________________
તો પેથડ જેવા નિઃસ્પૃહ જ કરી શકે.
રાજાને આ મહામૂલ્યવાન ભેટ તો મળી; પરંતુ, એ ટકી નહીં, અપાત્ર ઠરી! પેથડશા જેવી, હૃદયની વિશાળતા
ક્યાં? રાજા પોતે માની ન શક્યા અને સ્વયં પરીક્ષા કરવા ગયા અને ચિત્રાવેલી ગુમાવી દીધી!
આપણે સ્વયં તરફ આંગળી ચીંધીને જોવાનું છે. વિચારવાનું છે. આપણે કોઈને ફોન નંબર લખવા માટે પેન આપીએ, તો તેનું ઢાંકણું આપણી પાસે રાખીએ ! પેથડમાં શ્રાવકપણું કેવું ખીલ્યું હશે ! ચિત્રાવલી જેવી મૂલ્યવાન ચીજ સામેથી આપવાનું મન થયું. આ પ્રસંગ અને તેની મનોભૂમિ સમજી શકીએ તો, આપણા ચિત્તમાં પણ, ઉદારતાના એકુરો. ઊગે. સાર્થકતા તો એમાં જ છે ને?
ધર્માનુરાગિણી અને ધર્માનુસારિણી પત્ની પ્રથમિણીદેવીએ, હર્ષભર્યા રોમાંચ સાથે ચતુર્થવ્રતનો સ્વીકાર કર્યો, ગુરુમુખેથી વ્રતગ્રહણ કર્યું અને એક મડી ભીમશ્રાવકને મોકલાવી. કેવી ઉત્તમ રીત !મડી મળી ત્યારે, વ્રત ન હતું. વિચાર્યું
ધારે છે એ શભસંકેત છે. આ સંકેત-લિપિ વાંચીને થયું, આમાં જીવન-ધર્મના સોપાન ચડવાની તક છે, વધાવી લઈએ. પ્રભુની મહોર લગાવીએ. એની મહેર હોય, સાથે ગુરુના મુખનો ઉચ્ચાર હોય, તો દુષ્કર વ્રતનું પાલન પણ, સુકર બની જાય. શ્રદ્ધા અને વિશ્વાસથી કઠિન રાહ આસાન બને છે. વ્રત લેવા સાથે એના રક્ષણનો કિલ્લો પણ રચ્યો ! તાંબૂલ વાપરવાં નહીં, ઝીણાં મુલાયમ વસ્ત્રો પહેરવાં નહીં, ઘી-દૂધ પ્રચૂર દ્રવ્યો ન વાપરવાં, સ્ત્રીસંબંધી કથા ન કરવી.
પરિણામ એ આવ્યું કે, આ વ્રતથી આત્મા અને દેહ પવિત્ર થયા. પેથડકુમારે પરિધાન કરેલાં વસ્ત્ર દ્વારા, રોગીના હઠીલા રોગ પણ જવા લાગ્યા! વસ્ત્રના પરમાણુમાં અન્યની અશાતાના ઉદયને અટકાવીને, શુભ-શાતાનો ઉદય પ્રવર્તવાની તાકાત પ્રગટી! યશોવાણીની પંક્તિ સાર્થક બની :
મંત્ર ફળે, જગ-જશ વધે, દેવ કરે સાનિધ્ય. શાસ્ત્રકારોએ પણ, પેથડના તપાલનનાં વખાણ કર્યા છે. આપણે એ પ્રેરણા ઝીલવાની છે. આપણને વ્રતધારી સમજી, કોઈ પ્રભાવના આપે ત્યારે, એમ ને એમ સ્વીકારવાની તો વાત, ન જ આવે પણ, “ભાઈ ! હજુ મારે વાર છે” એ ઉત્તર પણ ન શોભે, કિન્તુ એની લાયકાત કેળવવાની મથામણ શરૂ થઈ જાય; એવું કરીએ તો ય લાભ જ છે.
: જવલ્લે જ કોઈના જીવનમાં બને કે બન્યો હોય, એવો આ એક પ્રસંગ છે.
દેવગિરિ-દોલતાબાદમાં જિનમંદિરના નિર્માણનું કાર્ય હાથ ધર્યું. તે માટે જમીન સંપાદન કરવાની હતી. રાજાના મંત્રી હેમાદ્રિ રીઝે તો જ, એ કામ પાર ૫ડે. મંત્રી હેમાદ્રિની કીર્તિ ચોમેર પ્રસરે તેવું કાંઈ કરવું જોઈએ. તે માટે મંત્રીશ્વર પેથડે, જ્યાં ચાર રસ્તા મળતા હોય ત્યાં એક વિશાળ સત્રાગાર ખુલ્લું મૂક્યું. આવતાં-જતાં વટેમાર્ગુ તે સ્થાનની સગવડ અને સુવિધાથી એવા ચકિત થતા કે ઘરને ભૂલી જાય ! ત્યાંની રસોઈ તો એવી, કે પત્નીને ભૂલી જાય ! આગ્રહ એવો થતો કે માતાને ભૂલે ! આટ-આટલી પરોણાગત માણ્યા પછી વળતર ચૂકવવાની વખતે, “આ બધું તો મંત્રીશ્વર હેમાદ્રિ તરફથી જ ચાલે છે” –એવો જવાબ મળે ! લોકો બે મોંઢે હેમાદ્રિનાં વખાણ કરવા લાગ્યા.
ત્રણ વર્ષે, જ્યારે આ કીર્તિ હેમાદ્રિના કાને પહોંચી ત્યારે, એનું મને આશ્ચર્યમાં ડૂબી ગયું. એને થયું, યાચકોને પણ ગાળ સિવાય મેં કાંઈ આપ્યું નથી અને છતાં મારું નામ ? આ કોઈ ભલા અને પરોપકારી વ્યક્તિનું કામ છે.
આ ઉદારતાનો પડઘો એવો પડ્યો કે પેથડશાનું અશક્ય-જેવું કામ શક્ય બન્યું. જમીન મળી અને ચૈત્યનું નિર્માણ થયું. પેથડશાનો યશ દિગૂ-દિગન્તમાં પ્રસરી રહ્યો. એની સુવાસ પણ ચોમેર ફેલાતી રહી.
પેથડકુમારના ચરિત્રમાંથી કેટલાક મુખ્ય પ્રસંગો જોયા. ઉત્તમતા તો, ઠેર-ઠેર જોવા મળે. આપણે માત્ર તેને, ચાહક બનીને ચિત્તમાં વસાવવાની છે. નહીં તો, ચિત્ત એમ જ વસાઈ જશે. એવું થાય તે પહેલાં, જાગી જઈએ..
“અપ્રાપ્તની ઇચ્છા નહીં અને પ્રાપ્તની મૂચ્છ નહીં.’ મૂલ્યવાન પદાર્થ પ્રત્યે પણ, મમતા નહીં. પેથડશાના આ સ્વભાવનું દર્શન પણ કરવા જેવું છે.
ઘીના વેપાર દરમિયાન, પેથડને એક દિવ્ય ચીજ – ચિત્રાવેલીની પ્રાપ્તિ થઈ હતી. આ અદૂભુત વેલ દેવાધિષ્ઠિત હતી; જે પાત્ર વાસણની નીચે મૂકી હોય તે પાત્રમાં રહેલી વસ્તુ, અખૂટ બની જાય ! આવી વિરલ ચીજ પેથડ પાસે છે એની જાણ રાજાને થઈ અને એ માગી લેવાનું મન થયું. પેથડે આ જાણ્યું. એને થયું રાજા જેવી વ્યક્તિને માંગવા સુધી મજબૂર કરવા, શોભે નહીં. એણે સામે ચાલીને એ ચિત્રાવેલી રાજાને અર્પણ કરી. આ એમની ગરિમા હતી. આવું દાન
:
.
શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org