________________
કાળના ગર્તમાં વિલીન થાય એ પહેલાં
ઈ. સ. ૧૯૬૪માં શ્રી વીરચંદ ગાંધીની જન્મશતાબ્દી દરમિયાન અને ત્યારબાદ એમના વિષે મારું સંશોધનકાર્ય ચાલુ રહ્યું હતું. એમનાં પ્રવચન, લેખે, પ્રગટ-અપ્રગટ સાહિત્ય માટે મુંબઈના જુદાં. જુદાં ગ્રંથાલયમાં અને વ્યક્તિગત કક્ષાએ મારી તપાસ ચાલુ હતી. પણ એ તપાસનું પરિણામ નિરાશાજનક હતું. દરમિયાન અચાનક,
સવીર્યવાન’ની મુદ્રિત પ્રત મારા જેવામાં આવી. શુભ ચંદ્રાચાર્ય વિરચિત “જ્ઞાનાવ' ગ્રંથના યાન વિષેનાં બે પ્રકરણને એ અનુવાદ હતું અને પં. લાલને એના પર વિવેચન કર્યું હતું. આ પુસ્તક મુંબઈને કઈ ગ્રંથાલયમાંથી મને પ્રાપ્ત થયું ન હતું. પ્રિન્સેસ
સ્ટ્રીટ પર ઈન્દ્રભુવન હોટેલ પાસે રવિવારે બેસતા ફેરિયા પાસેની પસ્તીમાંથી આ મુદ્રિત પ્રત મળી. એ મેં ખરીદી લીધી. કાળના ગોંધકારમાં આવાં પુસ્તકે વિલીન થાય એ પહેલાં એનું પ્રકાશન થાય એ જરૂરી છે.
શ્રી વીરચંદ ગાંધીના અવસાન બાદ આ પુસ્તકની હસ્તપ્રત પં. લાલનના જોવામાં આવી અને એમણે વિવેચન કરીને ઈ.સ. ૧૯૦૩માં પ્રકાશન કર્યું એ જાણું મને આશ્ચર્ય થયું. ઈ. સ. ૧૯૬૫માં મળેલી આ મુદ્રિત પ્રતને મેં તુલનાત્મક દૃષ્ટિએ અભ્યાસ કર્યો. ઈ. સ. ૧૯૬૮માં અમ્લપિત્તની બીમારીના કારણે મારે હોસ્પિટલમાં રહેવાનું થયું. એ વખતે આ પુસ્તકને મેં પુનઃ અભ્યાસ કર્યો. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ભારે પંદરેક દિવસ આરામ કરવાને થ. એ સમય દરમિયાન આ પુસ્તકની પ્રેસ-કોપી મેં તૈયાર કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org