________________
મળે છે. એ સમયે ગુજરાતી ભાષાનું પોતાનું વ્યાકરણ લખાય એવું સ્થાન અને હજુ મળ્યું નહોતું. ગુજરાતીના માધ્યમ દ્વારા વ્યાકરણ તો સંસ્કૃત ભાષાનું જ શીખવાતું, પરંતુ આ વ્યાકરણો દ્વારા તે સમયે વિકાસ પામતી, લખાતી અને બોલાતી ગુજરાતી ભાષાના સ્વરૂપ અને એની વ્યાકરણવિષયક લાક્ષણિકતાઓ વિશે આપણને જાણવા મળે છે. વળી એમાં અપાયેલો શબ્દકોશ કે એમાં વપરાયેલા શબ્દભંડોળ દ્વારા ભાષાવિકાસના અભ્યાસ માટે પણ તે મૂલ્યવાન સામગ્રી પૂરી પાડે છે.
આમ, નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય અત્યંત વિપુલ અને સમૃદ્ધ છે. તેમાંનું કેટલુંક મુદ્રિત થયું છે, પરંતુ એ તમામ સાહિત્ય છપાઈને પ્રગટ થશે ત્યારે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં તે સવિશેષ પ્રકાશ પાડશે.
૮૪ ૯ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org