________________
હું તો, પતિના ઘરને વરી છું.'
ધન્ના - શાલિભદ્રના જોડિયા નામમાં શાલિભદ્ર જેવું જ, ધન્નાજીનું નામ પણ, યશસ્વી છે. એ ધન્નાજીને, આઠ પત્ની હતી : કુસુમપાલ શ્રેષ્ઠીની કન્યા કુસુમશ્રી, રાજગૃહી નગરીના રાજા શ્રેણિકની કન્યા સોમશ્રી, શતાનિક રાજાની કન્યા સૌભાગ્યમંજરી, ગોભદ્ર શેઠની કન્યા સુભદ્રા, જિતારીરાજાની કન્યા સુબુદ્ધિમંત્રીની કન્યા સરસ્વતી, પત્રમલશેઠની કન્યા લક્ષ્મીવતી, ધનકમશેિઠની કન્યા ગુણમાલિની. ઉપર, શિર્ષક પર અવતરણ કરેલા શબ્દો શાલિભદ્રના બહેન સુભદ્રાના છે. ધન્નાજીના જીવનમાં ભર્યા-ભાદર્યા ગૃહનો ત્યાગ કરવાના પ્રસંગ આવ્યા છે. તેવા એક પ્રસંગે, તેઓ રાત્રે ઘરને એમ જ મૂકીને ચાલી નીકળ્યા ! સવારે, રોજના ક્રમ મુજબ આઠેય પુત્રવધૂ સસરાજીને પ્રણામ કરવા આવી.
બધાંને બેસાડીને કહ્યું : “ધન્નાજી ઘર છોડીને ગયા છે. તે ક્યારે પાછા ફરશે તેની જાણ નથી. તમે તમારા પિતાજીને ઘેર સુખેથી જાઓ. ધન્નાજી આવી જશે ત્યારે તમને બધાને સમાચાર જણાવીશું, તે વેળાએ આવી પહોંચજો.’ બધી પુત્રવધૂઓ એક પછી એક, સસરાજીને ફરી પ્રણામ કરીને ચાલવા લાગી ત્યારે સુભદ્રા બેસી રહ્યા. સસરાજીને એમ કે એમને કાંઈ કહેવું હશે એટલે પૂછ્યું: ‘કહો, શું કહેવું છે ?” સુભદ્રા કહે : “પિતાજી ! મારે જવાનું નથી. મારે માટે તો આ જ પિતાનું ઘર છે. અહીં તો સારું જ છે; પરિણીત સ્ત્રી માટે પિયરની પથારી કરતાં, સાસરાની શુળ સારી. બીજું, માત્ર વરને હું વરી નથી. વરના ઘરને પણ વરી છે. તેથી, હું અહીં રહીશ અને તમારી સેવા કરીશ.' -સાંભળીને ધન્નાજીના પિતાની આંખ ભીની થઈ ગઈ. અને એમ જ બન્યું. ધન્નાજી પાછા મળ્યા ત્યારે પરિવારની સાથે એક માત્ર સુભદ્રા હતાં. ધન્ય! પુત્રસમોવડી પુત્રવધૂને ! ધન્ય ! તેની વિચારધારાને !
सुभाषितम्
मालिनी छन्दः
ગુજરાતી પદ્યાનુવાદ (માલિની). पथि पथिकवधूभिः सादरं पृच्छमाना વનમહીં ફરતાં, ત્યાં ગ્રામનારી પૂછે છે कुवलयदलनीलः कोऽयमार्ये तवेति । નીલકમલ-સમા જે, બાઈ ! તે શું તમારે ? स्मितविकसितगंडं व्रीड-विभ्रांत नेत्रं, સહજ સ્મિત કરીને, મુખ નીચું નમાવી
मुखमवनमयन्ती स्पष्टमाचष्ट सीता || નયન શરમ લાવી, સ્પષ્ટ દીધો જવાબ. શ્રી રામચન્દ્રજી અને સીતા વન વિહાર કરી રહ્યા હતા; ત્યાં કોઈ ગ્રામ નારી સીતાજીની નજીક આવી સ્ત્રી-સહજ પ્રશ્ન કરે છે: “આ શામળા વર્ણના જે ભાઈ છે તે, તમારા શું થાય?' સીતાજી એ સાંભળી શરમાઈ ગયા. મોં નીચું થઈ ગયું. બસ, આ રીતે એ બાઈના પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપ્યો. પૂછનારને ઉત્તર મળી ગયો! આ સંસ્કૃત સુભાષિતકાર અને આ ગુજરાતી સમશ્લોકી પદ્ય રચનાર બન્ને અનામી વિદ્વાન કવિનો આભાર. આ પ્રસંગે એક સંસ્કૃત પંક્તિ પણ યાદ આવે છે: તનાતીર્થે તૈયુવત: પતિ ક્ષાનયત્તિ |
સ્ત્રીનું ભૂષણ લજ્જા છે. આ લજ્જાને તીર્થ કહ્યું છે. તે લજ્જાવડે, કુલીન યુવતી પોતાનાં પાપ ધૂએ છે.
૧૪૬: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org