________________
હંસાવલી સાથે લગ્ન કરે છે. એથી નરવાહનને હંસાવલી માટે તાલાવેલી લાગે છે. એનો પ્રધાન મનકેસર હંસાવલી સાથે લગ્ન કરાવી આપવાનું રાજાને વચન આપે છે. સમુદ્રની પેલે પાર આવેલા કનકાપુરીમાં હંસાવલી પાસે જઈ, પુરુષો પ્રત્યેના એના દ્વેષનું કારણ જાણી, યુક્તિથી તે દૂર કરી, પૂર્વ ભવમાં હંસાવલી જ્યારે પંખિણી હતી ત્યારે એનો પંખી પતિ જે હતો તે નરવાહન રાજા છે એમ સમજાવીને મંત્રી હંસાવલીનાં નરવાહન સાથે લગ્ન કરાવી આપે છે.
હંસાવલીને બે પુત્ર થાય છે : હંસ અને વસ્ત્ર. પુત્રો યુવાન થતાં એમના પ્રત્યે કામાતુર થયેલી અપરમાતા રાણી લીલાવતી પોતાના એ હેતુમાં નિષ્ફળ જતાં રાજાને ભંભેરી બંને પુત્રોને દેહાંતદંડની સજા અપાવે છે, પરંતુ પ્રધાન મનકેસર બંને પુત્રોને ગુપ્ત રીતે બચાવી લે છે. વનમાં ગયેલા બંને ભાઈઓ છૂટા પડી જાય છે, કેટલાંક કષ્ટ ભોગવે છે અને ઘણાં પરાક્રમો કરી, સમૃદ્ધ થઈ છેવટે પૈઠણ પાછા ફરે છે. આમ 'હંસાઉલી'માં નરવાહન અને હસાવલીની અને એમના પુત્રો હંસ અને વત્સની કથા નિરૂપાઈ છે. હાસ્ય, કરુણ અને અભુત રસના પ્રસંગોના નિરૂપણ વડે કથા રસિક બની છે. માત્રામેળ છંદમાં લખાયેલી આ કૃતિમાં કવિએ વચ્ચે કરુણરસનાં ત્રણ ગીતો પણ મૂક્યાં છે.
કવિ ભીમકૃત “સદયવત્સવીર પ્રબંધમાં સદેવંત-સાવલિંગાની અદ્દભુતરસિક પ્રણયકથા નિરૂપાયેલી છે. દુહા, સોરઠા, ચોપાઈ, છપ્પય, કુંડળિયા, ચામર, મોતીદામ ઈત્યાદિ માત્રામેળ અને અક્ષરમેળ છંદોની લગભગ ૭૩૦ કડીમાં આ લોકપ્રિય કથાવસ્તુનું આલેખન કવિએ કર્યું છે. વચ્ચે વચ્ચે પ્રસંગાનુસાર ગીતો પણ કવિએ પ્રયોજ્યાં છે.
સદયવત્સવીર પ્રબંધમાં સદયવત્સના પ્રેમ અને પરાક્રમના પ્રસંગો ગુંથીને કિવિએ કાવ્યમાં શૃંગાર, વીર અને અભુત રસ વહાવ્યો છે. સદયવ ઉજ્જયિનીના રાજા પ્રભુવત્સનો પરાક્રમી પણ ધૂતનો વ્યસની પુત્ર હતો. સ્વયંવરમાં જઈ રાજા શાલિવાહનની પુત્રી સાવલિંગાને એ પરણી લાવ્યો હતો. રાજ્યના મદોન્મત્ત બનેલા જયમંગલ નામના હાથીનો વધ કરી એણે એક સગર્ભા બાહ્મણીને બચાવી લીધી હતી. સદયવત્સ ઉદાર હતો અને એથી રાજાના કપણ મંત્રી સાથે એને અણબનાવ હતો. મંત્રીની ભંભેરણીથી રાજાએ સદયવત્સને રાજ્ય છોડીને ચાલ્યા જવાની આજ્ઞા કરી. સાવળિગા પણ એની સાથે ચાલી નીકળી. રસ્તામાં, એની પરાક્રમશીલતાથી પ્રસન્ન થઈને દેવીએ એને ઘૂતમાં અને સંગ્રામમાં વિજય મેળવવાનું વરદાન આપ્યું. એથી સદયવલ્સે ઠેર ઠેર ધૂતમાં વિજય મેળવ્યો.
રસ્તામાં એક સ્થળે લીલાવતી નામની કુમારિકા ચિતામાં બળી મરવાની
નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય : ૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org