SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ આ તો એવો ફકીર જેની નાત છે : હેમ ને હીર વિશિષ્ટ વ્યક્તિમાં ક્યારેક કેવો સુખદ યોગાનુયોગ રચાઈ જતો હોય છે ! આવું કોઈક મહાપુરુષના જીવનમાં જ બનતું જોવા મળે છે; ત્યારે તે વિરલ ઘટના કહેવાય છે. જૈન શાસનના જ્યોતિર્ધર પૂજ્યપાદ સાસન સમ્રાટ શ્રી નેમિસૂરિશ્વરજી મહારાજના જીવનમાં આવી જ વિરલ ઘટના બની હતી. તેઓશ્રીનો જન્મ વિ. સં. ૧૯૨૯ કાર્તિક સુદ એકમ એટલે કે બેસતા વર્ષના દિવસે થયો હતો; અને કાળધર્મ વિ. સં. ૨૦૦૫ના દિવાળીને દિવસે થયો હતો. પૂરું ૭૭ વર્ષનું આયુષ્ય ભોગવ્યું. આ આયુષ્ય ટૂંકુ પણ ન કહેવાય. એ સમય ગાળામાં એમણે રોપેલા પ્રકાશના છોડ ચિરકાળ ઝળહળતા રહ્યા છે. યોગાનુયોગ, તેમના માતાનું નામ દિવાળી બહેન હતું. એટલે કાળધર્મ પામ્યા ત્યારે લોકમાં એવું કહેવાતું કે દિવાળીએ દીધાં અને દિવાળીએ લીધાં ! એવો જ બીજો એક સુભગ યોગાનુયોગ એ સર્જાયો કે જે ઘેર તેઓશ્રીએ પહેલો શ્વાસ લીધો તે સ્થળે જિનાલય નિર્માણ પામ્યું અને જ્યાં અંતિમ શ્વાસ મૂક્યો ત્યાં ઉપાશ્રય હતો તેમાં જ તેઓશ્રીની ચરણ-પાદુકા પધરાવવામાં આવી. અને છેલ્લે, શીલવ્રતથી મઘમઘતા તેઓના પાવન દેહના પરમાણુંઓ વિલય પામ્યા –અગ્નિ-સંસ્કાર થયો ત્યાં પણ જિન મંદિર ઊભું કરવામાં આવ્યું. મહુવાની આ પાવન સ્મૃતિઓ પર સદાયે પવિત્ર, મન-વચન-કાયાના યોગો પ્રવર્તશે. આ ઘટનાઓ પદ્યમાં આમ કંડારાઈ છે. { જ્યાં જનમ્યા ત્યાં જિનવર તણું ચૈત્ય છે તીર્થ રૂપ નાનું રૂડું ગુરુ ગૃહ બન્યું શ્વાસ છેલ્લો મૂક્યો ત્યાં; શોભે દેરું શરીર નરવું પંચભૂતે ભળ્યું જ્યાં એવા નેમિ જુગ જુગ જીવો સર્વદા તીર્થ રૂપ. આવું બધું વિરલ વિભૂતિ માટે બનવું સહજ છે. અને તે વિરલ ઘટના હોય છે. તેઓશ્રીના શરીરમાં વ્યાધિ તો, પ્રિય મિત્રની જેમ ડેરા-તંબૂ તાણીને અવારનવાર આવી છે. પણ Jain Education International તેઓશ્રીએ ક્યારેય ઑપરેશનનો વિચાર કર્યો નથી. અરે ! ઈંજેક્શની સોય સુદ્ધાં તેઓના લોહીમાં ભેળવી નથી. સાવ છેલ્લે છેલ્લે, કાળધર્મ પામ્યાના આગલા દિવસોમાં ડૉક્ટરને ઈંજેક્શન આપવું જરૂરી લાગ્યું. પૂજ્ય મહારાજ સાહેબે અનિચ્છા બતાવી ત્યારે ડૉક્ટર એમની ભાવના સમજી ગયા અને કહ્યું મહારાજશ્રીની ઈચ્છા હોય તો જ આપીએ. ન આપ્યું એટલે મહારાજશ્રી બોલ્યા કે ડૉક્ટર કેટલા સારા છે ! આમ, તેઓનું શરીર ઠેઠ સુધી પવિત્ર રહ્યું. તેઓશ્રીએ, પોતાના શરીરનો અને મળેલા સમયનો, ૨જ રજનો અને ક્ષણ ક્ષણનો ઉપયોગ કર્યો. કાળનો કાટ ન લાગે અને ચિરકાળ ટકે એવા કાર્યો કર્યાં. નામનાની કામના રાખ્યા વિના, કાર્યક્ષેત્રમાં જે જે કામ સામે આવતા રહ્યા તે તે, એમાં ઓતપ્રોત બનીને વિકસાવ્યા, પૂર્ણ કર્યા. પુણ્ય એવું કે મનમાં જે નિર્ધાર કર્યા એ સર્વે સાંગોપાંગ પાર પડ્યા ! કહ્યું છે ને કે ઃ પુણ્યવંતને સિદ્ધિનો ઈચ્છામાત્ર વિલંબ. કાર્યક્ષેત્રની જેમ જીવનક્ષેત્રમાં પણ નિઃસ્પૃહ હતાં. સંયમપ્રીતિ, નિર્ભયતા, નિશ્ચલતા વગેરે ગુણો પણ પરાકાષ્ટના આદર્શરૂપ હતાં. રાજા-રજવાડાને પ્રતિબોધ, તીર્થોદ્ધાર, સંઘ, પ્રતિષ્ઠા, વિધિવિધાનની વ્યવસ્થા, પ્રવચન, શૈલી, શિષ્ય-ઘડતર વગેરે દ્વારા થયેલા યુગ નિર્માણથી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યની યાદ આવે; તો, અંગત સંયમની દ્રવ્યભાવ વિશુદ્ધિનું દર્શન કરતાં જગદ્ગુરુ શ્રી હીરવિજયજી મહારાજનું સ્મરણ થઈ આવે. આવા ગંજાવર વ્યક્તિત્વને પૂર્ણરૂપે સમજવા અને સ્વીકારવા સૈકાઓ જોઈએ. છતાં તેઓની વિદાયની અર્ધશતાબ્દી અવસરે તેઓના જીવનનું દર્શન કરવા દ્વારા, તેઓના ઉપકારનો સ્વીકાર કરીને કૃતજ્ઞતા પ્રગટ કરીએ. For Private & Personal Use Only ધન્ય તે મુનિવરા રે ! : ૯૩ www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy