________________
ખૂણો ભીનો કર્યા વિના પોતાના પતિની આંખમાં આંખ પરોવીને આરાધના કરાવી. યુગબાહુને પૂછી પણ લીધું : મનમાં શું ચાલે છે ?
અર્હત્ પ્રભુનું સ્મરણ ચાલે છે. દેહની વેદના મનમાં નથી. એ વેદના દેનાર પણ મનમાં નથી. મારા આત્માના તારણહાર પ્રભુ જ મારા મનમાં છે.
આમ શુભભાવોમાં રમતાં રમતાં દેહનો ત્યાગ થયો. યુગબાહુનું મૃત્યુ ધન્ય બન્યું. મૂકવાજેવું બધું મૂકીને જાઉં છું એવા ભાવ સાથે ગયા. મદનરેખાના હૈયામાં પણ, આવેલા દેખાતા દુઃખનો અનુભવ નથી પણ યુગબાહુને સમાધિનું દાન આપવાનો આનંદ હતો. આજુ બાજુ માણસોની તપાસ કરી, તેઓને અગ્નિસંસ્કારની સૂચના આપી અને મનમાં થયું કે મારે જલદીથી આ નગરીની સીમ છોડીને નીકળવું જોઈએ. શી ખબર ! મણિરથ હવે પોતાની લાચારીનો લાભ શું ન લે ?
પ્રભુના નામ-સ્મરણના અજવાળે-અજવાળે મદનરેખાએ કાળરાત્રી પાર કરી. ઉદરમાં રહેલા ગર્ભનો કાળ પૂર્ણતાને આરે હતો એટલે ચાલ ધીમી હતી. મન સ્વસ્થ અને શાંત હતું. વગડામાંથી વહી આવતા વાયુમાં જૂઈની સુગંધ આવતી હતી. બહિરંગ વિશ્વદર્શનનો આધાર મનોવિશ્વ છે. તેના પ્રભાવે જ ગાઢ અંધકાર છતાં ભયાનક અરણ્યમાં પણ મદનરેખાના મનમાં ભય ન હતો. તમરાંના ત્રમ-ત્રમ અવાજમાં લયબદ્ધ સંગીત સંભળાતું હતું. ચોપાસ શિયાળવાંની લાળી સંભળાતી હતી. મનમાં લેશ પણ ચિંતાની લકીર ફરકતી ન હતી. એકનો એક પુત્ર તો રાજ મહેલમાં છે, તે શું કરતો હશે, તેનું શું થશે -આવું કશું જ મનમાં નથી.
હળવે હળવે આકાશના તારા આછા થતા ગયા. ઉગમણી દિશામાં ઉજાશ પથરાયો. ઉદરમાંથી સંકેત આવતા હતાં. એક વિશાળ વૃક્ષ નીચે બેસી ગયા. શાંતિપૂર્વક પ્રસૂતિ થઈ. મનને જરા કળ વળી. હવે દેહશુદ્ધિ માટે જ્યાં નદી કે તળાવ હોય ત્યાં જવું પડે તેમ હતું. નવજાત શિશુને રત્નકંબલ ઓઢાડી, કેળના એક મોટા પાનમાં જતનથી વીંટાળી એની નાનકડી મુઠ્ઠીમાં એંધાણરૂપે યુગબાહુના નામની એક વીંટી મુકી. વનદેવતાને પ્રાર્થનાપૂર્વક બાળકની સુરક્ષાનું કામ સોંપી પોતે પાણીની શોધમાં ગયાં.
૧૬૨ : પાઠશાળા
Jain Education International
સંજોગો તો જુઓ ! આ ત૨ફ મણિરથે મોકલેલા મારા, યુગબાહુનું કાસળ કાઢી મણિથ પાસે આવ્યા ત્યારે, મણિ૨થનું સર્પ-દંશથી મૃત્યુ થઈ ગયું હતું ! કહેવત છે ને કે –
જેવું ઇચ્છો અવરનું તેવું પોતાનું થાય,
ન માનો તો કરી જુઓ, જેથી તુર્ત જણાય !
યુગબાહુની હત્યા, મણિ૨થનું મૃત્યુ, મદનરેખાનો નગર-ત્યાગ, પુત્ર-જન્મ --આ બધી ઘટના આંખના પલકારામાં બની ગઈ.
મદનરેખા નદીના જળમાં પોતાના દેહની શુદ્ધિ કરીને કાંઠે આવે તે ક્ષણે એક અજબ ઘટના બની. આકાશમાર્ગે જતાં એક વિદ્યાધરે મદનરેખાનું અદ્ભુત રૂપ-લાવણ્ય જોયું. તેના પર મોહી પડ્યો અને અપહરણ કર્યું.
આ બાજુ, જે બાળકને જન્મ આપીને ધરતીમાતાના ખોળે મૂક્યો હતો તેને, વહેલી સવારે વનવિહાર માટે નીકળેલા એક રાજા -પદ્મ૨થે જોયો. પાંદડામાં વીંટળાયેલું બાળક ખિલખિલાટ હસતું હતું. ગુલાબની પાંદડી-જેવી કોમળ, પગની પાનીને ઉછાળતું બાળક જોતાવેંત ગમી ગયું. વનદેવતાને પ્રણામ કરી, રજા માંગીને રાજાએ એ બાળકને લઈ લીધું.
રાજમહેલમાં એ બાળક રાણીના હેત-પ્રેમના અમી રસથી સીંચાવા લાગ્યું. લાડ-દુલારથી ઉછરવા લાગ્યું. કાળ, કુદરત અને કર્મનો કીમિયો કેવો આશ્ચર્યકારી છે ! કલ્પનાના પ્રદેશની પેલે પારની વાતો છે !
મદનરેખાના જીવનમાં કેવી કેવી દિલધડક ઘટનાઓ બનતી રહી ! પર્વતને ધ્રુજાવે એવાં એવાં વાવાઝોડાં ફૂંકાતાં રહ્યાં. આ બધાની વચ્ચે પણ મદનરેખાનું મન મેરુ જેવું અવિચળ રહ્યું. કયા અણુ-પરમાણુથી મદનરેખાના મનનું નિર્માણ થયું હશે ? ભલભલાના હૃદયનો બંધ તૂટી પડે અને પાંપણની પાળ તૂટીને દડ-દડ આંસુની ધાર ચાલુ થઈ જાય તેને બદલે હૈયું ભીનું હોવા છતાં આંખ કોરી રહે, બુદ્ધિ સ્વસ્થ રહે. આ વાત જલદી માન્યામાં ન આવે તેવી છે. આવું જોઈને કવિમુખેથી પંક્તિઓ સરી પડે ઃ
शायद लाखो नारी में अक ही नारी होती है । નૃત્ય હૈ નિલજા સાગર---ાહરા, ગૌવન, ગગન ઋી માંતિ હૈ।।
સ્ત્રીત્વની તમામ મર્યાદા ઓળંગીને સ્ત્રીત્વના સકલ ગુણોને ખીલવીને સ્ત્રી પૂર્ણ બને છે. પૂર્ણ સ્ત્રી દેવી છે. તેમાં માતૃત્વનાં દર્શન થાય છે. હૃદય શ્રદ્ધાથી ભરેલું હોય
For Private & Personal Use Only
www.jainelibrary.org