________________
વીરતાથી સામનો કરી સૂબાને હરાવ્યો તેનું નિરૂપણ પણ આ કૃતિમાં કરવામાં આવ્યું છે. જેના નામથી ઈડરના પહાડ ઉપર “રણમલ્લ ચોકી' આજે પણ હયાત છે. એ ઈડરના વીર અને સાહસિક રાણા રણમલ્લે મુસલમાન સૂબાનો મોડાસાથી પાટણ જતો ખજાનો લૂંટી લીધો. એથી ક્રોધે ભરાઈ ઝફરખાને ઈડર પર ચડાઈ કરી. એની પાસે સૈન્ય ઘણું મોટું હતું. ઝફરખાને તળેટીના ગામ પર ચડાઈ કરી લૂંટ આદરી, પરંતુ તરત જ રણમલ્લ અને એના સુભટો જળધોધની જેમ ગઢ ઉપરથી નીચે ઊતર્યા અને મુસલમાન લશકર ઉપર તૂટી પડ્યા. રજપૂતોના પ્રહારો સામે મુસલમાનો ટકી ન શક્યા. એમની હાર થઈ. પરાજયની વાત સાંભળી ઝફરખાન નાસી છૂટ્યો. એથી રાણા રણમલ્લને ખૂબ યશ મળ્યો અને એની હાક ચારે બાજુ વાગવા લાગી.
દુહા, ચોપાઈ, હરિગીત વગેરે માત્રામેળ છંદમાં લખાયેલા આ કાવ્યમાં કવિએ આરંભમાં દસ શ્લોક સંસ્કૃતમાં આયાં છંદમાં લખેલા છે. વળી કવિની ભાષા ચારણી ડિંગળની છાંટવાળી છે અને એમાં કવિએ અરબી, ફારસી શબ્દો ઠીક ઠીક પ્રમાણમાં યોજ્યા છે. યુદ્ધના સજીવ વર્ણનમાં કવિએ વીરરસનું સચોટ આલેખન કર્યું છે. કવિની શૈલી પ્રૌઢ અને ઓજસ્વી છે. “ઢમઢમાં ઢમઢમકાર ઢંકર ઢોલ ઢોલી જંગિયા કે ‘તુકખાર તાર તતાર તેજી તરલતિકખ તુરંગમા' જેવી શબ્દાલંકારયુક્ત પંક્તિઓ કવિની બળવતી વાણીનો પરિચય કરાવી જાય છે.
આગમકથાઓ, જાતકકથાઓ, રામાયણ અને મહાભારત તથા પુરાણોની કથાઓ ઉપરાંત કેટલીયે કથાઓ જનસમાજમાં પ્રાચીન સમયથી પરંપરાથી પ્રચલિત બની ગઈ હતી કે જેમાં ઉપદેશ કરતાં રસિક કથાનું મહત્ત્વ વિશેષ હતું, ગુણાઢ્યની બૃહત્કથા' ઉપરથી પણ ઘણી કથાઓ થોડા કે વધુ રૂપાંતર સાથે પ્રચલિત બની હતી. મુખ્યત્વે શૃંગાર, વીર અને અદ્દભુત રસની એ વાર્તાઓ જનમનરંજનનું મોટું સાધન બની હતી. એવી લોકપ્રચલિત વાર્તાઓને ગુજરાતી પદ્યમાં ઉતારવાનો પ્રયત્ન ઘણા કવિઓએ કર્યો છે. “કથા', “ચરિત્ર', પ્રબંધ', પવાડો' કે ક્યારેક તો “રાસ' કે “ચોપાઈ'ના નામ હેઠળ આવી કેટલીક લોકવાર્તાઓની રચના આ સમયમાં પણ કિવિઓએ કરી છે.
આ સમયના જૈનેતર કવિ અસાઈત કૃત “હંસાઉલી હિંસાવલી) પણ એક મહત્ત્વની કૃતિ છે. ભવાઈના વેશ લખનાર, ભવાઈના પિતા મનાતા સિદ્ધપુરના વતની કવિ અસાઈતે ઈ. સ. ૧૩૬ ૧માં આ કૃતિની રચના કરી છે, ચાર ખંડની કુલ ૪૭૦ કડીમાં આલેખેલું આ કૃતિનું કથાવસ્તુ કવિએ લોકકથામાંથી લીધેલું છે. મધ્યકાળમાં હંસાવલીની કથા ખૂબ લોકપ્રિય હતી.
પૈઠણનો રાજા નરવાહન સ્વપ્નમાં કનકાપુર પાટણના રાજા કનકભ્રમની કુંવરી
૭૮
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org