________________
પર્વાધિરાજ પર્યુષણાના કર્તવ્યમાં, જે સાધર્મિકવાત્સલ્યનું સ્થાન છે, તે ગૃહસ્થોને માટે, ઘણું મહત્ત્વનું છે. તેના લાભ વર્ણવતાં, યાવત્ તીર્થંકરપદવીની પ્રાપ્તિ જણાવી છે. આ ગુણના પાયામાં, ઔદાર્ય જોઈએ. હૃદયની વિશાળતા વિના, તે સંભવે નહીં. આ ગુણ, તેની પરમ અને ચરમ કક્ષાએ, સિદ્ધ-થયેલો વિરલ વ્યક્તિમાં જોવા મળે છે. તે પૈકીનું એક નામ, મધ્યકાળમાં ‘આભૂ’ સંઘવીનું છે. અને બીજું નામ મંત્રીશ્વર ઝાંઝણનું છે. આજે, આ બે મહાપુરુષની થોડી વાતોને, વાગોળવી છે.
સાધર્મિકવાત્સલ્ય, આભૂશેઠનું તો, –રાજ્યવાત્સલ્ય, મંત્રીશ્વર ઝાંઝણનું
વિક્રમની ચૌદમી સદીના, જૈન શ્રમણોપાસકોના ઇતિહાસનાં પૃષ્ઠો પર નજર ફેરવીએ; તો તરત, જે પહેલાં દશ નામો નોંધવાનું મન થાય; તેમાં મંત્રીશ્વર ઝાંઝણનું નામ તો, પહેલાં પાંચમાં સમાવવું પડે; કારણકે એક વ્યક્તિમાં એક–સાથે વિરલ-ગુણોનું દર્શન દુર્લભ હોય છે. તે જેવા સાહસિક હતા તેવા જ તે ચતુર હતા. જેવી ચતુરાઈ હતી; તેવી જ ઉદારતા હતી. એ ઉદારતાને શોભાવે તેવું, અણીશુદ્ધ-શીલ પણ હતું. એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે શ્રાવણ મહિનો, સુદી પક્ષ, સાતમ તિથિ અને સોમવાર આ ચારે ભેગા ક્યારે થાય ! ઝાંઝણશેઠમાં, આ ચારે, એક–સમયે મળ્યા હતા.
માતા પ્રથમિણી અને પિતા પેથડના સુભગ સંસ્કારોનું દર્શન, અહીં થતું હતું. કહેવાય છે કે, ભદ્રિક પિતાનાં સંતાન ચતુર હોય છે અને શીલવંતી માતાનાં સંતાન, શીલ સૌભાગ્યથી શોભતાં હોય છે. એ, અહીં તાદૃશ્ય થયું હતું. આભિજાત્યથી ઓપતું વ્યક્તિત્વ, સર્વત્ર સુવાસ ફેલાવતું હોય છે. કદાચ, કર્મયોગે વિપત્તિમાં ઘેરાઈ જાય; તો પણ તેની સુવાસ અકબંધ હોય છે કાંટા વચ્ચેના ગુલાબની જેમ !
૧૨૬ : પાઠશાળા
Jain Education International
--
ઝાંઝણ જ્યારે જુવાન હતા ત્યારે, નવાં-નવાં પુષ્કળ કૌતુક કરતા. તેમની રમૂજમાં પણ, ઊંડો અર્થ છુપાયેલો હોય ! એવું જ એકવાર, તેમના મનમાં સૂઝ્યું.
થરાદના આભૂશેઠની સાધર્મિકભક્તિનાં ચોમેર અને ચાર-મુખે વખાણ થતાં સાંભળેલાં. ઝાંઝણશેઠના હૈયે આ વાત ન જચી. ‘ના.. ના.. એવું તે હોય ? લોકો તો વાત જોડી કાઢતા હોય છે. વળી એમાં મીઠું અને મરચું પણ ગાંઠનું ભભરાવતા હોય છે ! આની તો ક્યારેક પરીક્ષા જ કરવી જોઈએ. આભૂશેઠ છે તો સજ્જન, ભલે થઈ જાય !' ‘ છેડ્યા ભલા સુજાણ’ એ ન્યાયે એક દિવસ નક્કી કર્યો. પરીક્ષા કરવી, તો પાકી જ કરવી. ટિપણામાં જોઈ, ચૌદશનો દિવસ લીધો. માંડવગઢથી નીકળી ચૌદશની સવારમાં થરાદના પાદરમાં પહોંચાય એમ ગોઠવ્યું, અને આવા, એકલા-તો હોય નહીં. એ તો નીકળે અને એની પાછળ ચાલનારો સંઘ આવી મળે ! પૂરા પંદરસો જુવાન તૈયાર થઈ ગયા. પાંચસો – પાંચસો જુવાનોનાં જૂથ એકપછી-એક ત્યાં પહોંચે તેમ પ્રયાણ કર્યું. બધા ઘોડે ચડીને નીકળ્યા. એક કાફલો પહોંચે, પછી બીજો અને પછી ત્રીજો —એમ ઠરાવ્યું. બરાબર ચૌદશે જ થરાદમાં દાખલ થયા. દેરાસર શોધ્યું. દેવદર્શન કર્યાં. ચાર-પાંચ સ્તુતિઓ લલકારી. બાજુમાં જ, પૌષધશાળા. આભૂશેઠ પક્ષીનો પૌષધ ઉચ્ચરીને રહેલા. તેમણે, આવા એક સાથે મોટી સંખ્યામાં મોટા અવાજે સ્તુતિ કરતા ઘણા બધા જુવાનોને જોયા. વિચાર્યું : આ બધા તો પરગામથી આવ્યા લાગે છે. મારા ગામના અતિથિ તે મારા અતિથિ. પરોણા તો ક્યાંથી આવે ! કહ્યું છે ને ચઢતા દિનનું પારખું, નિત આવે મહેમાન. ભલે, ભલે.
જુવાનો, મસ્તીના તોરમાં રંગમંડપની બહાર આવ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org