SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન શ્રી સંઘમાં છેલ્લા છેલ્લા વર્ષમાં નૈમિત્તિક અનુષ્ઠાનો પૂરબહારમાં ખીલ્યા છે. ઉપદ્યાન, સામુદાયિક ઓળી, છ'રી પાળતાં સંઘ, કંઠાભરણ તપ,શ્રેણિતપ, સિદ્ધિતપ, વગેરે નૈમિત્તિક અનુષ્ઠાનોનો શંખ ગામો-ગામ દર વર્ષે ફૂંકાય છે. આ સરખામણીએ, પહેલાં થતા હતા તે નિત્ય તપો, જેવા કે ઃ રાત્રિ-ભોજન ત્યાગ, ઉકાળેલું પાણી, બ્રહ્મચર્યપાલન, બહેનોનું અંતરાયપાલન, અભક્ષત્યાગ, વિદળત્યાગ, કંદમૂળત્યાગ વગેરે નિત્ય અનુષ્ઠાનો હવે સીદાવા લાગ્યા છે ! અભંગ દ્વાર ‘પાઠશાળા' : મારું એક સ્વપ્ન નૈમિત્તિક અનુષ્ઠાનો થવા જોઈએ, ખૂબ થવા જોઈએ, પણ તે બધા નિત્ય અનુષ્ઠાનોમાં કારણ બનવા જોઈએ. ઉપઘાનતપ કરે તેને કાયમ સચિત્તનો ત્યાગ હોવો જોઈએ. માસક્ષમણ કરે તેને કાયમી ધોરણે ઉકાળેલું પાણી પીવું જોઈએ. અઠ્ઠાઈતપ કરનારે હંમેશને માટે ચાતુર્માસ દરમિયાન રાત્રિભોજનનો ત્યાગ હોવો જોઈએ. આ રીતે જો થાય તો ધર્મના મૂળ જીવનમાં ઊંડા ઊતરે. પરંતુ આજકાલ આ નિત્ય અનુષ્ઠાનોના મૂળ હેતુનું જ્ઞાન ન હોવાના કારણે ઉપેક્ષા થતી હોય તેમ લાગે છે. સરવાળે પાપભીરુતા વગેરે અંતરંગ ધાર્મિકતા લુપ્ત થતી જોવા મળે છે. બીજી બાજુ, જો શ્રીસંઘને વિશાળ એવા ત્રણ ભાગમાં વહેંચીએ તો, એક વર્ગ છે જ્ઞાનરૂચિ વાળો. તેને વ્યાખ્યાન શ્રવણમાં રૂચિ-રસ હોય છે. તે સાંભળવા માટે આવે છે. બોધદાયક અને વિચારપ્રેરક ઉત્તમ વચનો સાંભળવાની તે ઈચ્છા પણ રાખે છે. તેની પાસે અપેક્ષિત ઊંડો બોધ ન હોવાને પરિણામે, તેને શ્રવણક્રિયા જ થાય છે ! બુદ્ધિમાં કશું ટકતું નથી. શ્રવણકળાને અંતે શ્રવણયોગ સિદ્ધ થવો જોઈએ તે થતો નથી. એક દાખલો લઈએ. પર્વાધિરાજના દિવસોમાં ગણધરવાદના વ્યાખ્યાનોમાં તે મોટી આશાએ આવે છે. શહેરોમાં તો ગણધરવાદનું વ્યાખ્યાન સાંભળવાનો મોટો ક્રેઝ હોય છે, તેથી મોટી સંખ્યામાં આવે છે. ત્રણ કલાકના શ્રવણ પછી તે શું લાભ પામે છે ? જો તેની પાસે ‘આત્મા છે, તે નિત્ય છે, કર્મનો કર્તા છે, ભોક્તા છે, ૨૧૦: પાઠશાળા Jain Education International મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે' આવા ષડ્થાન વગેરેનો અભ્યાસ હોય તો તેને જરૂર લાભ થાય. પણ તેની પાસે જ્ઞાન ખાતે સિલકમાં કશું હોતું નથી. બીજો વર્ગ છે ક્રિયારૂચિ વાળો. તે વર્ગ ક્રિયા કરતાં કરતાં તે ક્રિયાને ક્રિયાકાંડ બનાવી દે છે. ક્રિયાનું ક્રિયાયોગમાં પરિવર્તન થતું નથી. ક્રિયાવિધિમાં અપેક્ષિત બહુમાન ઔચિત્ય જોઈએ તે નથી હોતું. અરે ! તે ક્રિયાઓના અર્થરહસ્ય-હેતુ સુદ્ધાં જાણવાની જિજ્ઞાસા હોતી નથી. એવા જ્ઞાનની દિશામાં પ્રયત્ન જ નથી હોતો. ત્રીજો એક વર્ગ છે ધ્યાનરૂચિ વાળો. તેને યોગ, અધ્યાત્મ, ધ્યાનમાં રસ-રૂચિ હોય છે અને એ અપેક્ષા લઈને જ તે આવતો હોય છે. તેને અહીં કશુ સંતોષકારક મળતું નથી. ધ્યાનને બદલે ધમાલ દેખાય છે. તેથી તે બીજે, વિપશ્યના, પ્રેક્ષા, અગાસ જેવા વિકલ્પ તરફ વળી જાય છે. આવા ત્રણેય વર્ગની સમસ્યાનો ઉપાય અને ઉકેલ માત્ર એક જ છે -- ‘પાઠશાળા’. જાણીતા દુહામાં બતાવેલી ચાર સમસ્યા - ‘પાન સડે, ઘોડા હડે, તવા પર રોટી જલે અને વિદ્યા વિસર જાય’ –નો એક જ જવાબ છે ‘ફેરી નહીં’ એ · મુજબ આપણી ત્રણેય સમસ્યાનો એક જ જવાબ છે, એ છે ‘પાઠશાળા’. આ પાઠશાળાનું પણ જીર્ણોધ્ધારકાર્ય થવું જરૂરી છે. તેનો ઢાંચો તળિયાથી ટોચ સુધી બદલવો અનિવાર્ય છે. પહેલી વાત એ કે તેનું સ્વતંત્ર મકાન હોવું જોઈએ. ગમેત્યારે ગમે તે સમયે ત્યાં ભણવા જઈ શકાય એવી ગોઠવણ હોવી જોઈએ. જો આયંબિલખાતાનું સ્વતંત્ર મકાન હોય તો શ્રીસંઘના મૂળના સિંચન જ્યાં થાય છે તે પાઠશાળાનું સ્વતંત્ર વિશાળ મકાન કેમ નહીં ? તેને હવે અગ્રતાક્રમ આપવો જ પડશે. દાનનો મોટો પ્રવાહ હવે જ્ઞાનના ક્ષેત્રમાં વાળવાની તાતી જરૂર જણાય છે. પાઠશાળાના મકાનમાં સર્વાંગસંપૂર્ણ ગ્રંથાલય પણ હોવું જોઈએ. ગ્રંથાલય તો મારું એક સપનું છે; તે ચોવીસે કલાક ખુલ્લુ રહેવું જોઈએ. ચોવીસ કલાક ખુલ્લી રહેતી દવાની દુકાન હોય તો ગ્રંથાલય ને પાઠશાળા કેમ ન હોવા જોઈએ ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy