SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ નિસર્ગ-સુંદર, સત્ય-સનાતન આત્માના ગુણોને પ્રાતઃ સ્મર્યા થકી સુપુણ્ય વધારનારા, સોધથી સકલ-સંશય ટાળનારા; પ્રગટ કરવા માટે, સહજ-સાધુતા એ રાજમાર્ગ ભવ્યોરૂપી કમળને વિકસાવનારા, એવા શ્રી નેમિસૂરિરાજ ગુરુ અમારા છે. સાધુતા એટલે સજ્જન-શિરોમણિ. સાધુતા જેમ-જેમ ખીલતી જાય, તેમ-તેમ આત્માની નીસ્પૃહતા, નિર્ભયતા, નિર્વેરતા, નિશ્ચલતા વગેરે ગુણોનો ઉઘાડ થતો જાય. આવા ગુણસંપન્ન વ્યક્તિ, ન તો કોઈનાથી ભય પામે, ન તો કોઈને ભય પમાડે. ‘સદા હસંત, પાપ ધોવત' -એ તેઓનો વણલખ્યો મુદ્રાલેખ હોય છે. તેમને તો સદા દિવાળી અને બારે માસ વસંત હોય છે. તેમનો નામ-સંબંધ એક કદી ન ઓલવાય તેવા પ્રકાશપુંજ સાથે સ્થપાઈ ગયો હોય છે. ત્યાંથી ઊઠતા અજવાળાના ઓઘ તેમના મનને અને જીવનને અજવાળતા હોય છે. અને આ અજવાળું, તેઓની પરબે જે પાણી પીવા આવે તેને ખોબલે-ખોબલે પિવરાવતા હોય છે. પરાક્રમી, પ્રબળ, પ્રતાપી, તેજસ્વી રાજા માટે કહેવાય છે ઃ આયુષ્યનું અમૃત સાધુતા છે यं देशं श्रयते तमेव कुरुते बाहुप्रतापार्जितम् । જે ગામે પગ મૂકતા, બની જતાં તે રાજ્ય પોતા તણાં. ૯૨ : પાઠશાળા તે પ્રમાણે આવા અંદરથી ઊઘડેલા સંતો માટે પણ કહી શકાય, કે તેઓનો માત્ર પ્રસન્નોજ્વલ દૃષ્ટિપાત થાય, ત્યાં વેરાનમાં પણ વનરાજ લહેરાવા લાગે. આ બધો પ્રભાવ અંદરની વિકસિત અંતર્મુખી સાધુતાનો છે. દુર્ગુણો, દૂષણો અને દોષો જાય અને સદ્ગુણો ખીલતા રહેતા હોય છે. તેઓને જીવનમાં ગુણવિશેષે સ્થિરતા અને ગુણવિકાસે સાતત્યનાં દર્શન હંમેશાં થતાં હોય છે. તેઓનું જીવન એ જ સંદેશો હોય છે. આવા એક વિરલ મહાપુરુષના જીવનનું વર્ણિકા દર્શન કરીએ... Jain Education International Co ॥ શ્રી ગુરુ સ્તુતિ કાવ્ય ॥ જય શાસન-સમ્રાટ સૂરીશ્વર...જય હો જય ગુરુ નેમિસૂરીશ્વર. સકલ-સંઘને ઉદ્ધારનારા, લાખો જીવનના તારણહારા; સકલ-જીવના હિત કરનારા, શાસનના સમ્રાટ્ સૂરીશ્વર...જય હો. વીતરાગવાણી-ગુણ ધારક, અનુપમ યોગ-ક્રિયાના કારક; સુવિહિત શિષ્ય-મુનિગણધારક, શાસનના સમ્રાટ્ સૂરીશ્વર...જય હો. નિજ-પર-સવિ સિદ્ધાંતના જાણ, તપાગચ્છ ગગને જિમ ભાણ; બ્રહ્મતેજના પુંજ વખાણ, શાસનના સમ્રાટ્ સૂરીશ્વર...જય હો. કલિકાલે જિનધર્મ-પ્રભાવક, કદંબગિરિ તીરથના ઉદ્ધારક; ભવિજન દુઃક દૂર નિવારક, શાસનના સમ્રાટ્ સૂરીશ્વર...જય હો. આઠ આચાર્ય, સમર્થ શિષ્યગણ, ગુરુસેવામાં તત્પર ક્ષણ ક્ષણ; ગજવે શાસનનાં ગગનાંગણ, શાસનના સમ્રાટ્ સૂરીશ્વર...જય હો. જનમ્યા મનહર મહુવામાંહી, સ્વર્ગલોક પામ્યા ત્યાંહી; દીધા દિવાળી લીધા દિવાળી, શાસનના સમ્રાટ્ સૂરીશ્વર...જય હો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy