SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ - પચરંગી મોરપીંછવાળો હોય તેવો શોભાયમાન, વળી તેમાં સિંહ ચીતરેલો હતો. વાયુથી છે તે ધ્વજ ફરકી રહ્યો હતો. ત્યારે તેના પરનો સિંહ પણ આકાશમાં ઊડતો જોયો હતો. ૫ માનવનેત્રને રંજિત કરવાવાળો ધ્વજ જોયો. છે ૯. ત્રિશલા ક્ષત્રિયાણીએ નવમે સ્વપ્ન નિર્મળ જળથી સંપૂર્ણ ભરેલા કળશને જોયો છે ન હતો. તે કળશ રત્નજડિત શુદ્ધ સુવર્ણનો હતો. તેની ચારે બાજુ કમળો હતાં. સર્વ શ મંગળને સૂચવનારો હતો. ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગ સંપત્તિને સૂચવનારો, સુગંધી પુષ્પમાળાઓથી શોભતો કળશ જોયો હતો. ૧૦. ત્રિશલા ક્ષત્રિયાણીએ દશમે સ્વપ્ન પઘસરોવર જોયું હતું. સૂર્યનાં કિરણોથી ખીલેલાં સુગંધી કમળોથી વ્યાપ્ત રતાશવર્ણના પાણીવાળું જણાતું હતું. પાણીમાં વસનારાં જે અનેક પ્રાણીઓથી લેવાયેલું, પાંદડાં પર રહેલાં જળબિંદુઓ જાણે નીલરત્ન હોય તેવી છે આ રીતે શોભતું પવસરોવર જોયું. ૧૧. ત્રિશલા ક્ષત્રિયાણીએ અગિયારમે સ્વપ્ન ક્ષીરસમુદ્ર જોયો હતો. ચંદ્રનાં કિરણોની જ કાન્તિ જેવો શ્વેત, ચારે દિશામાં અતિશય વધતો પાણીનો સમૂહ જેનો છે, અતિશય ઊંચાં છે આ મોજાંઓ જેમાં ઊછળે છે, અનેક તરંગો દ્વારા કાંઠા બાજુ દોડતો, અનેક જળચર નું આ પ્રાણીઓથી ભરેલો, જેમાં મોટી મોટી નદીઓ દોડીને ભળે છે તેવા ક્ષીરસમુદ્રને જોયો. તે ( ૧૨. ત્રિશલા રાણીએ બારમે સ્વપ્ન વિમાન જોયું. નવા ઊગેલા સૂર્યની કાત્તિ જેવું, આ સુવર્ણ અને રત્નોથી જડિત, મોતીઓનાં તોરણોથી શોભતું, દેવતાઓની સુગંધિત છે આ માળાઓથી યુક્ત, અનેક પ્રકારનાં વાજિંત્રોના નાદથી ગાજતું, દેવતાઓથી શોભતું સફેદ ( વિમાન જોયું. ૧૩. ત્રિશલા રાણીએ તેરમે સ્વપ્ન રત્નોનો રાશિ જોયો. અગણિત બહુમૂલ્ય તે અનેકવિધ રત્નોનો ઢગલો આકાશને પણ શોભા આપતો હતો. મેરુ પર્વત જેવો ઊંચો . 1 Sઅને 1s: ( રત્નરાશિ જોયો. ૧૪. ત્રિશલા ક્ષત્રિયાણીએ ચૌદમે સ્વપ્ન ધુમાડારહિત અગ્નિશિખા જોઈ. મનોહર છે. અને ઉજ્વળ જ્વાળાઓ ફેલાવતા, આકાશને અજવાળતા અગ્નિને જોયો. છે સર્વ જિનેશ્વરોની માતાઓ ગર્ભધારણ થાય ત્યારે મંગળસૂચક ચોદ મહાસ્વપ્નો એ જુએ છે. તેના ક્રમમાં કથંચિત્ ફરક હોય છે. તે in Education International For Private & Personal use only www.jainelibrary.
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy