________________
યશોવિજયજી મહારાજ અગ્રગણ્ય શ્રાવકો સાથે મહોબતખાનની સભામાં ગયા અને ત્યાં સભાજનો સમક્ષ ૧૮ અવધાનનો પ્રયોગ કરી બતાવ્યો. તેમની આવી શક્તિ અને વિદ્વત્તાથી મહોબતખાન પ્રભાવિત અને આનંદિત થયો. તેણે ઉત્સાહપૂર્વક અને ઉત્સવપૂર્વક શ્રી યશોવિજયજી મહારાજનું ઘણું મોટું સન્માન કર્યું. જૈન ધર્મમાં પણ આવા મહાન વિદ્વાન મુનિઓ છે એની તેને ખાતરી થઈ.
આ પ્રસંગ પછી અમદાવાદના શ્રી સંઘે તે સમયના ગચ્છનાયક આચાર્ય શ્રી વિજયદેવસૂરિ આગળ એવી વિનંતી કરી કે, “મુનિ શ્રી જવિજ્યજીએ જૈન ધર્મની જે સેવા બજાવી છે અને બહુશ્રુતતા પ્રાપ્ત કરી છે તે માટે તેમને ઉપાધ્યાયની પદવી આપવામાં આવે.' શ્રી સંઘની વિનંતીને માન આપી, અને શ્રી યશોવિજયજીની તે માટેની યોગ્યતા જાણી આચાર્ય મહારાજે તેમને ઉપાધ્યાયની પદવી આપવાનું નક્કી કર્યું. તે પછી શ્રી યશોવિજયજીએ વીસ સ્થાન’ના તપની આરાધના કરી. તપને અંતે શ્રી વિજયદેવસૂરિની આજ્ઞાથી તેમના શિષ્ય શ્રી વિજ્યપ્રભસૂરિએ શ્રી સંઘના મોટા ઉત્સવ સાથે વિ. સં. ૧૭૧૮માં અમદાવાદમાં ઉપાધ્યાયની પદવી આપી. ત્યારથી શ્રી યશોવિજયજી મહારાજ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી' બન્યા.
શ્રી યશોવિજ્યજીના વિદ્યાગુરુ વિશે આ પ્રમાણે એક દંતકથા છે : એક વખત શ્રી યશોવિજયજી મહારાજ ખંભાતમાં પધાર્યા હતા. એક દિવસ તેઓ વ્યાખ્યાન આપી રહ્યા હતા તે વખતે ત્યાં ઉપાશ્રયમાં કોઈ એક વયોવૃદ્ધ માણસ આવ્યો અને વ્યાખ્યાન સાંભળવા બેસી ગયો. મહારાજની તરત તેના પર નજર પડી અને તેમને ઘણું આશ્ચર્ય થયું. તેમણે તે વ્યક્તિને વંદન કર્યું, એથી સૌ તે વૃદ્ધ તરફ જોવા લાગ્યા, અને તે વ્યક્તિ કોણ હશે એ વિશે તર્ક કરવા લાગ્યા. તે સમયે ઉપાધ્યાયજીએ
કહ્યું કે ‘આ એ વ્યક્તિ છે કે જેની પાસે કાશીમાં મેં નવ્યન્યાયનું અધ્યયન કર્યું છે. મારા એ વિદ્યાગુરુ પ્રત્યે હું અત્યંત ઋણી છું. તમારે એમનો યોગ્ય સત્કાર કરવો જોઈએ.' એ સાંભળી ખંભાતના શ્રી સંઘે તરત રૂપિયા સત્તર હજારની રકમ એકઠી કરી અને તે બ્રાહ્મણ પંડિતને ગુરુદક્ષિણામાં આપી. પોતાના શિષ્યનો આવો પ્રભાવ જોઈ હર્ષ પામી વિદ્યાગુરુએ વિદાય લીધી.
શ્રી યશોવિજયજીએ પ્રતિમાશતક’ નામની પોતાની કૃતિ ઉપર પોતે જ રચેલી વૃત્તિમાં પોતાની ગુરુપરંપરાનો પરિચય આપ્યો છે. તેમાં તેમણે અકબર પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિથી શરૂઆત કરી છે. તેમાં તેમણે શ્રી હીરવિજયસૂરિના શિષ્ય શ્રી કલ્યાણવિજય, તેમના શિષ્ય શ્રી લાભવિજય અને તેમના બે શિષ્યો તે શ્રી જીતવિજય અને શ્રી નયવિજ્યનો ઉલ્લેખ કર્યો છે. શ્રી નયતિય ગણિ શ્રી યશોવિજ્યના દીક્ષાગુરુ હતા. શ્રી યશોવિજ્યના ભાઈએ પણ શ્રી નયવિજય પાસે
યશોવિજયજી અને એમનો જંબુસ્વામી રાસ ૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org