________________
સમયના સાહિત્યનો ઈતિહાસ નવેસરથી લખાવો જરૂરી બનશે.
- આ ગાળામાં રાસનું કદ જેમ વિસ્તાર પામ્યું તેમ એના કથાવસ્તુનું ફલક પણ ઠીકઠીક વિસ્તાર પામ્યું. તેમાં માત્ર ચુસ્ત ધાર્મિક વિષયોની મર્યાદા ન રહેતાં, ચરિત્ર ઉપરાંત ઇતિહાસ અને લોકકથાના ક્ષેત્ર સુધી તે વિસ્તાર પામે છે. એમાંનાં કેટલાંક કથાનકો જૈન ધર્મગ્રંથોમાંથી લેવાયાં છે, તો કેટલાંક લોકકથામાંથી લેવામાં છે અને તેને જૈન સ્વરૂપ અપાયું છે. અલબત્ત, આ બધાં કથાનકોની પસંદગી પાછળ કવિનું ધ્યેય તો ધમપદેશ આપવાનું જ રહ્યું છે. આ ગાળામાં લખાયેલી રાસકૃતિઓમાં આ રીતે મદનરેખા, ત્રિવિક્રમ, શાલિભદ્ર, વિદ્યાવિલાસ, ધર્મદત્ત, દશર્ણભદ્ર, ઋષભદેવ, ભરત-બાહુબલિ, મત્સ્યોદરકુમાર, જાવડ-ભાવડ, રોહિણીઆ ચોર, આર્દ્રકુમાર, ચંદનબાળા, સ્થૂલિભદ્ર, થાવસ્યાકુમાર, જંબુસ્વામી, સુદર્શન શેઠ, રચૂડ, નલદવદંતી, ધના શેઠ, મંગલકલશ, કુમારપાલ, મલયસુંદરી, મૃગાંકલેખા, મૃગાવતી, મૃગાપુત્ર, ગૌતમસ્વામી, વિમલમંત્રી, યશોભદ્ર, દેવરાજવચ્છરાજ, સનતકુમાર સાગરદન, કુલધ્વજકુમાર, સુંદરરાજા, લલિતાંગકુમાર, ગજસુકમાલ, ગજસિંહકુમાર, રાજા વિક્રમ, શ્રીપાળ રાજા, ઈલાતીપુત્ર, ઋષિદત્તા, રત્નસારકુમાર, યશોધર, કલાવતી, કમલાવતી, ચંપકમાલા, અગડદત્ત, શીલવતી, સુમતિ-નાગિલ, તેટલીપુત્ર, બાપા ખુમાણ, અંબડ, મેઘકુમાર, હરિશ્ચન્દ્ર, ક્ષુલ્લકકુમાર, સુબાહુ, રાજસિંહ, શિવદર, માધવાનલ, ગોરો બાદલ, મારૂઢોલા, તેજસાર, શાંબપ્રદ્યુમ્ન, મહાબળ, શાંતિનાથ, કનક શેઠ, રૂપચંદકુંવર, પ્રભાવતી, સુરસુંદરી, રત્નકુમાર ઇત્યાદિનાં કથાનકો લેવાયાં છે.
- રાસની અપેક્ષાએ ફાગુ, બારમાસી, વિવાહલો ઈત્યાદિ પ્રકારની કૃતિઓ આ ગાળામાં એટલી મોટી સંખ્યામાં નથી લખાઈ. બીજી બાજુ સ્તવન, સઝાય, પૂજા, છંદ ઇત્યાદિ પ્રકારની કૃતિઓની રચના આ ગાળામાં સવિશેષ થવા લાગી હતી. સ્તવન એ ગેય પ્રકારની પાંચસાત કડીની લઘુ રચના છે. સ્તવન શબ્દ સૂચવે છે તે પ્રમાણે એ સ્તુતિના પ્રકારની કૃતિ છે. જેન કવિઓ બહુધા પોતાના તીર્થંકરની સ્તુતિ આ ગેય રચનામાં કરે છે. તીર્થકરના ગુણોની પ્રશંસા કરતાં કરતાં કેટલીક વાર કવિ પોતાના આત્માના ઉદ્ધાર માટે પ્રભુને પ્રાર્થે છે અને એમ કરતાં કેટલીક વાર પોતાના મનના ભાવો વ્યક્ત કરે છે. આથી સ્તવન એ ઊર્મિકાવ્યનો પ્રકાર બને છે. પરંતુ બધાં જ સ્તવનો શુદ્ધ ઊર્મિકાવ્યની કોટિમાં બેસી શકે એવાં નથી. કેટલીક વાર કવિ ચોવીસ તીર્થંકરો ઉપરાંત વીસ વિહરમાન જિનેશ્વરો અથવા કેટલાંક સુપ્રસિદ્ધ તીર્થો અને મહાન પર્વોને ઉદ્દેશીને પણ સ્તવનોની રચના કરે છે. સ્તવન એ દેરાસરોમાં ચૈત્યવંદન કરતી વખતે અથવા કોઈ ધાર્મિક ક્રિયા કરતી વખતે
જ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org