________________
કો'કનાં તે વેણને, વીણી-વીણીને વીરા ! ઊછીઊધારાં ન કરીએ;
પોતાને તુંબડે, તરીએ
હૈયે ઊગે; એવી હૈયાની વાતને ફૂલ જેમ, ફોરમતી ધરીએ.
કોયલ તો કોઈનો ટહૂકો ન માગે ને
મોરલો કોઈની ન કેકા; માનવીનું કાળજ તે કેવું કર્યું પીડ પોતાની, પારકા કા ! પોતાની વાંસળી, પોતે બજાવીએ ને રેલાવી દઈએ સૂર; ઝીલનારું એ ઝીલી લેશે, ભલે પાસે જ હોય કે દૂર. રૂડા - રૂપાળા સઢ કો'કના શું કામના ? પોતાને તુંબડે તરીકે; ઓલ્યા તો મોતમાં જીવી ગિયા, વીરા, ‘જીવતાં’ ન આપણે મરીયે. મકરંદ દવે
એક શિલ્પીને તેના પ્રશંશકે પૂછ્યું કે તમે કેવા કેવા સુંદર શિલ્પ કંડારો છો ! પાષાણ ખંડને અમે જોયો હોય છે તેમ તમે પણ જુઓ છે. જ્યારે તમે એને અડો છો ત્યારે એમાં ચમત્કાર સર્જાય છે.
આનું કારણ શું ?
ઉત્તરમાં શિલ્પીએ વિનમ્રભાવે કહ્યું : પાષાણમાંથી પ્રતિમા બનાવવા માટે હું કશું જ કરતો નથી, મને એ પાષાણ ખંડમાં પ્રતિમા દેખાતી હોય છે અને એની આજુબાજુનો વધારાનો ભાગ હોય છે તે બધો ટાંકણાંથી દૂર કરી દઉં છું એટલે પ્રતિમા બહાર
દેખાઈ આવે છે.
કેવો માર્મિક અને સચોટ ઉત્તર ! ઉત્તમ વ્યક્તિત્વ માટેનો પણ આ જ ઉત્તર છે ! ઉમદા જીવનના કોઈ સ્વામીને પૂછવામાં આવે તો તેમનો ઉત્તર પણ આવો જ હોય : મેં કશું વિશેષ કર્યું નથી, મારામાં જે-જે કુટેવ લાગી, મારા મૂળ સ્વરૂપને કુરૂપ
૧૯૦: પાઠશાળા
Jain Education International
કે વિકૃત બનાવે એવી જે જે વૃત્તિ કે પ્રવૃત્તિ મારામાં હતી તે દૂર કરી એટલે મૂળ સ્વરૂપ હતું તે નીખરી આવ્યું.
આપણા જીવનને કુરૂપ બનાવતી અનેક કુટેવ પૈકીની એક કુટેવ પર આંગળી મૂકીને કવિ કહે છે - વીરા. .! કેવું વહાલપભર્યું સંબોધન છે ! ‘ભાઈ’ કરતાં પણ ચઢિયાતું સંબોધન પ્રયોજીને કવિ કહે છે ઃ વીરા ! કોઈ અન્યના વેણને ઉછીના ન લઈએ. આપણા વેણ તો આપણા જ હોવા જોઈએ. જે હૈયે ઊગે તે જ હોઠે લાવીએ -કલમે ઉતારીએ.
એક વણજારાએ વેપારી પાસેથી પૈસા લેવા પોતાની મૂછનો વાળ ગિરવે મૂક્યો ત્યારે વેપારી કહે છે કે આ ‘વાળ’ તો વાંકો છે ! વણજારો કહે છે : વાંકો હૈ પણ માંકો હૈ. -વાંકો છે પણ મારો છે.
પેલા બાળકને જળદેવતાએ સોનાની કુહાડી આપી ત્યારે બાળકે કહેલું : મને તો ગમે મારી જ કુહાડી.
-એમ, આપણો શબ્દ આપણા હૃદયની કોડમાં ઘડાયેલો હોવો જોઈએ.આ સોનેરી સલાહને, ઋષિ તુલ્ય કવિ મકરંદ દવે, આપણી સમક્ષ જૂજવે રૂપે મૂકે છે. સલાહ છે પણ જરા જેટલો ભાર નથી. ફૂલની ફોરમ શી હળવાશ લઈને કાવ્યના શબ્દોને મહેકાવ્યા છે.
ફૂલ પોતાની ફોરમ ધરી દે છે, કોયલ પોતાનો જ ટહૂકો, મોર પોતાની જ કેકાથી ગગન ગજવે છે; એ ક્યારેય કોઈની પાસે માંગતા નથી. આનંદ પોતાનો તો અવાજ પણ પોતાનો. શી ખબર ! માણસનું કાળજું કેવું છે કે પીડા પોતાની હોય છે અને એની વાત એ અન્ય કોઈના વ્હેકામાં કરતો હોય છે. તરસ્યો માણસ ગામડાના અભણ માણસો સામે ‘વોટર, વોટર’ કરતો તરસથી તરફડતો રહે એવું !
એવું આપણાથી ન કરાય. આપણી વાંસળીમાં આપણો જ સૂર રેલાવીએ. જે કોઈ રસિયા હશે તે તેને ઝીલી લેશે. બીજાને સંભળાવવાનો અભરખો ન કરીએ; આપણા માટે જ ગાઈએ. ‘વસંતે પંચમાલાપે રસીલી કોકિલા કૂજે.' કોઈ સાંભળે કે ન સાંભળે એની એને પરવા નથી. નિજાનંદમાં મસ્ત રહીને તલ્લીન બનીને એ ગાયે જાય છે.
કવિ કહે છે કે આપણું તુંબડું હોય તો તરવા માટે તે જ તુંબડું ખપમાં આવશે. બીજાના રૂડા રૂપાળા સઢ હોય તે આપણને શા ખપના ? આટલું કહી છેલ્લે કવિ જીવનમંત્ર આપે છે : કેટલાયે નરવીરો ઝિંદાદિલીથી જીવ્યા અને મોતને પણ મીઠું બનાવી ગયા. આપણે પાકું લઈને જીવતાં જીવ શા માટે મરીએ ?
કાકાસાહેબનું આવું એક વાક્ય યાદ આવે છે : ‘અનુકરણ એ મરણ છે.’ પોતાનું જીવન તે જીવન. પરાયું, ઉછીનું તે મરણ. આપણે તો જીવીએ ત્યાં સુધી જીવંત રહેવાનું વરદાન લઈને જન્મેલા છીએ. કવિની હૃદય સરવાણીમાંથી પ્રગટેલી વાણી આપણા હૃદયમાં પણ ઊગે તેવું ઇચ્છીએ.
(અને તેથી આપણી અંદર પડેલી એક ટેવ ઓછી કરીએ.)
For Private & Personal Use Only
www.jainelibrary.org