________________
સ્વપ્નના ફળની વિશેષતા ૧. ચાર દંકૂશળવાળા શ્વેત હાથી – ચાર પ્રકારે ધર્મની સ્થાપના કરશે. ૨. શ્વેત બળદ – ભરતક્ષેત્રમાં બોધબીજની વાવણી કરશે. ૩. સિંહ – રાગદ્વેષાદિ વડે પીડાતાં ભવ્ય પ્રાણીઓનું રક્ષણ કરશે. ૪. લક્ષ્મી – વાર્ષિક દાન આપશે અને તીર્થંકરના પુણ્યતિશય પ્રાપ્ત થશે. પ. પુષ્પમાળા – ત્રણ ભુવનને પૂજનીય થશે. ૬. ચંદ્ર – પૃથ્વીમંડળને આનંદ અને શીતલતા આપનારો થશે. ૭. સૂર્ય – પ્રકાશિત ભામંડલથી વિભૂષિત થશે. ૮. ધ્વજ – ધર્મરૂપી ધ્વજ ફરકાવશે. ૯. કલશ – મહેલના શિખર પર વિરાજમાનયુક્ત માન પામશે. ૧૦. પઘસરોવર – દેવો રચિત કમળો પર ચરણ સ્થાપશે. ૧૧. સમુદ્ર – કેવળજ્ઞાનરૂપ જ્ઞાનસાગરને વરશે. ૧૨. વિમાન – વૈમાનિક દેવોને પૂજનીય થશે. ૧૩. રત્નરાશિ – રત્નના કિલ્લા વડે શોભશે. ૧૪. નિર્ધમ અગ્નિ – ભવ્ય પ્રાણીઓની શુદ્ધિ કરનારો થશે.
અંતમાં ચૌદ રાજલોકની ઉપર રહેનારો તે પુત્ર થશે. ત્યાર પછી સ્વપ્નપાઠકોને રે યોગ્ય પુરસ્કાર આપી સભા સંપન્ન થઈ. રાજા સિદ્ધાર્થ અને રાણી અંતઃપુર પ્રત્યે વિદાય
થયાં. છે. જ્યારથી ભગવાન મહાવીર ત્રિશલા રાણીના ગર્ભમાં આવ્યા છે ત્યારથી ઇંદ્રની આ આજ્ઞા પ્રમાણે કુબેર જ્યાં જ્યાં નિઃસંતાનિક ધન દાટેલું છે તે તથા સર્વ મહાનિધાનો હું સિદ્ધાર્થ રાજાના ભુવનમાં લાવીને મૂકતા હતા. કુબેરે તો મહાકાર્ય આરંભી દીધું હતું. છે ચારે દિશામાં જ્યાં જ્યાં કોઈને દુઃખ ન પહોંચે, જેમાં ચોરી જેવું તત્ત્વ ન હોય તેવાં $ નિધાનોથી રાજા સિદ્ધાર્થનો ખજાનો ભરી દીધો. છે. આ ઉપરાંત રાજ્યમાં ચારે બાજુ ધનધાન્ય, રૂપું, સોનું સૌ વૃદ્ધિ પામવા લાગ્યાં. છે રોજે, રાજસભામાં એક પ્રવાહ ચાલુ થઈ ગયો. કોઈ ધન લઈને આવે કે આ સમયે ધન છે છે ઘણું વૃદ્ધિ પામ્યું છે, ખેડૂતો ધાન્ય લઈને આવતા કે ધાન્ય ઘણું વૃદ્ધિ પામ્યું છે. ચારે
ain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.on