________________
આમ એકવાર જીર્ણોદ્ધારનું કામ જોવા આવ્યા હતા ત્યારે સાદડી ગામના આગેવાનોએ એક વાત પર ધ્યાન આપવા વિનંતી કરી : - આપણું સાદડી ગામ જોધપુર સ્ટેટમાં આવે અને સ્ટેટનો એક ઉતારો – વંડો, આપણા ગામના દેરાસરની બાજુમાં છે. રાજ્યના અધિકારી-માણસો અહીં આવે છે અને તેમના કર્મચારી માણસો આ ઉતારામાં રહેતા હોય છે. તેના દરવાજામાં ખાટલાઓમાં બધા સુતા હોય છે. સવારે આપણાં બહેનો દેવ-દર્શન કરવા જાય તો શરમ-સંકોચ થાય છે. ઘણીવાર તો પીધેલી હાલતમાં જેમતેમ પડ્યા હોય છે. અમે એક-બે વાર ધ્યાન દોર્યું પણ ગણકારતા નથી. આપ એ બાબતમાં કંઈક કરી શકો, તો સારું. વાત સાંભળી શ્રી કસ્તુરભાઈએ કહ્યું :
જો ધપુર સ્ટેટના મહારાજા આ તરફ આવવાના સમાચાર મળે, તો મને જાણ કરજો.
શેઠ કસ્તૂરભાઈ ખૂબ જ મિતભાષી હતા, પરિમિતભાષી હતા. જીભનો ઉપયોગ બહુ ઓછો કરતા, મગજ વાપરતા. વાતો ઓછી અને કામ વધુ.
રાજા સાદડી આવવાના છે. એ સમાચાર સાદડીના ગૃહસ્થોને મળ્યા; તેઓએ અમદાવાદ જાણ કરી, તારીખ જણાવી. શેઠ શ્રી કસ્તૂરભાઈ એ દિવસે સાદડી આવી પહોંચ્યા. મહારાજાને મળ્યા, ઔપચારિક વાતો થઈ. શેઠે કહ્યું કે અહીંયા શેઠ જમનાભાઈ ભગુભાઈના નામે નવી ધર્મશાળા બની છે તેનું ઉદઘાટન આપશ્રીના શુભ હસ્તે રાખવું છે. આપને અનુકૂળ હોય તે દિવસે રાખીએ. રાજાએ દીવાનને પૂછી નક્કી-દિવસ કહ્યો. સાદડી ગામના આગેવાનોની હાજરીમાં જ આ બધી વાતો થઈ હતી. ગામના માણસો તો, અચંબો પામ્યા ! ધર્મશાળા જેવા ધાર્મિક સ્થાનનું ઉદ્દઘાટન આવા પરધર્મી શિકારી, શરાબી, પરમાટી ખાનારના હાથે તો કેમ રાખી શકાય ? પરંતુ શેઠ શ્રી કસ્તુરભાઈના પ્રણય અને પ્રતાપ એવા કે એમની સામે કોઈ કાંઈ શબ્દ ન ઉચ્ચારી શકે !
ઉદ્ઘાટનનો દિવસ આવ્યો. અમદાવાદથી વહીવટદારો અને ઘણા મહાનુભાવો આવ્યા હતા. સાદડી ગામના બધા ગૃહસ્થો આવ્યા હતા. સમારોહ સુંદર રીતે સંપન્ન થયો. ભાષણ - હારતોરા ભેટ-સોગાદ અને એમ બધું સરસ પાર પડ્યું. જમણવાર પણ તૃપ્તિદાયક થયો. વિદાયની વેળા આવી. જોધપુરના મહારાજા આગતાસ્વાગતા અને સન્માનથી ગદ્દગદ થઈ ગયા. બધા છૂટા પડવામાં હતા. મહારાજાએ શેઠ કસ્તૂરભાઈને ફરી-ફરીને પૂછ્યું – કંઈ કામકાજ હોય તો કહેજો. જ્યારે શેઠને લાગ્યું કે ભૂમિકા બરાબર તૈયાર થઈ છે ત્યારે કહ્યું : અમારા સંઘના ભાઈઓ દૂર દૂર સૌરાષ્ટ્ર-ગુજરાતથી અહીં યાત્રાએ આવે છે, તેમને સાદડીમાં રાત રહેવું પડે છે પણ રહેવા માટે કોઈ જગ્યા નથી, બાજુમાં આ આપનો એક ડેલો છે, જો તે આપો તો અમારા યાત્રિકભાઈઓને સુવિધા રહે.
મહારાજાએ દીવાનને પૂછયું છે એવી કોઈ જગ્યા ? દીવાને હા કહી. મહારાજાએ કહ્યું : ભલે, આપી દો.
શ્રી કસ્તૂરભાઈએ તરત ગજવામાંથી કાગળ કાઢ્યો અને મહારાજાએ સહી કરી આપી. રાણકપુરથી સાદડી જઈ સ્ટેટના ડેલામાં રહેલા કર્મચારીને કાગળ ગાદ ી જ આટના રેલામાં છેલ્લા દશા બતાવ્યો. બે કલાકમાંડેલો ખાલી થઈ મળી ગયો ! જગ્યા કાયમને માટે મળી ગઈ! જિનાલય પાસેનું ન્યુસન્સ દૂર તો થયું, વધારામાં એ જગ્યા પણ મળી ! અન્ય કોઈ તરકિબથી આ કામ ન થયું હોત તે શેઠ કસ્તૂરભાઈની વિચક્ષણતાથી થયું.
સાદડી સંઘના ભાઈઓ કે જેઓએ કહ્યું હતું કે આવા પરધર્મીના હાથે ધર્મશાળાનું ઉદ્ઘાટન કેમ કરાવો છો ? એ બધાને, તેનો યોગ્ય જવાબ મળી ગયો હતો.
આવા વ્યસનીના હાથે આવું કામ ન કરાવાય એ ધર્મદૃષ્ટિએ સાચું, પણ શાસનવ્રુષ્ટિએ હેતુપૂર્વક અને શુભ આશયથી કરાવાયેલું આ કામ અને એ કરાવનારની દીર્ઘદ્રષ્ટિ કાબિલેદાદ છે.
રાણકપુર તીર્થના સંભારણામાં, ત્યાંની જમનાભાઈ ભગુભાઈની ઘર્મશાળાના પરિસરની મધ્યમાં છવાયેલા ઘટાદાર બકુલ (બોરસલી વૃક્ષ)ની સ્નિગ્ધ છાયા, મીઠી-માદક સુગંધ વેરતાં ઝીણાં ફુલોને જોયા-માણ્યા તે સંભારણું પણ જોડાયેલું જ છે. લાગ્યું હતું કે બકુલને મળ્યા વિનાની જાત્રા અધૂરી જ ગણાય. વર્ષો જુનું બકુલનું આવું ધીંગુ વૃક્ષ જવલ્લે જ જોવા મળે, તેમાં પણ રાજસ્થાનમાં તો ખાસ ! હવે રાણકપુર યાત્રાએ જાવ ત્યારે આ બકુલને અવશ્ય માણજો.
શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org