________________
- વિગત જાણી આશ્ચર્ય પામ્યા અને પ્રથમ તો વિવિધ સ્વપ્નનાં પ્રકારો અને પરિણામો ગ્રંથો દ્વારા તેમણે રાજાને સમજાવ્યાં.
મનુષ્યના સ્વપ્નના નવ પ્રકાર ૧. અનુભવેલી વસ્તુથી સ્વપ્ન જુએ. ૨. સાંભળેલી વસ્તુ સ્વપ્નમાં જુએ. ૩. પૂર્વના સંસ્કારથી સ્વપ્ન જુએ. ૪. વાત, પિત્ત, કફના વિકારથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન જુએ. ૫. સહજ સ્વાભાવિક સ્વપ્ન જુએ. ૬. ચિંતાની પરંપરાથી સ્વપ્ન જુએ.
આ છ પ્રકારનાં સ્વપ્ન શુભાશુભ હોય છે પણ તે નિષ્ફળ જાણવાં. ૭. દેવતાના સાનિધ્યથી સ્વપ્ન જુએ. ૮. ધર્મકાર્યના પ્રભાવથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન જુએ. ૯. અતિશય પુણ્ય-પાપના ઉદયથી સ્વપ્ન જુએ.
આ ત્રણ સ્વપ્ન શુભાશુભ છે તે ફળ આપે છે. સૂર્યોદય થતાં પહેલાંનાં સ્વપ્ન છે જ કથંચિત્ ફળ આપે છે. ઉપરાઉપરી આવતાં સ્વપ્ન, માનસિક ચિંતા કે વ્યાધિથી આવતાં - સ્વપ્ન, મળમૂત્રાદિક રોકવાથી આવતું સ્વપ્ન કાંઈ ફળ આપતું નથી. ખરાબ સ્વપ્ન છે. કોઈને કહેવું નહિ, અને શુભસ્વપ્ન ગુણિયલ જનો કે ગુરુજનોને કહેવું, ઉત્તમ સ્વપ્ન ની છે જોઈને સૂવું નહિ. આમ અનેક પ્રકારનાં સ્વપ્નનું વર્ણન કરી તેમણે કહ્યું કે, છે 'હે રાજન ! તીર્થકર અને ચક્રવર્તીની માતાઓ આવાં મહાસ્વપ્ન જુએ છે. ત્રિશલા , િરાણી બરાબર નવ માસ અને સાડાસાત દિવસ પછી ઉત્તમ પુત્રરત્નને જન્મ આપશે. તે છે
પુત્ર કુળને માટે દીપકસમાન, પ્રજાનું રક્ષણ કરનારો, પૂર્ણ લક્ષણયુક્ત, સુકોમળ હશે. આ છે તે સઘળું વિજ્ઞાન જાણશે. યુવાવયમાં કાર્યનિર્વાહમાં, રણસંગ્રામમાં નિપુણ થશે. મહાન ઈ ચક્રવર્તી થશે અથવા ત્રણ લોકના નાયક ધર્મચક્રવર્તી જિન થશે. વળી તે સ્વપ્નનું વિશેષ છે ફળ આ પ્રમાણે છે :
in Education International
For Private & Personal Use Only
www.jainelibrary.os