________________
ધર્મની પરિભાષા યાદ રાખવાનો સરળ ઉપાય
બહુ ભણેલા ભૂલે ત્યારે એકડા-બગડાનું ગણિત ફરીથી શીખીએ. આ સાદું અંકજ્ઞાન ભૂલેલાં ભટકેલાને ફરી સંસ્કારની સીડીએ ચડાવશે.
૧ -- આત્મા એક છે. તેને સંસારનું પરિભ્રમણ કરાવનારા ૨ - રાગ-દ્વેષ બે છે. તેનાથી મુક્તિ મેળવવા માટે જીવે ૩ -- જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણેની આરાધના કરવી જોઈએ. તે ન થાય તો છેવટે ૪ -- દાન, શીલ, તપ, ભાવ એ ચાર પ્રકારના ધર્મની ઉપાસના કરવી. ધર્મ પામવો છે?
૫ -- પંચપરમેષ્ઠિને હૃદયમાં ધારણ કરવા જોઈએ. તે કર્યા પછી ૬ -- છ કાયના જીવોની રક્ષાનું કાર્ય કરવું જોઈએ. તેનાથી ૭ -- સાત ભયનું નિવારણ થાય છે, અને સાત ક્ષેત્રમાં પ્રીતિ થશે. તેને સુદ્રઢ કરવા માટે ૮ -- અષ્ટ પ્રવચન માતાનો આદર કરવો જોઈએ. તે માટે બ્રહ્મચર્યની ૯ -- નવવાડો પાળવી જોઈએ. તેમાં શક્તિ ઓછી પડે તો ૧૦ -- દશ પ્રકારનો યતિધર્મ આદરવો જોઈએ. તે ન થાય તો શ્રાવકની ૧૧ -- પડિમાને વહન કરવી જોઈએ. તેમાં શક્તિ ઓછી પડે તો ૧૨ -- બાર વ્રતની પાલના કરવી જોઈએ. તે વ્રત પાલન કરતાં જીવ સમજીને ૧૩ -- તે કાઠિયાને ત્યાગ કરવાના છે અને અંતે ૧૪ -- ચૌદ ગુણસ્થાનકોમાંથી પસાર થઈ ૧૫ -- પંદર ભેદમાંથી કોઈ પણ એક ભેદે સિદ્ધ થવાનું છે.
દ
આ રીતે, બાળકને લખતાં પણ ન આવડ્યું હોય એ ઉંમરે ધર્મની આરાધનાનો ખ્યાલ
આપે એવી પારિભાષિક સંજ્ઞાઓથી તે વાકેફ થઈ શકે છે.
મનન : ૨૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org