________________
૭૦ બાજુ વૃદ્ધિ જ વૃદ્ધિ. આ સર્વ વૃદ્ધિનું નિમિત્ત ભાવ પુત્ર છે તે વાત રાજા સિદ્ધાર્થના મનમાં દઢ થઈ ગઈ તેથી તેમણે મનોભાવ કર્યા કે બાળકનું નામ વર્ધમાન' પાડશું. આ
માતૃભક્તિનું માહાભ્યા ભગવાન મહાવીર વસ્તુના સ્વરૂપને, કુદરતી નિયમને આધીન હતા. તેથી નવા આ માસ ગર્ભમાં રહેવાનું હતું. છતાં મહાન અંતર હતું. તેમના જ્ઞાન અને પવિત્રતાને જ
કારણે માતાનું શરીર સામાન્ય સ્ત્રીઓ જેવું અશુચિ પુદ્ગલોને બદલે શુચિય હતું. એક વાર એ બાળકે ગર્ભમાં રહ્યા રહ્યા જગતને માતૃપ્રેમનો પાઠ શીખવ્યો. તેને સહજભાવ ઉત્પન્ન થયો કે મારા હલનચલનથી મારી માતા દુઃખ ન પામો. અને તેથી તે બાળગર્ભે હલનચલન બંધ કરી જાણે ધ્યાનાવસ્થામાં રહી ભવિષ્યની તૈયારી કરી !
અંગોપાંગને સ્થિર કરી આત્મભાવમાં લીન થઈ ગયા ! એક બાજુ માતૃપ્રેમ હતો, તો છે. બીજી બાજુ વાત્સલ્યભાવ પ્રગટ થઈ ગયો. અને આખું અંતઃપુર ઊંચુંનીચું થઈ ગયું. આ
ગર્ભની નિચલાવસ્થા જોઈ માતા અતિવ્યાકુળ થઈ ગયાં. અને અનેક શંકાઓ જ કરવા લાગ્યાં કે, મારો ગર્ભ હરાઈ ગયો હશે કે મૃત્યુ પામ્યો હશે ? ગળી ગયો હશે ? છે શું થયું હશે ? આમ વિચારી તે અતિશોકમગ્ન થઈ ગયાં. શંકા-કુશંકાઓથી માતા - ઘેરાઈ ગયાં. પોતાને ભાગ્યહીન માનવા લાગ્યાં અને દેવને દોષ દેવા લાગ્યાં. આવું જ નિધાન આપીને પ્રારબ્ધ ઝૂંટવી લીધું. અરે, વિધાતા ! મેં આ ભવમાં કે ભવાંતરમાં થી આ એવો તારો કેવો અપરાધ કર્યો હતો કે જેથી મને આવું દુખ આપ્યું ? અરેરે ! હવે છેકયાં જાઉં? શું કરું ? ત્રણે ભુવનના મનુષ્યોને સુખ આપનારા ચૌદ મહાસ્વપ્ન-સૂચિત
એવા પુત્ર વિના હવે મારાં આ રાજ્યાદિ કૃત્રિમ સુખોની જરૂર પણ શી છે ? આ સંસારથી પણ મને ધિક્કાર છે. મધથી લીધેલી તરવારની ધાર ચાટવા જેવાં સુખદુઃખવ્યાપ્ત આ ચંચલ વિષયસુખોના લવલેશથી પણ ધિક્કાર છે.
પૂર્વભવમાં મેં કોઈ દુષ્કૃત્ય કર્યું હશે. મેં પૂર્વજન્મમાં મનુષ્યનાં બાળકોને વિયોગ અને કરાવ્યો હશે. પશુઓનાં બચ્ચાંઓને દુઃખ આપ્યું હશે. પક્ષીઓનાં ઈંડાંનો નાશ કર્યો છે હશે. કીડી આદિનાં દર પૂરી દીધાં હશે. કોઈ બાળહત્યા કરી હશે. ગર્ભનો નાશ કર્યો છે એ હશે. શીલખંડન કર્યું હશે. શીલખંડન તે મહાપાપ છે. તેનાથી વિધવાપણું, નિઃસંતાનપણું ,
in Education International For Private & Personal Use Only
www.jainelibrary.o Today સારા વ Hજાણતા પણ જાત છે