________________
ધરમ કરઈ સુધ શ્રાવક તણઉ, પણિ વઈરાગ ધન અતિ ઘણઉ. રિદ્ધિ દેખી નઈ ન કરઈ ગર્વ, જાણઈ અથિર અનિત્ય એ સર્વ; કુટુંબ સંબંધ કારમઉ તિસઉ, તરુ પંખી નઉ મેલઉ તિસઉ. ક્રોધ માન માયા લિ લોભ, અધિક કરતા ન ચઢાઈ સોભ; ઇમ જાણી વારઇ તેહનઈ, ધન્ય તિકે જીપઈ એહનઈ. ચંડપ્રદ્યોતના આક્રમણ સમયે શતાનીક રાજા અત્યંત અસ્વસ્થ અને ક્ષુબ્ધ
બની જાય છે, અને આક્રમણનો આઘાત ન જીરવાતાં એનો અંત સમય જ્યારે પાસે આવી પહોંચે છે ત્યારે તે સમયે પોતાના પતિને આશ્વાસન આપતાં મૃગાવતી જે શબ્દો કહે છે તે જુઓ :
અમ્ત તણી ચિંતા મત કરઈ, તેં સમિર શ્રી વીતરાગ; સંસારની માયા તજી, તું વાલિ મન વયાગોજી. જગમાંહિ કો કેહનઉ નહીં, કારિમઉ સગપણ એહ, વિહડંતા વેલા ખિન્ન નહીં, તડફઈ પકડઈ જિમ ત્રેોજી દોહિલઉં આહિજ ખેત્ર એ, દોહિલઉ માણસ જમ્મ; સંજોગ ગુરુનઉ દોહિલઉ, દોહિલઉ વલિ જિણ ધમ્મોજી રાગદ્વેષ નાગ્યે કેહસું, મન આણિ સમતા ભાવ, વયર વિરુયા છઈ ઘણું, ખામિયઈ ઈણ પ્રસ્તાવોજી, જિન શાસનઈ જિનવર કહ્યા એ, જીવ ચઉરાસી લાખોજી; ખામજે ત્રિકરણ સુદ્ધર્યું, વીતરાગ દેવની સાખોજી, સંસારના કારણ કહ્યા, પાડુયા પાપ અઢાર, મિચ્છા દુક્કડ દીજિયઈ, ચીતાર નઈ ચીતારોજી; નઉકાર મનમાંહિ રાખિજે, જિહાં પંચ શ્રી પરમિક
પ્રયુ દેખિ ચોર સૂલી ચઢઉ, દેવ(તા) તણા સુખ દિકોજી. ધન નારી એહ મમૃગાવતી, નિજાવિયઉ નિજ કંત, તયાગ ઢાલ ઈગ્યારમી, કહઈ સમયસુંદર તેંતોજી.
મૃગાવતી જ્યારે ભગવાન મહાવીર પાસે દીક્ષા લે છે તે સમયે ભગવાન મહાવીર એમને જે બોધ આપે છે, તેમાં સાધુ-સાધ્વીઓનાં પંચમહાવ્રત તથા સાધુસાધ્વીઓની સામાચારીનો નિર્દેશ જોવા મળે છે. ત્રીજા ખંડની છઠ્ઠી ઢાલની થોડીક પંક્તિઓ જુઓ :
જ્ઞાન શું કિરિયા સિવસુખાઈ રે,
અંધ સું પંગુ નગરી પાઈ રે, ગુરુ ગુરુણી નઉ વચન ન લોપે રે
સીખ દેય ં તું મત કોપે રે.
કવિવર સમયસુંદર અને એમની બે રાસકૃતિઓ * ૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org