________________
અથ શ્રી ભાગ્યવતી સ્ત્રીને સાસરે તથા પિયર જવાનું મુહુર્ત. ( 9 ) अप्रसुता यदा कन्या । प्रथमा गर्भ संयुता ॥ पितुस्थाना तुया नारी । न गच्छेत् पति मंदिरे ॥२३॥ गर्भणी श्रवते गर्भ । बालास्त्री प्रियते सुतं ॥ नववधु भवेद्वंध्या । नृप शीघ्रं विनस्यति ॥२४॥
ભાવાર્થ દેવ પિલા હોય અને શુભ તીથી હેય તે પણ સાસરેથી પીયર જવાને દોષ નથી. પણ જે દેવ સુતાં હોય અને ધન, મીન, સંકાંતી હાય તથા શુકે સન્મુખ અથવા જમણે હોય તે પીચરથી સાસરે ન જવું, પણ સાસરેથી પીયર જઈ શકે છે.
રેવતી નક્ષેત્રથી કૃતીકાના એક પાયા સુધી ચંદ્રમા મેષ રાશીને રહે ત્યાં સુધી શુક આથમેલે રહે છે તે સમયમાં સ્ત્રીને પીયર કે સાસરે ગમે ત્યાં જવામાં દેષ નથી. વિશેષ સ્ત્રીને સાસરે જવામાં મુહૂર્વ વિસ્તારીને કહે છે.
જે શુકને અસ્ત હોય તે પીયરથી સાસરે ન જવું. જે શુક ડાબો તથા પૂઠને હોય તે જવામાં ઘણે સારે; પિતાની ઈરછા પ્રમાણે જઈ શકે છે. વળી શુક જમણો તથા સન્મુખ હાય અને રેવતી નક્ષત્રથી મેષને ચંદ્રમા રહે ત્યાં સુધીમાં ત્રણ દિવસમાં શુક અંધ રહે છે તે સમયમાં જવામાં સ્ત્રીને દેષ નથી. પણ એટલું વિશેષ કે જે સ્ત્રીને બાળક ન થયું હોય અથવા ગર્ભવંતી સ્ત્રી હોય તે સ્ત્રીએ શુક્ર સમ્મુખ તથા જમણે તજ. જે જમણે શુક તથા સન્મુખ શુકમાં ઉપર કહેલા. આંધળા શુક્રના ત્રણ દિવસ વિના બીજા દીવસમાં જાય તે ગર્ભને વિનાશ થાય તથા તે સ્ત્રીના પતીને હાની થાય અથવા તે આ વધ્યા થાય; બાળક હોય તે મરણ પામે; માટે ઉપર દેખાડેલા શુકમાં ન જવું. રાજાને પણ પરદેશ ગમન ન કરવું. જાય તે વિનાશ થાય. ૨૦-૨૪. છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org