________________
રૂપકગ્રંથિના પ્રકારની કૃતિઓમાં જયશેખરસૂરિકૃત ‘ત્રિભુવનદીપકપ્રબંધ' સૌથી મહત્ત્વની કૃતિ છે. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષાના પ્રકાંડ પંડિત, ઉપદેશચિંતામણિ'. જેનકુમારસંભવ', “ધમિલચરિત' ઈત્યાદિ મહાકાવ્યોના કર્તા મહાકવિ જયશેખરસૂરિએ સંસ્કૃતમાં પોતે રચેલી પ્રબોધચિંતામણિ' નામની કૃતિ ઉપરથી પોતે જ ગુજરાતીમાં ત્રિભુવનદીપકપ્રબંધ' નામની કૃતિની રચના ઈ. સ. ૧૪૦૬માં કરી હતી. દુહા, ચોપાઈ, છપ્પા વગેરેની ૪૩૨ કડીમાં લખાયેલા આ કાવ્યનું કથાવસ્તુ નીચે પ્રમાણે છે.
પરમહંસ નામનો રાજા ત્રિભુવનમાં રાજ્ય કરે છે. એની રાણીનું નામ ચેતના છે. એક વખત પરમહંસ રાજા માયા નામની રમણીના રૂપથી આકર્ષાઈ ચેતનાનો ત્યાગ કરે છે અને પરિણામે ત્રિભુવનનું રાજ્ય ગુમાવે છે. એથી રાજા કયા નામની નગરી વસાવી ત્યાં રાજ્ય કરવા લાગે છે અને રાજ્યનો વહીવટ મન નામના મંત્રીને સોંપે છે. દુષ્ટ મનમંત્રી રાજાને કેદ પકડી પોતે રાજા થઈ બેસે છે, જેથી પરમહંસ રાજાને ખૂબ પશ્ચાત્તાપ થાય છે.
મનને પ્રવૃત્તિ અને નિવૃત્તિ નામની બે પત્ની છે, પ્રવૃત્તિનો પુત્ર તે મોહ અને નિવૃત્તિનો પુત્ર તે વિવેક પ્રવૃત્તિ મનને વશ કરી, નિવૃત્તિ તથા વિવેકને દેશવટો અપાવી, પોતાના પુત્ર મોહને રાજ્યની ગાદી અપાવે છે. મોહરાજાની રાણીનું નામ દુર્મતિ છે અને એના પુત્રો તે કામ, રાગ અને દ્વેષ છે.
સમય દેશવટો ભોગવતો વિવેક સંયમશ્રી નામની સ્ત્રી સાથે લગ્ન કરી, તપ નામનાં હથિયારો સજ્જ કરી, મોહરાજના રાજ્ય પર પ્રબળ આક્રમણ કરીને એને હરાવે છે. અને પોતાના પિતા મનને સમજાવી, પરમહંસ રાજાને કાયાનગરીની કેદમાંથી મુક્ત કરાવે છે. વિમુક્ત પરમહંસ ફરીથી ત્રિભુવનનું રાજ્ય કરવા લાગે
આમ આ રૂપકકાવ્યમાં ગુણલક્ષણો અનુસાર કથાસંવિધાન રસિક અને સુસંગત બન્યું છે. એમાં કવિનું ભાષા ઉપરનું અસાધારણ પ્રભુત્વ પણ દેખાય છે, કવિતાની દૃષ્ટિએ પણ આ રૂપકકાવ્ય એક ઉત્તમ કોટિની કૃતિ છે.
જે સમયે સાહિત્યસર્જનના માધ્યમ તરીકે પદ્યનો જ સૌથી વધુ ઉપયોગ થતો હતો તે સમયે ગદ્યના ક્ષેત્રે પણ કેટલુંક નોંધપાત્ર કાર્ય થયેલું આપણને જોવા મળે છે. એમાં સૌથી વધુ ખેડાયેલો પ્રકાર તે બાલાવબોધ'નો છે. જ્ઞાન અને સમજશક્તિની બાબતમાં જેઓ હજુ બાલદશામાં છે તેઓના અવબોધ (સમજણ) માટે લખાયેલી કૃતિ તે “બાલાવબોધ.” જૈન આગમો કે ત્યાર પછી લખાયેલા શાસ્ત્રગ્રંથો કે ઇતર પ્રકારની સંસ્કૃત-પ્રાકૃતમાં લખાયેલી કૃતિઓ વિશે તત્કાલીન લોકોને ગુજરાતીમાં સમજાવવા
નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય ૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org