________________
અહિતની નિવૃત્તિ, આપણો મનોરથ હો
|
0
વાત બહુ જાણીતી છે. “ચંડકૌશિક” શબ્દ સાંભળતાં વેંત ‘હા, અમને ખબર છે” એમ ઘણા-બધા કહી ઊઠે! બરાબર છે. એ જાણીતી વાત જ માંડવી છે અને એમાંથી નીપજતા બોધ સાથે કામ પાડવું છે. એમાંથી કશુંક નક્કર તારવવું છે, ગાંઠે બાંધવું છે. આપણી મૂળભૂત સમજણની મૂડીમાં ઉમેરો કરવો છે.
જન્મથી બ્રાહ્મણ, વૈરાગ્યના જુગ-જૂના, ભવે જૂના સંસ્કારવાળો જીવ, પરોપકાર તો શ્વાસ અને પ્રાણમાં ભળી ગયેલો ગુણ. કોઈનું દુ:ખ દીઠું નથી અને તે દૂર કરવા દોડ્યો નથી ! પરોપકારની આવી લાહ્યમાં તો એણે કટુંબ ગુમાવ્યું. પત્ની બાળકોને થયું “ઘરના ઘંટી ચાટે છે ને ઉપાધ્યાયને આટો મળે છે આમ તે કેમ ચાલે ? એટલે ઘરને સાંકળ ચડાવીને પત્નીએ બાળકોને લઈને પિયરની વાટ પકડી.
બ્રાહ્મણને થયું : “ભલું થયું ને ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ.” કોઈ સાધુ મહારાજનો સમાગમ થયો. હૃદયમાં તો સાધુતા જન્મી ચૂકી હતી જ. તેને ટકાવવા બહારની સાધુતા સ્વીકારી લીધી. સાધુનું ભૂષણ તપ. અરે ! સાધુનું જીવન જ તપ. માટે તો કહેવત પડી છે :
तपोधना हि साधवः।
દીક્ષાના દિવસથી જ, તપનો યજ્ઞ મંડાયો.
સંચિત કર્મને ખપાવવાનું અમોઘ સાધન, તપ, આવતાં કર્મોને રોકવાનું સાધન તપ. માસક્ષમણને પારણે માસક્ષમણ(ત્રીસ ઉપવાસ) ! સંસારનો મોહ તો ઘટ્યો છે જ; સાથે શરીરનો મોહ પણ, ઘટ્યો છે. શરીરનો મોહ જાય પછી જ અંદરનું સાધુપણું પ્રગટે છે. ગૃહસ્થને ધનનો મોહ અને સાધુને શરીરનો મોહ ઉતારવો મુશ્કેલ હોય છે. પરંતુ અહીંયા તો એ મોહ રમત-રમતમાં ઉતર્યો છે! શરીર ભલે સુકાય, કાન-આંખ ભલે રિસાય; મનમાં તો પ્રસન્નતાનો મહાસાગર પારાવાર ઘૂઘવે છે. તપ ચાલુ છે. ‘તપમાં જ આત્માનું હિત છે' એ જ લગનથી તપ ચાલે છે. વૈરાગ્ય તો મૂળથી હતો જ. ઉદયરત્ન મહારાજે ગાયું છે:
સાધુ ઘણો તપિયો હતો, ધરતો મન વૈરાગ.
વૈરાગ્ય વાસિત અન્તઃકરણ અને તપથી પ્રભાવિત શરીર વડે સાધના બરાબર ચાલુ છે ત્યાં જ અહિતે આવીને હિતને ડહોળી નાખ્યું. અહિતનું આચરણ ભેંસ જેવું છે ! ભેંસ પાણીને ભાળે ત્યાં એનું મન ઉછળવા લાગે ! કહે છે ને :
ભેસ, ભામણ ને ભાજી; ત્રણે પાણીથી રાજી. 'ભેંસ પાણી પીવા જાય તો કિનારે ઊભી રહીને તે પાણી નહીં પીએ. પહેલાં તો તે સીધી જ મોટાં ડગલાં ભરતી પાણીની અંદર
ધન્યતે મુનિવરા રે !: ૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org