________________
આવાસો, સરોવરો, તળાવો, મંદિરો, વાવડીઓ, જુદા જુદા વર્ગના લોકો, યુવક અને યુવતીઓ, પશુ, પક્ષીઓ અને ત્યાં પ્રવર્તતી ભિન્ન ભિન્ન ઋતુઓનું અલંકારયુક્ત વર્ણન કરીને કવિએ તેમાં ઘણું મનોહર વૈવિધ્ય આપ્યું છે. કેટલેક સ્થળે વર્ણન સંક્ષેપમાં કર્યું છે, તો કેટલેક સ્થળે વિસ્તારથી પણ કર્યું છે. વિનીતાનગરીનું વર્ણન કરતાં ગ્રંથકારે ભિન્નભિન્ન વસ્તુઓમાં ચોમાસાની અનેક વસ્તુઓની ઉત્મક્ષા કરી છે. જેમકે “નિર્દય કરતલ વડે વગાડાતાં તબલાં અને વાજિંત્રો સાથે ગવાતાં ગીતથી જાણે મેઘનાદ ન થતો હોય !” એ નગરીમાં જાણે બારે માસ નવા ચોમાસાનો સમય પ્રવર્તતો હોય તેવી મનોહરતાનું સૂચન કર્યું છે.
રત્નાપુરી નગરીની શ્રેષ્ઠતા બતાવવા માટે કવિ કહે છે તે નગરીમાં જે કંઈ પદ્યર્થ પરાભવ પામવાથી અધમ કે હલકો ગણાય છે તે પદાર્થ બીજી નગરીમાં જાય તો ત્યાં તે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ગણાય છે.
કવિએ આ ગ્રંથમાં બધી જ ઋતુઓનું વર્ણન કર્યું છે પરંતુ તેમાં શરદ, વર્ષા, વસંત અને ગ્રીષ્મ એ ચાર તુનું વધારે વિગતે આલેખન કર્યું છે. ચંડસોમની કથામાં કવિએ શરદઋતુનું વર્ણન કર્યું છે. કાસ જાતિનાં ફૂલ જેવો ઉજજ્વળ નિર્મળ જલના તરંગની શોભાવાળો, સ્ફટિક હોય તેવો, શરદકાળ ચંદ્રની જ્યોત્સા, ખીલેલાં પુષ્પોની સુગંધ, નવપલ્લવિત લીમડાઓ, ઊગેલા અનાજના છોડ, બળદોના અવાજ વગેરે વડે મનોહર લાગે છે. કવિએ સમાસયુક્ત ભાષામાં રચેલી ચાર કડીમાં આ શરદઋતુનું વર્ણન કર્યું છે.
- દર્પફલિહની કથામાં કવિએ વ સ્તુનું વર્ણન કર્યું છે. ઉપમા અલંકાર વડે કરાયેલા આ વર્ણનમાં કવિ લખે છે કે કોઈક ગ્યાએ સરોવરનાં કાદવ અને ઘાસ શરીરે ચોટેલાં હોય તેવા, વનની ભેંસો જેવા મેઘ ઉતાવળથી વિચારતા હોય તેમ જણાતા હતા. ભયંકર અને ભમરાના અંગ જેવી કાંતિવાળા મેઘ કામી અસુરની જેમ વિચરતા હતા. વળી નવીન પાકતા આંબાની ગંધવાળો ફેલાતો પવન ધમધમ કરતો વનમાં વાઈ રહ્યો હતો. પ્રથમ વર્ષા થવાના યોગે પૃથ્વી અને જળનો સંગમ થવાથી માટીની સૌરભવાળો અને ભેંસોને મદ કરાવનાર સુગંધી પવન વાઈ રહ્યો હતો. તે વખતે નવીન કોમળ અંકુરો જમીનમાંથી બહાર ફૂટવા લાગ્યા. પર્વતનાં શિખરો અને ગુફાઓમાં મોર નૃત્ય કરવા લાગ્યા. પતિ પરદેશ ગયો હોય તેવી ગૃહિણીઓ દીન અને ઉદાસીન રહેવા લાગી. નવા ઊગેલા અંકુરોથી પૃથ્વી શોભવા લાગી. લોકો આકુળવ્યાકુળ બનવા લાગ્યા. પાણીની પરબોના મંડપો છોડાવા લાગ્યા. ખેડૂતો હળ અને ખેતીનાં સાધનો તૈયાર કરવા લાગ્યા. મુસાફરો ઘેર પાછા ફરવા લાગ્યા. ગામોમાં ઘરનાં છાપરાં સરખાં કરાવા લાગ્યાં.”
૧૪ - સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org