________________
અને એવા જ હર્ષથી ભીનાં ભીનાં નેત્રે આભૂએ ઝાંઝણના મનોભાવનું અભિવાદન કરતાં, તેમની હૃદયમંજૂષામાંથી : પ્રભુકૃપાથી તને પણ આવા ગુણની પ્રાપ્તિ થાઓ ! એમ મોતીની સેર જેવા શબ્દો સરી પડ્યા, જે સાચા થવા જ નિરમાયા હતા. આ શબ્દો સજીવ હતા, સપ્રાણ હતા. હૈયાના ભાવથી નીતરતા હતા.
ઝાંઝણે પ્રેમભર્યા હૈયે, આભૂશેઠની ક્ષમા માંગીઃ મેં તો છોકરમત કરી પણ આપ તો નગદ સોનું પુરવાર થયા ! આભૂશેઠે કહ્યું: આજે મારા મનના મનોરથ પૂર્ણ થયા. ઘણા વખતની ભાવના સફળ થઈ! તમે મને લાભ આપીને, ઉપકાર કર્યો.
ભીના હૈયે વિદાય માંગીને, માંડવગઢ પધારવાનું આમંત્રણ આપીને બધા રસ્તે પડ્યા. રસ્તે, બધા આ જ વાતો કરતા હતા. કોઈએ, જમતાં-જમતાં રસોઈના સ્વાદને કારણે, પત્નીને અને પીરસનારના હેત-પ્રીતના કા૨ણે માતાને વિસરી ગયાની વાત કરી. કોઈ કહે, આવા કમોદના ભાત તો ચાખ્યા જ નથી, શી એની મીઠાશ હતી ! કોઈ કહે, ઘીની શું કમાલ સોડમ હતી, હું તો નાકથી સૂંઘતાં-સૂંઘતાં જાણે પીવા જ માંડું એમ થઈ આવ્યું !
ભાઈ ! આપણને તો આ સદાકાળ યાદ રહેશે. કાળજે કાયમ માટે કોરાઈ જશે ! ધન્ય ઉદારતા ! ધન્ય ભક્તિ ! ધન્ય ઘડી ! આપણે આવું ક્યારે કરીશું ! – એવા-એવા મનોરથ સાથે, પોતાના ગામને પાદર પહોંચ્યા. સંઘ હેમખેમ પાર પડ્યો તેથી ઝાંઝણ ખુશ હતા. વળી મોંઘેરા આશીર્વાદની મૂડી ભેટ પામ્યા હતા; તેથી વધુ આનંદિત હતા. આ બીજ એવું વવાયું હતું કે, એ એક દિવસ રાજ્ય-વાત્સલ્યના ઘેઘૂર વટવૃક્ષ રૂપે પાંગરવાનું હતું.
આ ઘટના પછી, ઘણે વર્ષે આ પ્રસંગ બન્યો. વાત આમ બની હતી.
