SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ માસ પોષનારીતિ અને વિહાર એ શ્રમણજીવનની સંજીવની છે. ભલે વિહાર એટલે ગંતવ્ય સ્થાને પહોંચવાનો રસ્તો ગણાય, એના દેખીતા લાભ ભલે નર્જરે ન ચડે; પરંતુ અનુભવે જ સમજાય એવા લાભ પાર વિનાના છે. અમે અમદાવાદથી ઇડર તરફના વિહારમાં હતા. ગાંધીનગર-બોરીજ થઈને ધણપ ગયા, રોકાયા. પ્રાંતિજનો વિહાર લાંબો છે; એટલે છાલા ગામે રાત્રિરોકાણ કરીએ તો, બીજા દિવસે વિહાર હળવો રહે. તેથી ધણપથી સાંજે વિહાર કર્યો. ફાગણ વદના દિવસો હતા. PP SIRISH છાલા ગામની ભાગોળમાં જ, સૂરજ આથમવાની વેળા આવી લાગી. એક ઘટાદાર વૃક્ષ નીચે બેસીને પાણી ચૂકવ્યું અને ગામમાં પેઠા. દેરાસર શોધ્યું. પીળી થરકતી દીપશિખાનું આછું સ્નિગ્ધ અજવાળું હતું. દેરાસરમાં પગ મૂકતાં જ, સામે પ્રભુજી પર નજર પડી. દૃષ્ટિ મળી ને આંખડી, હૈયું અને રોમરાજી હસી પડી. વાહ, વાહ ! બોલી જવાયું. શું પ્રભુજી ! શું એ મનમોહક મુદ્રાનો ઉઠાવ ! પ્રશમરસ વરસાવતાં નેત્રો ઉપર, નેત્રો ઠરી રહ્યાં; પલકારો ચૂકી જવાયો. શું સુંદર રૂપ ! નિરાભરણ સૌંદર્ય તે આ ! ‘અનલંકાર-સુભગઃ' - આ શબ્દો આવા પ્રભુજીના રૂપ અને સ્વરૂપ જોઈને જ લખાયા હશે ! રૂપ તારું એવું અદ્ભુત, પલક વિણ જોયા કરું; નેત્ર તારાં નીરખી-નીરખી, પાપ મુજ ધોયા કરું. હૃદયના શુભ ભાવ પરખી, ભાવના-ભાવિત બનું; ઝંખના એવી મને કે, ‘હું ’ જ, તુજ રૂપે બન્યું. ત્યાંથી ખસવાનું મન ન થાય. મનને ત્યાં જ મૂકી વિહારમાં પ્રભુદર્શન – ૧ અખિયાઁ હરખણ લગી ! ૧૭૮ : પાઠશાળા Jain Education International ઉપાશ્રયે ગયા. વળતે દિવસે સવારે ફરીથી ભાવભરી ભક્તિ કરી અને કૉલ માગ્યો : કઈયે, હો પ્રભુ ! કઈયે, મ દેશ્યો છેહ, દેજો, હો પ્રભુ ! દેજો સુખ, દરસણ તણો જી, (ઉ. યશોવિજય) (પ્રભો ! ક્યારે પણ છેહ ન દેશો અને દર્શન-સુખ દેતા રહેજો.) પ્રભુએ વિનતડી સ્વીકારી ! અને મનોમંદિરમાં એ પ્રભુજીની પ્રતિષ્ઠા કરીને પછી જ અમે પ્રાંતિજ તરફ વિહારનાં પગરણ માંડ્યાં. આવા ગામમાં વિહારના નિમિત્તે જ જવાનું થયું અને શાન્તિના સરોવ૨ સમા પ્રભુજી સાથે નેડો બાંધવાનું મળ્યું. કેટલો મોટો લાભ, આ શ્રમણ-જીવનના ભાગરૂપ વિહારથી થાય છે ! હજુ પણ પેલી પંક્તિની જેમ : આંખ જ્યાં મીંચું છું સ્વામી ! તમને નિહાળું છું; રૂડું-રૂડું રૂપ તમારું, નીરખીને હરખાઉં છું. (પ્રવીણ દેસાઈ) નીરખત નયનાનંદ અને તેથી જ અનિમેષ દર્શનીય એ પ્રભુજીના સ્મરણથી પણ, મનને ટાઢક વળે છે. ઉ. માનવિજયજી મહારાજની પંક્તિ છે ને : ટાઢક રહે તુજ સંગમાં, આકુલત સવિ મિટ જાય. હજુ પણ એ પ્રસન્ન મુદ્રા For Private & Personal Use Only યાદ આવે છે અને : સકલ સમતા સુર-લતાનો, તુંહી અનુપમ કંદ રે; તુંહી કૃપારસ કનકકુંભો, તુંહી જિણંદ મુણીંદ રે ! jp જ્ઞાનવિમલ સૂરિજીની આ પંક્તિ મનમાં ઝબૂકી જાય છે. ઝૂકી-ઝૂકીને પ્રભુજીને પ્રણામ થઈ જાય છે. www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy