાને કાન દઈને સાંભળીએ પરમ ૠષિ મુનિવરો આત્મકલ્યાણની સાધનામાં મગ્ન બને અને પોતાના આત્માને ભંડકિયામાંથી બહાર કાઢીને સાત માળની હવેલીમાં ઝળાંહળાં થતાં અજવાળાંને ભેટે, કારણ કે તેવા પુરુષોના જીવનમાં ‘આજ અચાનક અજવાળાંનાં ઉઘડ્યા સાત કમાડ' (કવિઃ લાલજી કાનપરિયા) જેવું બનતું હોય છે. એ અજવાળું પોતાને લાધી ગયા પછી તેઓ તરત જ બીજાના ચિત્તમાં અનાદિથી સંઘરાયેલું અંધારું ઉલેચીને અંતરના એ ઓરડાને અજવાળવામાં જ મગ્ન બની જાય છે. છૂટે હાથે અને મોકળે મને તેઓ એ બધું વહેંચવા માંડે છે સામાન્ય માણસને જે ચિંતન ક્યારે પણ સુલભ ન હોય તેવા સહજ ચિંતનનો ચરખો તેઓના ચિત્તમાં ચાલતો હોય છે અને નિષ્કર્ષનું વસ્ત્ર તૈયાર થતું હોય છે. આજે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રકાશિત કરેલું એવું જ એક ચિંતન આપણે વિચારવું છે અને તેનું મનન કરવું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના બત્રીસમાં અધ્યયનમાં મનુષ્ય જાતના અનાદિ અને ગંભીર પ્રશ્નોના પાયાથી વિચારીને તેના ઉકેલ આપ્યા છે. મૂળ ગાથા આ પ્રમાણે છેઃ दुक्खं हयं जस्स न होइ मोहो, मोहो हओ जस्स न होइ तहणा तहणा हया जस्स न होइ लोहो, लोहो हओ जस्स न किंमणाइ અર્થ:- ખૂબ જ ઊંડા વિચારને અંતે આ શૃંખલા ક્રમે દોષ-શ્રેણિ ગોઠવાઇ છે. કાર્ય-કારણ ભાવ પણ Jain Education International એકદમ બંધ બેસતો જ દેખાય છે. આપણને જેનો ચિરકાળથી પરિચય છે તે દુઃખનું મૂળ તો મોહ (અજ્ઞાન) છે. મોહનું કારણ તૃષ્ણા અને તૃષ્ણાનું મૂળ કારણ લોભ છે. આ ક્રમને ઉત્પતિ ક્રમ કહેવાય તો તેના વિલયનો ક્રમ અહીં બતાવ્યો છે તે છેઃ દુ:ખ તેનું હણાયું જેનો મોહ ગયો, મોહ તેને નથી હોતો જેને તૃષ્ણા નથી; તૃષ્ણા તેની ગઇ છે જેને લોભ નથી અને જેનો લોભ ગયો તેના તો બધાં જ દોષ-પાપ ગયાં. કહ્યું છે કે તોમ મૂલાનિ પાપાનિા (બધાં પાપનું મૂળ લોભ છે.) આ તો ઋષિવાણીની વાત થઇ. હવે આપણે આપણી વાત કરવી છે. બે શબ્દોની જ આ વાત છે. તૃષાથી આરંભ છે અને તૃપ્તિમાં પૂર્ણતા કરવી છે. તૃષ્ણા તે દુઃખનો પર્યાય છે અને તૃપ્તિ(સંતોષ) સુખનું બીજું નામ છે. આજના માણસનું આબેહૂબ ચિત્ર એક કવિએ આમ દોર્યુ છે ઃ મૂકી છે દોટ બન્નેએ, હવે જે થાય તે સાચું; જમાને ઝાંઝવા રૂપે, અમે તરસ્યા હરણ રૂપે. આ તરસ્યું હ૨ણ પાણી માટે દોડે તે બરાબર છે પણ પાણી હોય તે દિશામાં જ દોડ સાર્થક બને. આ તો ઝાંઝવા તરફની દોડ છે. આશ્ચર્ય તો એ છે કે પાણી હોય ત્યાં દૂરથી જે પાણી દેખાય તેની સરખામણીમાં; પાણી ન હોય ત્યાં પાણી વધારે દેખાય; ચળકતું દેખાય. એટલે દોટમાં વેગ આવે. સરવાળે તો હાંફી For Private & Personal Use Only મનન:૨૨૫ www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy