SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ તમારામાં અગાધ શક્તિ છે.. એકવીસ હજારથી પણ વધુ ગાથા કંઠસ્થ કરનાર સાધ્વીજી ડ્રીંકારગુણાશ્રીજી વિરલ કોટિના કહી શકાય તેવા સાધ્વીજીશ્રી પદ્મશ્રીજીની વાત વાંચીને આનંદ, અહોભાવ અને આશ્ચર્ય પ્રગટ કરતાં, ઘણાં પત્રો આવ્યાં છે. તેઓએ ભરપૂર અનુમોદના કરી છે; પણ, સાથે પ્રશ્ન પણ કર્યો જ છે; આ વાત જુના જમાનાની છે, પણ વર્તમાનમાં કંઈ આવું વિલક્ષણ, નેત્રદીપક જોવા મળે કે નહીં ? માત્ર ભૂતકાળની સમૃદ્ધિ જ છે? વર્તમાનનો વૈભવ છે કે નહીં ? મારા મનને પણ આ પ્રશ્ન સુંદર લાગ્યો. એ દૃષ્ટિએ, ચારેકોર નજર ફેરવી તો, પ્રભુ સંઘના ઉદ્યાનમાં કેટકેટલાં ફૂલો જોવા મળ્યાં; કોઈ રંગમાં, કોઈ સુગંધમાં, કોઈ કદમાં તો કોઈ શોભામાં કેવા કેવા ચડિયાતાં છે, તે જોઈને મેં વિસ્મય અનુભવ્યો. તેમાંથી હાલ એક પુષ્પની સુવાસ માણીએ. વાત આમ છે :-- નાની વયમાં દીક્ષા થાય તો જ્ઞાનની સાધનાની કેવી મોજ માણવા મળે ! એવા દીક્ષિતના જીવનમાં ઓછામાં ઓછી, એકવીસહજાર શ્લોકો-ગાથા કંઠસ્થ થવી જોઈએ. આવી માતબર મૂડી હોય તો, જીવનના ઉત્તરકાળમાં ચિંતન અને અનુપ્રેક્ષા માટે, ભરપૂર સામગ્રી મળે –મળી રહે. આર્તધ્યાનના કાદવથી, એક પણ દિવસ, ચિત્ત ખરડાય નહીં. મનમાં, પ્રભુજીના વચનની મસ્તીનો અનુભવ થયા કરે. સૌથી મહત્ત્વનો લાભ તો એ થાય કે, –જવાની સુખે સુખે પાર ઊતરી જવાય. શ્રુતજ્ઞાનના બળથી, કામાવેગનો તબક્કો ઓળંગી જવાય. વળી, આનાથી શ્રમણ-જીવનના જે બે લક્ષ્ય છે, તેને સાધવાનું સુગમ બની જાય ! નિષ્કલંક પ્રવૃત્તિ અને નિષ્કષાય વૃત્તિ. આ બે લક્ષ્યમાં, જ્ઞાન સાધના ખૂબ સહાયક છે. આ કાર્ય સરળતાથી થઈ જાય. આટલી વાત થઈ એટલે, તરત જિજ્ઞાસા થઈ ! વાત તો સરસ છે; આદર્શભરી વાતો છે. શું આજના યુગમાં, આ શક્ય છે ? આવા રળિયામણા પ્રશ્નનો જવાબ પણ ૧૧૬ : પાઠશાળા Jain Education International આપણને રળિયાત કરે એવો મળ્યો. હર્ષ સાથે જણાવવાનું મન છે : ઉત્તમ કુળ, સંસ્કારી માત-પિતા, સંયમની ભાવના જન્માવે તેવું વાતાવરણ. પરિણામે, દશ વર્ષની વયે જ દીકરીએ દીક્ષા લીધી. દીક્ષા-વખતે જ એક શુભ વિચાર મળ્યો, ‘તમે ધારો તો, એકવીસહજાર ગાથા કરી શકો.' આ વિચારને, ભાવસહિત ચિત્તની ભૂમિમાં વાવ્યો. સમયે-સમયે તેને, યોગ્ય ખાતર-પાણી મળતાં રહ્યાં. જોતજોતામાં આ શુભ સંકલ્પને અંકુર ફૂટ્યા. વધતાંવધતાં તે છોડ બની, વૃક્ષ અને ધીંગું વૃક્ષ બન્યું. માત્ર અઢાર વર્ષના દીક્ષા પર્યાયમાં તો, એકવીસહજા૨ ગાથાનો લક્ષ્યાંક સિદ્ધ કરી લીધો ! જ્ઞાન-સાધનાની યાત્રા, અવિરામ ચાલતી રહી. માત્ર નવી નવી ગાથા કરવાની એટલું જ નહીં, જેટલી ગાથા થઈ હોય તે બધીને, પરાવર્તનના સ્વાધ્યાય દ્વારા વધુ ને વધુ દૃઢ કરીને તેને આત્મસાત્ બનાવવાની; – તાજી રાખવાની ! આવું કરવાથી, આ જ્ઞાન સાધના ક૨વાથી, ધીરે-ધીરે અન્યોગ સિદ્ધ થાય છે. ક્રમશઃ જ્ઞાનદશાની પ્રાપ્તિ થાય છે. અર્થાત્, ‘જ્ઞાતાભાવ’ પામવાનો આ જ માર્ગ છે. એકવીસહજાર ગાથાઓમાં, –પાંચ પ્રતિક્રમણ, ભાષ્ય, કર્મગ્રંથ, આગમની નિયુક્તિ, પ્રસિદ્ધ ઇન્દ્રિયપરાજય-શતક, વૈરાગ્ય-શતક, ક્ષેત્ર-સમાસ, મોટી સંગ્રહણી વગેરે, અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. દીક્ષા પછી, રોજ ત્રણ કે પાંચ જેટલી ગાથા કરવામાં આવે તો પણ, એક દાયકામાં આ બધું સિદ્ધ થઈ શકે. એ સાધ્વીજી મહારાજનું શુભ નામ છે ઃ ‘ર્ફીકારગુણાશ્રીજી.’ દીક્ષા-સમયે વય બાર વર્ષની હતી; હાલ ત્રીસ વર્ષ આસપાસની વય છે. અચલગચ્છની પરંપરામાં છે. આ ચાતુર્માસમાં તેઓ કચ્છના બિદડા ગામમાં બિરાજમાન છે. આ વાત વર્તમાનકાળની છે; અત્યારની છે. આપણી આસપાસની જ છે. પ્રેરણાનું ઝરણું વહેતું છે. ખોબો ભરીને, એમાંનું અમૃત જળ પી લઈએ. તરસ છિપાવી લઈએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy