________________
ઇન્ડે આપ્યાં બે વરદાનજી, યજ્ઞમાં પ્રત્યક્ષ આવું માનજી; પરમ શ્રેષ્ઠ ગતિને પામોજી, વર સુણી દુખને વમોજી. ૧૪-૬ અગ્નિએ આપ્યાં એ વરદાનજી, પ્રગટ થવું ઇચ્છે જ્યાં જનજી; સ્વયં શા પ્રકાશલોકની પ્રાપ્તિજી, થાય દેહની જ્યારે સમાપ્તિજી. યમરાજાએ આપ્યાં વરદાનજી અનરસ જાણે રાજનજી; ધર્મમાં રહે મન સ્થિરજી કે'વાય મહાબળિ વીરજી. જળરાય વરૂણે આપ્યા બેયજી સુણો શ્રોતા દાખું તેજી; નળઇચ્છાએ ઉત્પન્ન થાવું , માળ આપી ન જાણે કુમળાવું. ધર્મનંદન એણી વિધેજી, નળરાયના મનોરથ સિધજી; બબે વર આપી ગયા દેવજી અન્ય રાજા કરતા પકે સેવજી. ગયા પોત પોતાને દેશજી, ત્યાં રહ્યું નહિ કોઈ શેષજી; વિધિપૂર્વક વિવાહ કીધોજી, ભીમ નરપતિએ જશ લીધો. નરશ્રેષ્ઠ રહ્યો નળ ત્યાંયજી, સ્વેચ્છાએ ગયો નઝમાંય; જઈ ધર્મે પાળે પ્રજાજી, જોઈ દંપતી સુખ સહુને થાયજી. યયાતિએ કીધા વાગજી તેવો નળ ધરે પુષ્યમાં રાગજી; નહુષે મેળવી કીર્તિ જેવીજી નળરાય મેળવતો તેવીજી. કર્યા અશ્વમેધ ને બીજા યાગજી દક્ષિણામાં આપ્યા ભૂમિબાગજી; વન ઉપવનમાં નારિ સાથિજી, કર્યો વિહાર નિષધ નાથિજી. વિહારવૃક્ષ તો ળિયુંજાજી, ફળ ઈન્દ્રસેન સહુએ કળિયુંજી; ઈન્દ્રસેન પુત્રોની વધાઈજી, યાચકજન નળગુણ ગાઈજી. થઈ ઈન્દ્રસેના એક પુત્રીજી, પસરી કીર્તિ સહુ સૂત્રીજી; ભાલણ પ્રભુ રઘુનાથજી, પુણ્યશ્લોકનો શોભે સાથજી.
(કડવું ૧૪૦ કડી ૬થી ૧૬)
(નળાખ્યાન) ७ स वै विवस्रो विकटो मलिन पांशुगुष्ठित માન્યા સહ શાન્ત: સુષ્યાપ ઘાતજે. !! દૂરદ્દ
મહાભારત) વસ્ત્ર વગરનો, પાથરવા ઘાસની સાદડી પણ જેની પાસે હતી નહિ એવો, મેલ તથા ધૂળયુક્ત શરીરવાળો, અને દમયંતી સહિત થાકી ગયેલો નળ પૃથ્વી ઉપર સૂતો.
(ભાષાંતર)
૧૯૮ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org