________________
3
જૈન સાહિત્ય
(ઈ. સ. ૧૪૫૦-૧૬૦૦)
ઈ. સ.ના બારમા શતકમાં શરૂ થયેલા પ્રાચીન ગુજરાતી જૈનસાહિત્યનો પ્રવાહ ઈ.સ.ના ૧૪૫૦થી ૧૬૦૦ સુધીના દોઢસો વર્ષના ગાળામાં વધારે પુષ્ટ અને વેગવાળો બને છે. આ ગાળામાં નાનામોટા બસો કરતાં વધુ જૈનસાધુ અને શ્રાવક કવિઓએ પોતાનું કાવ્યપૂર વહેવડાવ્યું છે. રાસ, ફાગુ અને બારમાસીના પ્રકારોમાંથી રાસનો કાવ્યપ્રકાર આ ગાળામાં સૌથી વધુ ખેડાયેલો છે. જૂની ઘાટી પ્રમાણે સો કરતાંયે ઓછી કડીની, ઘણુંખરું એક જ રચનાબંધમાં લખાયેલી, થોડીક રાસકૃતિઓ પણ આપણને આ ગાળામાં મળે છે, તો ઠીકઠીક વિસ્તારવાળી, ભાષા, ઠણિ, અધિકાર, કડવક કે પ્રસ્તાવમાં વિભક્ત થયેલી સુદીર્ઘ રાસકૃતિઓ, લગભગ ત્રણ હજાર કરતાંયે વધુ કડીમાં લખાયેલી, પણ આપણને સાંપડે છે. કવિઓ ક્યારેક કથાવસ્તુવિહીન, માત્ર ઉપદેશાત્મક રાસકૃતિઓની પણ રચના કરે છે, પણ એકંદરે તો સુરસિક અને સવિસ્તર કથાનકો તરફ હવે રાસકારોની નજર પહોંચી છે. પ્રસંગોને તેઓ બહલાવે છે. વર્ણનો, અલંકારો, સુભાષિતોનો ઉપયોગ વધ્યો છે અને કથાવસ્તુ ૫૨ નિર્ભર એવું ઉપદેશનું ગાન તો એમની રચનાના મૂળમાં જ રહેલું છે. આ દોઢસો વર્ષના ગાળામાં આપણને બસો કરતાંયે વધુ રાસકૃતિઓ જોવા મ છે અને નષ્ટ થયેલી કૃતિઓની વાત બાજુ ૫૨ ૨ાખીએ તોપણ, ભંડારોમાં કે વ્યક્તિઓ પાસે સચવાઈ રહેલી અને નહિ નોંધાયેલી એવી કૃતિઓ પણ હજુ ઘણી હશે. જે નોંધાયેલી કૃતિઓ છે તેમાંથી પ્રકાશિત થયેલી કૃતિઓ તો જૂજ છે. ઘણી બધી કૃતિઓ તો હજુ અપ્રકાશિત જ છે, અને એ બધી પ્રકાશિત થતાં (જે થતાં અલબત્ત હજુ સહેજે એક સૈકા કરતાં પણ વધુ સમય જશે) એ કૃતિઓના સવિગત અભ્યાસ સાથે આ
જૈન સાહિત્ય ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org