SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ માટે લખાયેલા બાલાવબોધમાં કેટલાકમાં માત્ર ગુજરાતીમાં અનુવાદ આપવામાં આવ્યો હોય છે, તો કેટલાકમાં દન્તકથાઓ અને તત્ત્વ-વિવરણ ઉમેરીને મૂળ ગ્રંથનો વિસ્તાર કરવામાં આવ્યો હોય છે. બાલાવબોધના વિદ્વાન લેખકોનો પ્રાથમિક આશય તો સરળ ગુજરાતીમાં મૂળ ગ્રંથની સમજણ આપવાનો હોય છે, પરંતુ તેમ છતાં લેખક પોતાના લખાણને બને તેટલું રોચક અને રસિક બનાવવાનો પ્રયત્ન કરે છે. તરુણપ્રભસૂરિકૃત ષડાવશ્યક બાલાવબોધ', ષષ્ટિશતક-પ્રકરણ બાલાવબોધ' વગેરે મહત્ત્વની કૃતિઓ આ સમયમાં આપણને સાંપડે છે. બાલાવબોધનો એક બીજો પ્રકાર તે “ટબો' (તબક) છે, જેમાં મૂળ ગ્રંથની પંક્તિઓ મોટા અક્ષરે પૃષ્ઠની વચમાં લખી, ઉપર અને નીચે નાનામોટા અક્ષરે શબ્દનો અર્થ કે ભાવ લખવામાં આવતો. જેમનું ભાષાજ્ઞાન મર્યાદિત હોય તેવા વાચકો માટે આવી કૃતિઓ લખવામાં આવતી. ગુરાતી ગદ્યનો એક વિશિષ્ટ પ્રકાર તે વર્ણકનો છે. અનુપ્રાસયુક્ત લયાન્વિત ગદ્યમાં કોઈ પણ એક વિષયનું સચોટ વર્ણન કરવામાં આવે એ વર્ણક, ઋતુઓ, ઉપવન, નગર, રાજસભા, સેના, સ્વયંવર, યુદ્ધ, સ્વખ, શુકન, જ્ઞાતિ, ભોજન ઈત્યાદિ ઘણા વિષયો પર વર્ણકોની રચના થતી. ગદ્યલેખકો અને કથાકારો આવા વર્ણકોનો ઉપયોગ પોતાની કૃતિઓમાં કરતા. આ સમય દરમિયાન લખાયેલી ગદ્યકૃતિઓમાં એક સૌથી મહત્ત્વની કૃતિ તે “પૃથ્વીચંદ્રચરિત' છે. કવિ માણિક્યસુંદરસૂરિએ ઈ. સ. ૧૪૨૨માં પાલનપુરમાં એની રચના કરી હતી. પાંચ ઉલ્લાસમાં એક નાનકડી કથાનું આલેખન કર્તાએ કર્યું છે, પરંતુ ચમત્કૃતિભરેલા મનોહર શબ્દાલંકારો અને અર્થાલંકારો વડે તથા વિવિધ વર્ણકો વડે વિશદ અને પ્રાસાદિક ભાષામાં કવિએ એનું એવું હૃદયંગમ આલેખન કર્યું છે કે જેથી આખીયે કૃતિ કવિત્વની કોટિએ પહોંચી જાય છે. પૈઠણનો રાજા પૃથ્વીચંદ્ર અયોધ્યાના રાજા સોમદેવની કુંવરી રત્નમંજરીને, કેટલાંક સાહસો અને પરાક્રમો વડે વિઘ્નો દૂર કરી, પરણે છે. સમય જતાં પૃથ્વીચંદ્ર રાજા તીર્થકર ભગવાન ધર્મનાથની દેશના સાંભળી પોતાના પુત્ર મહીધરને રાજગાદી સોંપી દીક્ષા લે છે અને કાળક્રમે કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે અને મોક્ષનો અધિકારી બને છે. આ નાનકડી કથાને નિમિત્તે કતએ કૃતિને વર્ણકસંગ્રહ કે સંદર્ભગ્રંથ જેવી બનાવી છે, એટલે કે જ્યાં જ્યાં તક મળી ત્યાં ત્યાં એમણે કથાપ્રવાહને સ્થગિત કરી, પ્રાસાનુપ્રાસથી શોભતાં વિગતપ્રચુર મનોહર વર્ણનો પ્રાસાદિક શૈલીએ આપ્યાં છે. આ કૃતિમાં કર્તાએ પૃથ્વીચંદ્રની રાજસભા, અયોધ્યાનગરી, નાયક-નાયિકા, સ્વયંવર, ચતુરંગ સેના, યુદ્ધ, વર્ષાઋતુ, અટવી, લગ્નોત્સવ, ભોજન સમારંભ ૮૨ ના સાહિત્યદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002032
Book TitleSahitya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy