________________
કવિવર સમયસુંદર અને એમની બે રાસકૃતિઓ
(૧) કવિવર સમયસુંદર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર સમર્થ જૈન કવિઓમાં સમયસુંદરનું સ્થાન વિશિષ્ટ છે. ઈ.સ.ના સોળમા શતકના ઉત્તરાર્ધમાં અને સત્તરમાં શતકના પૂર્વાર્ધમાં થઈ ગયેલા આ જૈન સાધુકવિએ ગુજરાતી સાહિત્યમાં વિવિધ પ્રકારનો ફાળો આપ્યો છે. વિદ્વાન સાહિત્યકાર તરીકે તેમ જ તપસ્વી સાધુ તરીકે તેમણે ઉચ્ચ પ્રકારની પ્રતિષ્ઠા પોતાના સમયમાં મેળવી હતી.
સમયસુંદરના જીવન વિશે, એમણે પોતે રચેલા ગ્રંથોના આધારે, તેમ જ એમના શિષ્યોએ રચેલી કૃતિઓને આધારે કેટલીક માહિતી મળે છે. સમયસુંદરનો જન્મ મારવાડમાં સાચોરની પ્રાગ્વાટ પોરવાડ) વણિક જ્ઞાતિમાં થયો હતો. એમની માતાનું નામ લીલાદેવી હતું. એમના પિતાનું નામ રૂપસિંહ હતું. પોતાના જન્મસ્થાન વિષે કવિએ પોતે પોતાની એક કૃતિ “સીતારામ ચોપાઈના છઠ્ઠા ખંડની ત્રીજી ઢાલમાં આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે:
ભુજ જનમ શ્રી સાચોરમાંહી, તિહાં ઔર માસ રહ્યાં ઉચ્છાહિ;
તિહાં ઢાલ એ કીધી એકે જ, કહે સમયસુંદર ધરી .” કવિના કવનકાળ તેમજ કાળધર્મ (અવસાનના સમય વિશે જેવાં નિશ્ચિત પ્રમાણો મળે છે તેવાં તેમના જન્મસમય કે બાલ્યકાળ વિશે મળતાં નથી. પરંતુ અન્ય ઉલ્લેખો પરથી એ વિશે કંઈક અનુમાન કરી શકાય છે. સમયસુંદરનો સૌથી પહેલો ગ્રંથ તે “માવતદ્'. વિક્રમ સંવત ૧૬૪૧માં રચાયેલા આ સંસ્કૃત ગ્રંથમાં તેમણે મમ્મટના કાવ્યપ્રકાશનું અધ્યયન કરી ધ્વનિ વગેરે સૂક્ષ્મ વિષયોની ૧૦ શ્લોકમાં
કવિવર સમયસુંદર અને એમની બે ચસકૃતિઓ ક ૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org