SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષાનું આ વર્ણન કવિએ અત્યંત મનોહર કર્યું છે. તેમાંનું કેટલુંક પદ્યમાં સમાસયુક્ત શૈલીથી કરેલું છે અને કેટલુંક ગદ્યમાં લયયુક્ત નાની નાની ગદ્યપંક્તિઓથી કરેલું છે. વર્ષાના વર્ણનમાં કવિની અવલોકનશક્તિનો આપણને સરસ પરિચય થાય છે. માનભટ્ટની કથામાં કવિએ કરેલું વસંતઋતુનું વર્ણન વર્ષાઋતુના વર્ણનની અપેક્ષાએ ટૂંકું છે. કોકિલાના મધુર શબ્દોવાળું, ભમરાના ગુંજારવથી વાચાળ, કામબાણથી દુપ્રેક્ષ્ય, નવીન પુષ્પોને કળીરૂપ અંજલિ કરીને નમ્ર બનેલા સામંતો માફક વસંતકાળ આવે છે. વસંતઋતુનું આગમન થતાં સ્વાધીન પતિવાળી સ્ત્રીઓ હર્ષથી પ્રફુલ્લિત બને છે. પ્રોષિતભર્તૃકા દીનમુખવાળી બને છે. બાળકો એકઠાં થઈ મોટા અવાજ કરે છે. યુવક-યુવતીઓની મંડળીઓ રાસડા ગાય છે. મદિરાપાન કરાય છે. ગીતો ગવાય છે અને ઋતુમાં મદનોત્સવ પણ ઊજવાય છે.’ પ્રકૃતિવર્ણનમાં કવિએ દિવસ અને રાત્રિના જુદા જુદા પહોરનું પણ મનોહર વર્ણન કર્યું છે. સંધ્યાનું વર્ણન કરતાં કવિ લખે છે, બાળક જળાશયમાં ત૨વા કૂદકો મારે ત્યારે હાથ નીચા કરેલા હોય, મુખ નીચે હોય અને પગ ઊંચે ગયેલા હોય તથા મસ્તક ઊછળતું હોય તેવી રીતે સૂર્ય અગિર ૫૨ ફરવા લાગ્યો. પોતાનાં કિરણરૂપી દોરડાંથી બાંધેલો સૂર્યરૂપી ઘડો સંધ્યારૂપી પત્ની વડે આકાશમાંથી સમુદ્રરૂપી કૂવામાં ઉતારાયો. જેનો પ્રતાપ ઓછો થઈ ગયો છે, આંખમાં પડલ આવવાથી તેજ ઘટી ગયું છે અને હાથ સંકોચાઈ ગયા છે એવા વૃદ્ધની જેમ સૂર્ય થયો હતો. જન્મેલાનું નક્કી મૃત્યુ હોય છે અને રિદ્ધિ પણ આપત્તિરૂપ નક્કી થાય છે એ પ્રમાણે કહેતો હોય તેમ સૂર્ય અસ્તગિરિના શિખરથી નીચે પડ્યો. અત્યંત આકરા ક૨ નાખીને અનુક્રમે સમગ્ર ભુવનને ખલ રાજા ત્રાસ પમાડી પછી એકદમ વિનાશ પામે છે તેમ સૂર્ય અસ્ત પામ્યો. સૂર્યરૂપી નૃપતિ અસ્ત પામતાં કમળરૂપી મુગ્ધ રાણીઓ અશ્રુજળથી મલિન નીચું મુખ કરીને જાણે રુદન કરતી હતી અને રુદન કરતી માતાઓને દેખી બાળકો જેમ લાંબા સમય સુધી રુદનનું અનુકરણ કરે તેમ રુદન કરતાં કમળોને દેખી મુગ્ધ ભ્રમરો પણ ગુંજારવ દ્વારા રુદનનું અનુકરણ કરતા હતા. સૂર્યરૂપી મિત્રના વિયોગમાં હંસોએ કરેલા શબ્દરૂપી રુદનને લીધે કમળના હૃદય માફક ચક્રવાકનું યુગલ વિખૂટું પડ્યું, જેમ પતિ પાછળ લાલ કસુંબો પહેરી કુલબાલિકા સતી થાય છે તેમ સૂર્યરૂપી નરેન્દ્રનો અસ્ત થયેલો જાણી કુસુમ સરખું લાલ આકાશ ધારણ કરનારી સંધ્યા સૂર્ય પાછળ સમુદ્રમાં મૃત્યુ પામી. વળી, ખલ-ભોગી અને પત્નીના પિય૨માં માણસો યાચના કરે તે સમયે તેમનાં મુખ થોડાં ઝાંખાં પડે તેમ થોડા અંધકારસમૂહ વડે દિશાપત્નીઓનાં મુખ શ્યામ બની ગયાં. Jain Education International કુવલયમાલા ઃ ૧૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002032
Book TitleSahitya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy