________________
સ. ત્રિશલા રાણી મંગળસૂચક ઉજ્જવળ ચૌદ સ્વપ્ન જોઈ વિસ્મય પામી, પ્રસન્નતાપૂર્વક જ = સ્વપ્નનું સ્મરણ કરીને શય્યાનો ત્યાગ કરી, ધીર ગંભીર પગલે તે સિદ્ધાર્થના શવ્યાભવનમાં
ગઈ અને મધુરવાણીથી તેમને જાગ્રત કર્યા. ત્યાર પછી સિદ્ધાર્થ રાજાની આજ્ઞા પ્રમાણે હું જ તે સુવર્ણમય સિંહાસન પર બેઠી અને મનોહર વાણી વડે કહેવા લાગી કે, હે સ્વામી ! - આજે મધ્યરાત્રિએ જ્યારે હું અર્ધનિદ્રિત દશામાં હતી ત્યારે મેં ચૌદ મહાસ્વપ્ન જોયાં. છે તેનું શું ફળવિશેષ હશે? 2. રાજા સિદ્ધાર્થ સ્વપ્નનું ક્રમસહ શ્રવણ કરીને અત્યંત આશ્ચર્ય પામ્યા. અને તે
સ્વપ્નના વર્ણનને ધારણ કરી વિચારણા કરવા લાગ્યા પછી બોલ્યા કે, હે દેવી ! તમે પ્રશસ્ત અને કલ્યાણરૂપ સ્વપ્ન જોયાં છે. અને એમ લાગે છે કે રાજ્યમાં રત્નસુવર્ણાદિનો લાભ થશે. સુખનો અને પુત્રનો લાભ થશે. તે પુત્ર કુળને દીપની જેમ અજવાળશે. આ કુળનો આધાર બનશે. દુશ્મનનો પરિહાર કરશે. પૂર્ણલક્ષણવાળો, ગુણોસહિત અને આ
રૂપવાન પુત્ર તમને પ્રાપ્ત થશે. આવાં સામાન્ય ફળો જણાવી રાજા શાંત થયા. જ. રાજાના મુખેથી સ્વપ્નફળ જાણી રાણીએ બે કર જોડી અંજલિ કરી રાજાને કહ્યું કે, આ છે તે સ્વામી ! તમે જે સ્વપ્નફળ કહ્યાં તેને હું ગ્રહણ કરું છું. ત્યાર પછી તે અતિ ઉલ્લસિત ભાવવાળી મંદ ગતિએ પોતાની શય્યા પાસે પહોંચી પરંતુ હવે તે સ્વપ્નના ફળમાં કંઈ ક્ષતિ ન થાય તે માટે જાગ્રત રહી હતી.
પ્રભાત થતાં રાજા સિદ્ધાર્થે પ્રાતવિધિ પતાવી કુટુંબના સભ્યોને મંત્રીઓને બોલાવી એ જણાવ્યું કે આજે આપણે માટે ઉત્સવનો દિવસ છે માટે રાજસભા વગેરેને શણગારો. આ શું ત્યાર પછી સ્વયં વ્યાયામ, સ્નાન ઇત્યાદિ વિધિ પતાવી વસ્ત્રાભૂષણોથી સંપૂર્ણ સજ્જ ન થઈ રાજસભામાં આવી રત્નજડિત સુવર્ણમય સિંહાસન પર બેઠા. ત્રિશલા રાણી માટે છે પણ ત્યાં યોગ્ય સિંહાસન મુકાવ્યું. નગરજનો અને મંત્રીઓને ઉદ્દેશીને તેમણે કહ્યું કે, { તમે સ્વપ્નપાઠકોને બોલાવીને હાજર કરો. રાજઆજ્ઞા અંગીકાર કરીને કેટલાક પુરુષો જ સ્વપ્નપાઠકોને આદરસહિત બોલાવી લાવ્યા અને તેમને યોગ્ય આસને બેસાડવામાં પર આવ્યા. તેમાંથી એકને સૌએ અગ્રેસર બનાવ્યો. તે સૌએ રાજાને આશીર્વાદ આપ્યા. એ
ત્યાર પછી રાજાએ તેમની પાસે ત્રિશલા રાણીએ જોયેલાં ચૌદ મહાસ્વપ્નો કહી દ છે સંભળાવ્યાં. તેનું ફળ શું થશે તે જણાવવા કહ્યું. સ્વખપાઠકો પણ આ ચોદ મહાસ્વપ્નની