SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવવાની અને સહેવાની એમ ઉત્તરોત્તર શ્રેષ્ઠ સાધુતાની ભૂમિકા છે. તે મુજબ, તેઓ ઠેઠ પંજાબમાં કપૂરથલા-હરિયાણા પ્રદેશમાં વિહાર - ચાતુર્માસ કરતા રહ્યા. અરે ! હમણાં વિ.સં.૨૦૫૫માં બાડમેરથી અઢી કિલોમીટર દૂર, પાકિસ્તાનની સરહદ પાસે, જંગલમાં એક ઝૂંપડીમાં(નજીકનું ગામ ચૌરહણ) ચાતુર્માસ રહ્યા. પ્રભુજીના દર્શન કરવા રોજ ગામમાં જાય. એમના સાન્નિધ્યમાં આવે તેને પ્રભુની વાણી સંભળાવે, ઝૂંપડીની બહાર બેસીને મીઠી વાણી લહરાવે. નિત્ય એકાશન વ્રત. મેવા, મીઠાઈ અને વનસ્પતિનો તો સદાને માટે ત્યાગ તો હતો જ, એમાં વળી પાંચ વિગઈનો પણ ત્યાગ ! વિ.સં.૨૦૫૫માં એક વિગઈ ખુલ્લી હતી, તેનો પણ ત્યાગ કર્યો.. આ સમાચાર જેવા ફેલાયા, કે તરત શિવગંજસુમેરપુરના શ્રાવકો ત્યાં પહોંચ્યા. રોજ એક શ્રાવક ઉપવાસનું પચ્ચક્ખાણ લે ! મુનિરાજને પહેલાં તો કોઈ અણસાર ન આવ્યો, પરંતુ રોજ આમ થતું જોઈ ચારેક દિવસ પછી પૂછ્યું. શ્રાવકોએ કહ્યું: “આપ આ કરો છો તે અનુમોદનીય છે, પણ આ દેહ સંયમની સાધનામાં સહાયક છે. તેને અકાળે સૂકવી ન દેવાય.' મુનિરાજના સ્વભાવમાં જડતા ન હતી, સંવેદના તો હતી જ; સાથે શ્રી સંઘ પ્રત્યે વાત્સલ્ય હતું. આવા ધર્મરાગી શ્રાવકોનું મન પણ સમજવું જોઈએ. प्रबल प्रेम के पाले पड कर, प्रभु को नियम बदलते देखा ।। તેમણે માન રાખ્યું. એક વિગઈ ખુલ્લી કરું છું અને અન્નનો ત્યાગ કરું છું. એ સાંભળીને બધા વિમાસણમાં મુકાઈ ગયા. આ તો ડોક લાંબી થઈ, તો પૂંછડું ટૂંકું થયું ! પાંસઠ વર્ષની વયે પણ, આ બધા તપ-ત્યાગ સાથે ૧૫-૧૭ કિલોમીટરના વિહાર કરે. કશી ઉપાધી નહીં. માણસ નહીં. ફાનસ નહીં. રાછે સંથારા પોરિસી કરીને શયન કરે તો પણ પગ અધુકડા રાખીને જ. આવા કઠોર જીવનની સાથે, જ્ઞાનનો પ્રેમ પણ ઘણો જ. અક્ષરો તો મોતીના દાણા જેવા, નાના મોટા, જેવા જોઈએ તેવા કાઢે. બરુની કલમથી લખે, કિત્તાથી પણ લખે. સફાઈદાર લખે. ઉચ્ચાર એકદમ શુદ્ધ. પ્રતિક્રમણ પડિલેહણ અપ્રમત્તપણે કરે. અમારે તેઓશ્રીને ત્રણ-ચાર વાર મળવાનું થયું છે. આશ્ચર્યનું આશ્ચર્ય તો, એ થયું કે આટલા બધા ત્યાગ વચ્ચે ગૌચરીનું શું? ગામડાં-ગામના વિહારમાં શું મળે ? તો કહે કે, મગફળી મળી જાય, દૂધ પણ મળે. ચાલે. એક વખત દ્રવ્ય મળી જાય તો પૂરતું પોષણ મળી રહે. પ્રસન્નતાથી જીવે ! પ્રશમરતિની પંક્તિઓ જીવતા હોય એવું લાગે : निर्जितमद-मदनानां वाककायमनोविकार रहितानाम् ।। અત્યારે તેઓશ્રી આચાર્ય શ્રી અરિહંતસિદ્ધસૂરિ મહારાજની આજ્ઞામાં રહીને, સંયમ-જીવનનું સુંદર પાલન કરી રહ્યા છે. અત્યારે આ સમયમાં પણ, પ્રભુજીના શાસનમાં ઉત્તમ સાધુતાને વરેલા સાધુ છે. તેમને આપણા ગુણાનુરાગભર્યા વંદન હો ! अर्हम् जिसने ली है फकीरी उसे ज्ञानभूख एक है। जिसने ली है फकीरी, उसे पापभय एक है। जिसने ली है फकीरी, उसे प्रभुप्रेम एक है। जिसने ली है फकीरी, उसे मुक्तिलोभ एक है। અક્ષરો તો મોતીના દાણા જેવા, નાના મોટા, જેવા જોઈએ તેવા કાઢે. બરુની કલમથી લખે, કિત્તાથી પણ લખે. સફાઈદાર લખે... ૧૦૦: પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy