SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ - અવયવવાળો, તીક્ષ્ણ શિંગડાંવાળો, છતાં ક્રૂરતારહિત, ઉપદ્રવોને દૂર કરનારો, સફેદ ર દાંતવાળો, મંગળોને આવવાના ધારરૂપ વૃષભ (બળદને) જોયો. ૩. ત્રીજે સ્વપ્ન સિંહ જોયો. તે પણ ક્ષીરસમુદ્ર અને ચંદ્રનાં કિરણો જેવો અતિશય સફેદ હતો. તેના પંજા મજબૂત અને મનોહર હતા. ગોળાકાર તીક્ષ્ણ દાઢા વડે શોભતું શું મુખ, ચકચકિત નેત્રોવાળો, લાંબી કેશરાવાળો, પૂંછડું જેણે કુંડલાકારે વાળેલું હતું, તેને આ જમીન સાથે અફળાવતો છતાં ક્રૂરતારહિત મંદ મંદ ગતિવાળો તે આકાશથી ઊતરતો અને પોતાના મુખમાં પ્રવેશ કરતો ત્રિશલા ક્ષત્રિયાણીએ જોયો. - ૪. ચોથે સ્વપ્ન તેણે લક્ષ્મીદેવીને જોયાં. અતિસુંદર અને ગગનચુંબી હિમવાન -ર પર્વતની મધ્યમાં વિશાળ અને સુંદર સરોવર હતું. તે પાણીના મધ્યભાગમાં વજયી આ દાંડી સહિત સર્વ પ્રકારે સુવર્ણમય વિશાળ કમલ – પદ્મ હતું. તેના મધ્યભાગમાં એક - સુંદર મંદિર હતું. તેની શોભાયમાન વેદી ઉપર અત્યંત કાન્તિમાન, સપ્રમાણ અને 2 સૌંદર્યથી ભરપૂર ઐશ્વર્યાદિક ગુણયુક્ત લક્ષ્મીદેવીને ત્રિશલા રાણીએ જોયાં. ૫. તે ત્રિશલા ક્ષત્રિયાણીએ પાંચમે સ્વપ્ન પુષ્પોની માળા જોઈ હતી. તે માળા , આ કલ્પવૃક્ષોના રસસહિત પુષ્પો તથા અન્ય અનેક સુવાસિત ફૂલોથી યુક્ત હતી. અનુપમ અને મનોહર સુગંધ વડે સર્વ દિશાઓને સુવાસિત કરતી તે સફેદ માળા અન્ય રંગબેરંગી પુષ્પોથી ગૂંથાયેલી શોભી રહી હતી. વળી ભ્રમરના કર્ણપ્રિય ગુંજારવ વડે હું યુક્ત તે માળા આકાશથી ઊતરતી જોઈ. છે ૬. તે ત્રિશલા ક્ષત્રિયાણીએ છઠું સ્વપ્ન ચંદ્રને જોયો હતો. તે ગોદૂધના ફીણ અને રૂપાના કળશ જેવો શ્વેત હતો. શીતળ અને લોકરંજિત એવો સોળે કળાએ પૂર્ણ હતો. એ આ અંધકાર દૂર કરનારો પૂર્ણ ચાંદની રેલાવતો ઉજજ્વળ દર્પણ જેવો, વિયોગીઓને છે શોકગ્રસ્ત કરતો, છતાં સૌમ્ય અને રમણીય સંપૂર્ણ ચંદ્રને જોયો. છે. ૭. ત્રિશલા ક્ષત્રિયાણીએ સાતમે સ્વપ્ન સૂર્યને જોયો હતો. અંધકારને ભેદતો, જે જ તેજોમય અને છતાં શીતળ હતો. જ્યોતિશ્ચક્રનાં લક્ષણવાળો, હિમસમૂહને ઓગાળનારો, રાત્રિનો નાશ કરનાર, ચોર-વ્યભિચારીને અટકાવનાર, મેરુ પર્વતની આસપાસ ભ્રમણ કરનાર, અનેક કિરણોયુક્ત સૂર્ય જોયો. શું ૮. ત્રિશલા ક્ષત્રિયાણીએ આઠમા સ્વખે સુવર્ણમય દંડ પર રહેલો ધ્વજ જોયો. Vain Education International For Private & Person Use Only www.jainelibrary.org '
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy