________________
( ૨૧ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ. ષાઢા ચાર દિવસ સુધી રહે, ૨. અભીજીત સાત દિવસ સુધી, ૩. શ્રવણ આઠ દિવસ સુધી, ૪. ધનિષ્ટ એક દિવસ સુધી એમ ચાર નક્ષેત્ર મળી એક મહિને પુરે કરે. ભાદરવા મહિને ચાર નક્ષેત્ર રાત્રી પુરી કરે તેનાં નામ -૧. ધનિષ્ટા ચાર દિવસ, ૨. સતભીષા સાત દિવસ, ૩. પુર્વ ભાદ્રપદ આઠ દિવસ, ૪. ઉત્તરા ભાદ્રપદ એક દિવસ. આસો મહિને ત્રણ નક્ષેત્ર રાત્રી પુરી કરે. તેનાં નામ-૧. ઉત્તરા ભાદ્રપદ ચાર દિવસ, ૨. રેવતી પંદર દિવસ, ૩. અશ્વની એક દિવસ. કારતક મહિને ત્રણ નક્ષેત્ર રાત્રી પુરી કરે તેનાં નામ-૧. અશ્વની ચાર દિવસ, ૨. ભરણી પંદર દિવસ, ૩. કૃતિકા એક દિવસ. માગશર મહિને ત્રણ નક્ષેત્ર રાત્રી પુરી કરે તેનાં નામ-૧. કૃતિકા પંદર દિવસ, ૨. રહિણી ચાદ દિવસ, ૩. મૃગશર એ દિવસ. પોષ મહિને ચાર નક્ષેત્ર રાત્રી પુરી કરે તેનાં નામ–૧. મૃગશર ચોદ દિવસ, ૨. આદ્રા આઠ દિવસ, ૩. પુનર્વસુ સાત દિવસ, ૪. પુષ્ય એક દિવસ. મહા મહિને ત્રણ નક્ષેત્ર રાત્રી પુરી કરે તેનાં નામ –૧. મુખ્ય ચાર દિવસ, ૨. અલેષા પંદર દિવસ, ૩. મઘા એક દિવસ. ફાગણ મહિને ત્રણ નક્ષેત્ર રાત્રી પુરી કરે તેના નામ–૧. મઘા ચાર દિવસ, ૨. પુર્વ ફાલ્ગણી ૧૫ દિવસ, ૩. ઉત્તરા ફાલ્ગણી એક દિવસ, ચિતર મહિને ત્રણ નક્ષેત્ર રાત્રી પુરી કરે તેનાં નામ –૧. ઉતરા ફાલ્ગણ ચાર દિવસ, ૨. હસ્ત પંદર દિવસ, ૩. ચિત્રા એક દિવસ. વિશાખ મહિને ત્રણ નક્ષેત્ર રાત્રી પુરી કરી તેનાં નામ – ૧. ચિત્રા ચાર દિવસ, ૨. સ્વાતિ પંદર દિવસ, ૩. વિશાખા એક દિવસ. જેઠ મહિને ચાર નક્ષેત્ર રાત્રી પુરી કરે તેનાં નામ૧. વિશાખા ચાર દિવસ, ૨. અનુરાધા આઠ દિવસ, ૩. ચેષ્ટા સાત દિવસ, ૪. મુલ એક દિવસ. અષાડ મહિને ત્રણ નક્ષેત્ર રાત્રી પુરી કરે તેનાં નામ –૧ મુલ ચાર દિવસ, ૨. પુર્વષાઢા પંદર દિવસ, ૩. ઉતરાષાઢા એક દિવસ. એ પ્રમાણે નક્ષેત્રના આધારે પારસી સમજવી. આ અનુમાન ગયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org