SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્ધાર ગણતરીમાં લેતાં, સંખ્યા અઢારની થાય છે. એક અપેક્ષાએ, એવા બધા ઉદ્ધારને સૂક્ષ્મ ગણવામાં આવે છે અને તેની સંખ્યા ઘણી થાય છે.) શ્રી ધનરાજ સંધવીએ કાઢેલા સંઘમાં, આબુ વગેરે તીર્થની યાત્રા કરી, તેઓ મેવાડ દેશની રાજધાની ચિતોડનગરમાં પધાર્યા હતા. આ નગરના આલંકારિક વર્ણનની એક પંક્તિ સ્મરણ-મંજૂષામાં અકબંધ ગોઠવાઈ છે : શાતા સંયમિનાં યંત્ર મધુર સ્વાધ્યાય ઘોષોત્ત્વતા: ।। (મધુર સ્વાધ્યાયના ઘોષથી ગાજતાં, સાધુના જ્યાં ઉપાશ્રય હતા.) ચિતોડનગરના રાજા સાંગારાણાએ શ્રી સંઘનું સામૈયું કર્યું અને ધર્મવાણીનું નિત્ય શ્રવણ કરવા લાગ્યા. સૂરિજીના ઉપદેશથી, રાણાએ શિકાર આદિ વ્યસનોનો ત્યાગ કર્યો. રાણાની સાથે ચિતોડના નગરશેઠ તોલાશાહ પણ પોતાના વિશાળ પરિવાર સાથે ધર્મ -શ્રવણ ક૨વા આવતા. રાણા તો તોલાશાહને મંત્રી બનાવવા ઇચ્છતા હતા. તોલાશાહે એ પદ ન સ્વીકાર્યું એટલે તેમને નગરશેઠ બનાવ્યા હતા. તોલાશાહના પાંચ પુત્રો હતા -રતનાશાહ, પોમાશાહ, દશરથશાહ, ભોજશાહ અને સૌથી નાના કર્માશાહ હતા. કર્માશાહ તેજસ્વી, ઉદાર અને સાહસિક હતા. તોલાશાહ એકવાર બપોરના સમયે કર્માશાહને સાથે લઈને આચાર્યશ્રી પાસે આવ્યા અને પૃચ્છા કરી ‘મારા મનમાં ચિંતવેલું કાર્ય થશે કે નહીં ?’ આચાર્યશ્રીએ જવાબ આપ્યો : ‘કામ થશે, અને તે તમારા દીકરા કર્માશાહના હાથે અને અમારા શિષ્યના હાથે થશે.’ આ સંવાદ, આ સમગ્ર કાર્યના વટવૃક્ષનું બીજ છે. ++++++ આ પછી, શ્રી ધર્મરત્નસૂરિજી મહારાજ અને તોલાશાહ પરિવારનો પરસ્પરનો સંબંધ ગાઢ બનતો ગયો. તોલાશાહના આગ્રહથી શ્રી વિનયમંડન પાઠક વગેરેને રોકી આચાર્યશ્રીએ વિહાર કર્યો. કર્માશાહ વગેરે પરિવારે એમની પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો. નવ-તત્ત્વ, ભાષ્ય વગેરેનું અધ્યયન કર્યું. શ્રી વિનયમંડન પાઠકને ગુરુપદે સ્થાપ્યા. ગુરુએ ચિંતામણિ મંત્ર આપ્યો. આ બધી બાબત નોંધપાત્ર છે.પહેલા ઉલ્લાસના અંતમાં તોલાશાહ ધર્મારાધના કરીને સમાધિપૂર્વક સ્વર્ગે પ્રયાણ કરે છે. આ સમાગમ વિ.સં.૧૫૮૨માં થયો અને ગિરિરાજનો ઉદ્ધાર-પ્રતિષ્ઠા વિ.સં.૧૫૮૭માં થયા. આ પાંચ વર્ષના Jain Education International ગાળામાં કર્માશાહ ખંત, અપાર ધીરજ અને તીવ્ર તમન્નાથી તીર્થોદ્વારના કાર્ય માટે મન-વચન-કાયાથી વળગી રહેલા છે, તે મહત્ત્વની વાત છે. પ્રબંધના આ શબ્દો એની પ્રતીતિ કરાવે છે : સ્વપ્નપિતાતમના પ્રયત: સમન્તામ્। । બીજા ઉલ્લાસમાંની ઘણી વાતોમાંથી, અહીં તો માત્ર થોડી જ રજૂ કરીશું. એથી વાચકનો રસ, પ્રબંધ પાસે જવા પ્રેરાશે. બીજા ઉલ્લાસના પ્રારંભમાં પ્રબંધકાર, ઇતિહાસની વહી વાંચે છે. અણહિલપુર પાટણની ગાદીએ આવેલા રાજાઓના ક્રમ અને રાજ્ય પરંપરા બતાવ્યા છે. સુબાઓ અને બાદશાહોની પરંપરા પણ દર્શાવી છે. વિ.સં.૧૪૬૮માં અમદાવાદની સ્થાપના થઈ એ પણ એમાંથી જાણવા મળે છે. (૨/૧૫) તીર્થોદ્વારમાં રાજકીય દૃષ્ટિએ મહત્ત્વનો ભાગ ભજવનાંર બાધરશા બાદશાહનો ઇતિહાસ વર્ણવ્યો છે. કયા સંજોગોમાં બાધરશાહ સાથે કર્માશાહને પરિચય થાય છે; બાધરશા પર ઉપકાર કરવાની કર્માશાહને કેવી તક મળે છે અને તેમાં કુળદેવી કેવા નિમિત્ત બને છે, તે વૃતાંત રોચક છે. (૨/૨૨-૫૧) બાધરશાની મદદથી રાજકીય દૃષ્ટિએ કાર્ય નિર્વિઘ્ન બની ગયા પછી, પાવાગઢથી ખંભાત જવું, જ્યાં શ્રી વિનયમંડન પાઠક બિરાજમાન છે તેમને વિનંતિ કરવા જાય છે. ખંભાતમાં સ્થંભન પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કરીને સામે શ્રી સીમંધર સ્વામી ભગવાનનાં દર્શન કરે છે. આ પરથી અનુમાન કરી શકાય કે શ્રી સીમંધરસ્વામી પ્રભુ વિ.સં.૧૫૮૭થી પણ પ્રાચીન છે. (૨/૫૭) વિનંતિ કરી, તેઓ શ્રી સિદ્ધગિરિ આવે છે. ત્યાં રસ્તે, વલ્લભીપુરથી આગળના રસ્તે, જેવા ગિરિરાજના દર્શન થાય છે કે એને સોના-રૂપાનાં ફૂલથી અને રત્નથી વધાવે છે. યાચકોને મન મૂકીને દાન આપે છે. ગિરિરાજની સ્તુતિભક્તિ કરે છે. આ સ્તુતિના સાત શ્લોક કંઠસ્થ કરવા જેવા છે.(૨/૭૦-૭૬) ગિરિરાજ પર જઈને ગોઠીને દાન-દક્ષિણા આપી રિઝવીને વસ્તુપાલ મંત્રીશ્વરે આણેલી શિલાઓ પ્રાપ્ત કરે છે.(૨/૮૨-૮૩) ઉદ્ધારના કાર્યની રૂપરેખા દોરે છે. કાન વિનયમંડન પાઠક સંભાળે છે અને શ્રી વિવેક ધીર(પ્રબંધકાર પોતે)ને For Private & Personal Use Only અભિષેક: ૭૧ www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy