________________
નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ એટલે લગભગ આઠસો વર્ષના સાહિત્યનો ઇતિહાસ. આ સુદીર્ઘ સમયાવધિમાં હજારો ગ્રંથોની રચના થઈ અને કાળના પ્રવાહમાં સેંકડો ગ્રંથો લુપ્ત પણ થઈ ગયા. પ્રાચીન સમયના બીજા ઘણા ગ્રંથો પણ કદાચ લુપ્ત થઈ ગયા હોત, જો ભિન્ન ભિન્ન જૈન ભંડારોમાં અને અન્યત્ર તે હસ્તપ્રતોના. રૂપમાં સચવાઈ રહ્યા ન હોત તો. એ ગ્રંથોના અસ્તિત્વે સાહિત્ય અને ઇતિહાસના ક્ષેત્રે ઘણો નવો પ્રકાશ પાડ્યો છે, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ નવેસરથી લખવાની ફરજ પાડી છે અને આપણી કેટલીયે પ્રચલિત માન્યતાઓને ખોટી ઠરાવી છે. | ગુજરાતી ભાષા અને સાહિત્યનો પ્રારંભ હવે તો છેક ઈસવીસનના બારમા સૈકાથી એટલે કે કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યના સમયથી ગણવામાં આવે છે. કવિ નરસિંહ મહેતાના સમય પૂર્વેના એટલે કે આ લગભગ અઢીસો-ત્રણસો વર્ષના ગાળાનું સાહિત્ય પણ ઠીક ઠીક સમૃદ્ધ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કેટલાયે ચીલાઓનાં મૂળ આ ગાળામાં જોઈ શકાય છે. ત્રણચાર કૃતિઓના અપવાદ સિવાય આ તમામ સાહિત્ય જૈન કવિલેખકોને હાથે લખાયેલું છે.
સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ દ્વારા ગુજરાતી ભાષા ઊતરી આવી છે. ઈસવીસનના દસમા સૈકામાં પશ્ચિમ ભારતમાં, ગુજરાત, રાજસ્થાન અને મથુરાની આસપાસના ઉત્તર પ્રદેશના વિસ્તારમાં જે ભાષા બોલાતી હતી તે મથુરાના રાજા શુરસેનના નામ પરથી શૌરસેની અપભ્રંશ તરીકે ઓળખાતી હતી. એમાંથી કાળક્રમે હિંદી, રાજસ્થાની અને ગુજરાતી એમ ત્રણ ભાષાઓનો વિકાસ થયો. ધ્વનિવિકાસ, વ્યાકરણ, શબ્દભંડોળ, પ્રયોગો, સાહિત્યશૈલી ઇત્યાદિની દૃષ્ટિએ તેમાં સ્વતંત્ર લક્ષણો પ્રગટ થવા લાગ્યાં હતાં. સોલંકી યુગમાં, સિદ્ધરાજ-કુમારપાળના સમયમાં, આ
૬૮ ક સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org