મંત્રીશ્વર ઝાંઝણે, માંડવગઢ-માળવાથી જૂનાગઢના શ્રી ગિરનારમંડન શ્રી નેમિનાથ ભગવંત અને ગિરિરાજશણગાર શ્રી ઋષભદેવ ભગવંતની યાત્રાનો સંઘ કાઢ્યો. શ્રમણ ભગવંત, શ્રમણી વર્ગ, શ્રાવક-શ્રાવિકા અને સાજન-મહાજન —બધાં મળીને સંખ્યાનો કુલ આંકડો બે લાખ આસપાસ પહોંચ્યો ! આવો ભવ્ય સંઘ માર્ગમાં આવતાં નાનાં-મોટાં અનેક તીર્થોને જુહારતાં, સ્પર્શના કરતાં તથા બન્ને મહાન તીર્થોની યાત્રા કરી, પુનઃ
૧૨૮ : પાઠશાળા
Jain Education International
માંડવગઢ તરફ આવી રહ્યો હતો. સંઘ ગુજરાતમાં આવ્યો; કર્ણાવતીને પાદર, સાબરમતીના વિશાળપટમાં પડાવ છે. હરખઘેલા બે લાખ યાત્રિકો, આચાર્યશ્રી ધર્મઘોષસૂરિ મહારાજની નિશ્રામાં તથા પૂર્ણ સફળતાની પૂર્વ-શરત જેવા, નિર ંકારી નેતૃત્વથી શોભતા, ઝાંઝણના સંઘપતિપણા હેઠળ કલ્લોલ કરતા હતા. ઝાંઝણની સાહસિકતા અને ચતુરાઈના ચમકાર તો, યાત્રિકોને રોજ રોજ જોવા-જાણવા મળતા હતા. એનાં ઔદાર્ય, શીલ અને સૌભાગ્ય એવા સિદ્ધ થયા હતા કે ધર્મઘોષસૂરિ મહારાજની વાણી પણ એવી વાતો કરતાં થાકતી ન હતી. એવામાં, એક બનાવ બન્યો.
કર્ણાવતીના રાજા સારંગદેવની પાસે, ઝાંઝણમંત્રી મોટું ભેટણું લઈને, પધાર્યા. રાજાએ પણ, સ્વાગત-સન્માન સાથે સત્કાર કર્યો. રાજા પાસે, ઝાંઝણની કીર્તિની વાતો તો પહોંચી હતી જ. રાજાને ઉમળકો આવ્યો ! મંત્રીશ્વર સંઘપતિ ઝાંઝણને આમંત્રણ આપ્યું કે, ‘ આવતી કાલે આપના યાત્રિકવર્ગમાંથી બે હજાર યાત્રિકો સહ, ભોજનસમયે આપ પધારો, આપણે સાથે ભોજન કરીશું.'
:
ઝાંઝણ વિમાસણમાં પડ્યા. રાજાએ ઝાંઝણ સંઘવીને આમ મૂંઝાયેલા જોઈને કહ્યું કે ઃ આ પ્રકારનું ઇજન, ક્યારેક જ અપાય છે; બીજા તો રાજાના આમંત્રણ તરત ઝીલી લેતા હોય છે; જ્યારે આપ આમ મૌન શું થઈ ગયા ! મનમાં શું વિમાસી રહ્યા છો ?
ઝાંઝણ કહેઃ રાજન્ ! બહુ મોટી મૂંઝવણ છે. મારા પ્રાણ-પ્યારા બે લાખ ભાઈ–બહેનોમાંથી હું કયા બે હજારને કહું ? મારી જીભ શે ઊપડે ? અન્યને રાજ્યના મહેમાન થવા માટે, બિનલાયક ગણું એ નહીં બની શકે.
સારંગદેવની સભામાં બેઠેલા મંત્રી, પુરોહિત, નગરશેઠ અને સૌ નગરજનો મંત્રીશ્વર ઝાંઝણની નીલમરત્નની વાળીથી શોભતી કર્ણપાલી, પાણીદાર આંખો, દૃઢતાસૂચક હોઠ અને શાંત અપાર્થિવ-તેજથી ઝગઝગાટ લલાટને વિસ્ફારિત નેત્રે નિહાળી રહ્યા ! શું સિંહ જેવી નિર્ભયતા ! શું સાધર્મિકપ્રેમની પરાકાષ્ઠા ! રાજાની વાતથી સહેજ પણ અંજાયા વિનાની દૃઢતા ! ઝાંઝણની વાત સાંભળી રાજા ક્ષણ-વાર તો, ડઘાઈ ગયા. પણ વળતી જ ક્ષણે રાજાની આંખમાં ચમક આવી. મનમાં યુક્તિ સૂઝી. કહ્યું: તો શું મારે તમને આમંત્રણ આપવું હોય તો તે માટે
For Private & Personal Use Only
www.jainelibrary.org