________________
અંતરને અજવાળે વીરા !...પંથ તારો કાયે જા
.
પગલે-પગલે, સાવધ રહીને,
પંથ તારો, કાયે જા... પગલે-પગલે, સાવધ રહીને,
પ્રેમળતા, પ્રગટાવ્યે જા; અંતરને અજવાળે વીરા !
પંથ તારો, કાયે જા. કાંટા આવે, કંકર આવે, ધોમ-ધખંતી રેતી આવે;
ખાંડાની ધારે ને વારે, ધૈર્ય ધરીને, ચાલ્યો જા. શૌર્ય ધરીને, ચાલ્યો જા, ધીરજ તારી, -ખોતો ના; સ્વાર્થ સામે, -જોતો ના, શાન્તિ ને સેવાનો તું પાઠ સૌને, આખે જા. દુર્ગમ-પંથ, કાયે જા. અંતરને અજવાળે વીરા ! પંથ તારો, કાયે જા. કવિ: મુનિ સંતબાલજી
ગીતની કડી માત્ર ત્રણ છે પરંતુ, મુસાફરને રસ્તે ચાલવા માટે જરૂરી, હામ-હિંમતનું ભાતું બંધાવવા માટે પૂરતી છે. વિહારમાં જેમ માર્ગે ચાલવાનું છે તેમ જીવનમાં પણ ચાલવાનું - ચાલતાં રહેવાનું છે. પગલે-પગલે સાવધ રહીને ચાલવાનું છે. પ્રેમાળતા પ્રગટાવતાં ચાલવાનું છે. એક સુંદર વિચાર યાદ આવે છે :
પાછળ જોવું છે, તો જુઓ સમજણથી. આગળ જોવું છે, તો જુઓ શ્રદ્ધાથી.
આસપાસ જોવું છે, તો જુઓ પ્રેમથી. ચાલવું છે, તો અજવાળું જોઈશે જ. ખરું અજવાળું તો, અંતર-માંથી આવશે. એ અજવાળે, તારા પંથે તું આગળ ધપતો જા. રસ્તામાં કાંટા આવશે, કાંકરા આવશે. ભરબપોરે તપેલી રેતી આવશે; પણ ખાંડાની ધાર જેવા આ રસ્તે તું પૈર્ય ધરીને ચાલતો રહે. ધૈર્ય, તારું ચાલકબળ બનશે. ચાલનારમાં શૌર્ય પણ જોઈશે, એ ત્રીજી કડીમાં કવિએ ગાયું છે. ધીરજ ગુમાવ્યા વિના, સ્વાર્થવૃત્તિને આડે લાવ્યા વિના, શાન્તિ તથા સેવાના પાઠ શીખવતો જા. એવા પરોપકારના કાર્યથી, દુર્ગમ જણાતો પથ સહેલાઈથી પાર પામી શકીશ. આમ તો, આવા ગીતના અર્થ-વિવરણની જરૂર નથી; છતાં થોડા પૂરક ભાવો ગદ્યમાં આપ્યા હોય તો ગીત માણવામાં મદદ મળે અને શબ્દો, ભાવ અને લય હૃદયમાં વસી જાય.
1 ts
lilian
A
' ''
કનુ દેસાઈ
૧૮૦: પાઠશાળા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org