________________
દર્શન થાય છે, પણ તેમ કરવા જતાં, એણે પોતાની કવિતાને જે હાનિ પહોંચાડી છે અને ઔચિત્યનું ભાન ગુમાવ્યું છે તે પણ જોઈ શકાય છે.
| ઋતુપર્ણની કામલોલુપતાનું, બાહુક એને પજવે છે તેનું, સ્વયંવરમાં જ્યાં અટકાવવા માટે ઋતુપર્ણ રાણીઓને મારે છે એનું, ઋતુપર્ણના ઘોડાઓનું, બાહુક રથ હાંકતી વખતે જે વાંધા પાડે છે તેનું, અને અંતે નગરમાંથી રથ નીકળે છે તેનું પ્રેમાનંદે હાસ્યરસિક નિરૂપણ કર્યું છે. અહીં બાહુક ઋતુપર્ણનું અપમાન વારેવારે કરે છે, એને “નિર્લજ્જ, “છછેરો', અને “વિષયી કહી, એને કાગડાની ઉપમા આપી ઉતારી પાડે છે તથા ઘોડાને ગાળ આપી તે દ્વારા તુપર્ણને ગાળ આપે છે – એવું પ્રેમાનંદનું નિરૂપણ શ્રોતાઓને તો પંક્તિએ પંક્તિએ હસાવવાનું, પણ તેથી તે પ્રેમાનંદને કવિ તરીકે, ચડાવવાને બદલે નીચે જ પાડે છે.
ઋતુપર્ણ અને બાહુક રથમાં જાય છે તેની સાથે સુદેવને પણ બેસતો પ્રેમાનંદ બતાવે છે. મહાભારતમાં કે બીજી કોઈ કૃતિમાં સ્તુપર્ણની સાથે સુદેવને બેસતો બતાવવામાં આવ્યો નથી. આવે પ્રસંગે રાજા કહે તોપણ સુદેવ એની સાથે ન બેસે તે ઇષ્ટ છે, કારણ કે કુંડિનપુર પહોંચતી વખતે સ્વયંવરની કંઈ તૈયારી ન જુએ તો રાજા સૌથી પહેલો પ્રશ્ન સુદેવને જ કરે. પ્રેમાનંદને એ ખબર નથી એમ નહિ. માટે જ એણે કુંડિનપુર આવ્યું ત્યારે સુદેવને યુક્તિપૂર્વક જવાબ આપતો બતાવ્યો
રસ્તામાં ઋતુપર્ણનું વસ્ત્ર ઊડી જાય છે તે પ્રસંગનું નિરૂપણ પણ પ્રેમાનંદ મહાભારત કરતાં થોડું ભિન્ન કર્યું છે. તેમાં પણ શ્રોતાઓને હસાવવાની એની વૃત્તિ રહેલી છે. પરિણામે, તુપર્ણ અને બાહુક નળ, બંનેનાં પાત્રના ગૌરવને એણે હાનિ પહોંચાડી છે. નળ અને ઋતુપર્ણની વિદ્યાનો પ્રસંગ પણ પ્રેમાનંદે મહાભારત કરતાં ભિન્ન રીતે નિરૂપ્યો છે. ફલપત્રની સંખ્યા તો મહાભારત કરતાં તદ્દન જુદી છે જ; ઉપરાંત મહાભારતમાં ઋતુપર્ણ પોતાની વિદ્યા, નળને આપે છે અને પોતે લેવાની વિદ્યા, નળ પાસે લેણી રાખે છે એને બદલે, પ્રેમાનંદે બંનેને એકબીજાની વિદ્યા ત્યાં આપતા અને લેતા બતાવ્યા છે.
નળ અક્ષવિદ્યા મેળવે છે કે તરત જ કલિ એના દેહમાંથી નીકળે છે. ૭મી કડીથી આ કડવાના અંત સુધી, કવિએ કલિનો જ પ્રસંગ વર્ણવ્યો છે. એમાં પ્રેમાનંદ કલિના ગુણ-અવગુણ વિગતે વર્ણવ્યા છે. પોતાના સમાજને લાગુ પડતી વાત કહેવાની અને એ રીતે લોકોને ધર્મ-અધર્મની વાત સમજાવવાની તક પ્રેમાનંદે અહીં ઝડપી છે. એના આ નિરૂપણમાં એના પોતાના જમાનાના લોકોના અનાચારનું પણ કેટલુંક પ્રતિબિંબ પડ્યું છે.
૧૭૮
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org